સુંદર અને ચમકતો ચહેરો દરેક વ્યક્તિને ગમે છે. પરંતુ જેમ જેમ ઉંમર થાય છે તેમ-તેમ ચહેરાની ચમક ઓછી થતી જાય છે. વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા સામાન્ય વાત છે. ચહેરાની કરચલીઓના કારણે માણસ ઉમર પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે.

જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમારી ત્વચામાં પ્રોટીન, કોલેજન અને ઇલાસ્ટિનનું ઉત્પાદન ઘટે છે. આ સાથે જ ચહેરાની ત્વચા પાતળી થતી જાય છે. જ્યારે ત્વચા પાતળી હોય છે ત્યારે ત્વચા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. જો તમે તમારા ચહેરા પરના વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવા માંગતા હોવ, તો તેને દૂર કરવા માટે કેટલીક કુદરતી રીતો અપનાવી શકો છો.

ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે તમે કાકડીનો પેક ચહેરા પર લગાવી શકો છો. કાકડીનું પેક બનાવવા માટે તમે તેમાં એલોવેરા જેલનો ઉપયોગ કરો. કાકડી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન A, C અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર કાકડી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે ત્વચાને મુલાયમ બનાવે છે.

કાકડીનો ઉપયોગ ત્વચા પર ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પણ ત્વચા પરની ઝીણી રેખાઓ અને કરચલીઓથી પરેશાન છો તો આ પેકનો ઉપયોગ કરો. તો ચાલો જાણીએ કે આ પેક ઘરે કેવી રીતે તૈયાર કરવું.

કાકડી અને એલોવેરાના સ્કિન ફાયદા કાકડી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે અને તેને સ્વસ્થ અને યુવાન રાખે છે. કાકડીનો રસ ત્વચા પર એસ્ટ્રિજન્ટ અને ટોનરનું કામ કરે છે. કાકડીનો પેક તૈલી ત્વચા પર જાદુઈ અસર કરે છે. ત્વચા પર તેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ચમક આવે છે.

એલોવેરા જેલમાં 98% પાણી હોય છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે ત્વચાને હાઇડ્રેટ કરે છે. ત્વચા પર તેનો ઉપયોગ કરવાથી ત્વચા ઠંડી રહે છે. કાકડી અને એલોવેરા જેલ પેક ઉનાળામાં ત્વચાને ઠંડક આપે છે તેમજ ત્વચામાંથી કરચલીઓ અને ફાઈન લાઈન્સ દૂર કરે છે. તો ચાલો જાણીએ કે આ પેક કેવી રીતે તૈયાર કરવું.

એલોવેરા અને કાકડીના ફેસ પેક બનાવવા માટેની સામગ્રી: એક ચમચી એલોવેરા જેલ, છીણેલી કાકડી

આ પેક બનાવવા માટે સૌથી પહેલા એક કાકડી લો અને તેને છોલી લો. કાકડીને છોલીને ધોઈ લો. હવે કાકડીને છીણી પર છીણી લો. છીણેલી કાકડીમાં એલોવેરા જેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પેકને ચહેરાથી ગરદન સુધી 10 મિનિટ સુધી લગાવો. 10 મિનિટ સુધી પેક લગાવ્યા બાદ ચહેરો ધોઈ લો. આ પેકને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *