હેલો મિત્રો, ભારતમાં મધ નો ઉપયોગ પ્રાચીનકાળ થી થતો આવ્યો છે. મધ ને ઉત્તમ ઔષઘીય ગુણ ગણવામાં આવે છે. મધના સેવન થી માનવી નીરોગી અને બળવાન થાય છે. મધ એ દૂધ ની જેમ મધુર છે.
ખોરાકમાં જો તમે ખાંડનો ઉપયોગ કરતા હોય તેમાં તમે મધ નો પણ ઉપયોગ કરી શકો છો.મધની અંદર 80% જેટલું ગ્લુકોઝ નું પ્રમાણ હોય છે. ગ્લુકોઝ ખુબ જ આસાનીથી પચી જાય છે અને ઝડપથી લોહી માં ભરી જાય છે. જેથી શરીરના બીજા અવયવોને તેને પચવવાનો શ્રમ કરવો પડતો નથી.
મધ ની અંદર રહેલી શુગર માં એન્ટિમની, ક્લોરોફોર્મ, કાબર્ન ટેટ્રાક્લોરાઇડ વગેરે ઝેરી દ્રવ્યોની અસર ને મટાડવાનો ગુણ રહેલો છે. મધ ની અંદર વિટામીન -બી નું પ્રમાણ ખુબ વધારે હોય છે.
મધમાખી અને કેટલાક અન્ય જંતુઓમાંથી મધ બનાવવામાં આવે છે. મોટા ભાગે સુક્ષમજીવો મધ ની અંદર રહી શકતા નથી જેના કારણે લોકો મધને લાંબા સમય સુધી બગાડ્યા વિના સંગ્રહિત કરી શકે છે.
મધના ફાયદા :-
ત્વચાને સાફ કરે : જો તમે ત્વચા ને ક્લીન રાખવા માગતા હોય તો મધ એક ખુબ જ ઉપયોગી છે. જે એન્ટીઓક્સીડન્ટથી ભરેલો એક ઉત્તમ સ્ત્રોત છે. જે તમારા શરીરને હાનિકારક સુક્ષમજીવો ને સાફ કરવામાં મદદ કરે છે. એન્ટીબેક્ટેરિયલ ગુણ મધમાં આવેલ છે, જે ત્વચાને સુંદર બનાવે છે.
વજન ધટાડવા માટે : તમારા શરીર માં વધેલી ચરબી ને ઓછી કરવા અને વજન ધટાડવા માટે મધ અને લીંબુનો રસ ગરમ પાણીમાં નાખીને પીવાથી ચરબી અને વજન ઘટે છે. આનું સેવન લાંબો સમય કરવાથી જ ફાયદો થશે.
સારી ઉંગ : મધનું સેવન રાતે સુતા પહેલા રેગ્યુલર કરવું જેના લીધે તમારા ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે અને મગજમાં ટ્રીપટોફીનને પરવાનગી આપે છે.જેથી આપણને સારી ઉંગ આવે છે.
પેટની સમસ્યા દૂર કરવા : જો તમે સતત અપચો જેવી સમસ્યા થી પીડાતા હોય તો રેગ્યુલર મધનું સેવન કરવું જોઈએ. કારણકે તેની અંદર એન્ટિસેપ્ટિક ગુણધર્મો આવેલા છે. જે અપચો ની સમસ્યા દૂર કરી ગેસ પણ કન્ટ્રોલ કરશે.
કબજિયાત : રોજ સવારે મધ અને લીંબુનો રસ, એક ગ્લાસ ગરમ પાણીમાં નાખીને પીવાથી કબજિયાત માં ખુબ જ રાહત મળશે. કબજિયાત માં રાહત મેળવવા માટે દૂધમાં મધ ઉમેરીને પીવું. એક ગ્લાસમાં થોડા ગરમ પાણીમાં એક ચમચી લીંબુ અને એક ચમચી આદુનો રસ તથા બે ચમચી મધ નાખીને પીવાથી પણ કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
મધના ધરેલું ઉપચાર :
મધનો રસ અને આદુનો રસ એક એક ચમચી સવાર સાંજ પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે. અડઘી ચમચી મધ આખા દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટો પડીને ઉધરસ મટે છે.એક કપ દૂધ માં એક ચમચી મધ ઉમેરીને સવારે પીવાથી શક્તિમાં વધારો થાય છે.
એક ચમચી મધ, એક ચમચી અરડૂસીનાં પાન નો રસ, અને એક ચમચી આદુનો રસ મિક્ષ કરીને પીવાથી ઉધરસ મટાડવા માટે ઉપયોગી છે.
મધ અને દૂધ નું સેવન કરવાથી બીમાર પડતા લોકો માટે ઉત્તમ ગણવામાં આવે છે. મધ માં ગોળ નો રસ ઉમેરી ને ચાટવાથી ઉલટી પણ બંધ થાય છે.
રોજ સવારે મધ ને પાણીમાં નાખી ચાર-પાંચ મહિના પીવાથી પેશાબમાં બળતરા, ખંજવાળ, અને ફોડલીઓ જેવી ચામડીની અનેક સમસ્યાઓ માંથી રાહત મળે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ