વઘતી ઉંમરે શરીર માં ઘણી બઘી કમજોરી આવી જતી હોય છે. તેમાની એક કમજોરી આંખોની કમજોરી છે. જે 55 વર્ષ પછી જોવા મળતી હોય છે. આંખોની કમજોરી થવાથી આંખોમાં દેખાવાનું ઓછું થઈ જાય છે. આ ઉપરાંત મોતિયાની સમસ્યા પણ થઈ શકે છે.
મોટી ઉંમરમાં થતી આંખોની સમસ્યા આજના સમયમાં નાની ઉંમરમાં જ વધુ જોવા મળે છે. આપણા આહારમાં પોષક તત્વોની ઉણપના કારણે વૃદ્ધાવસ્થા પહેલા જ આંખોમાં કમજોરી જોવા મળતી હોય છે. અત્યારના સમય માં નાની ઉંમરમાં જ ઘણા બાળકોને આંખોના નંબર પણ આવી જતા હોય છે.
માટે જો નાની ઉંમરથી આંખોના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવું હોય તો આપણે આહારમાં વિટામિન-ઈ અને વિટામિન-એ યુક્ત આહારનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. આ ઉપરાંત વિટામિન-સી, ઝીંક, બીટા કેરોટીન, ઓમેગા-3 ફેટી એસિડ જેવા તત્વોથી ભરપૂર આહાર નો સમાવેશ કરવો જોઈએ.
જો આપણે આપણી આંખોને લાંબા સમય સુઘી સ્વસ્થ રાખવી હોય તો આપણે યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ જે આંખોની રોશનીનું તેજ બનાવી રાખવામાં મદદ કરે છે. બાળકોને પણ આ વસ્તુનું સેવન કરાવવું જોઈએ જેથી બાળકની આંખો પણ તેજસ્વી બની રહે.
આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવન રોજિંદા જીવનમાં કરવાથી તમારા આંખોને જરૂરી વિટામિન મળી રહેશે. જે આંખોનું તેજ વઘારવામાં મદદ કરશે અને વૃદ્ધાવસ્થા દરમિયાન પણ આંખોને નબળી નહીં પાડવા દે.
લીલા શાકભાજી: લીલા પાંદડા વાળા શાકભાજીનું સેવન કરવાથી આંખો માટે ખુબ જ સારું માનવામાં આવે છે. લીલા શાકભાજીમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં લ્યુટિન નામનું તત્વ પણ મળી આવે છે જે આપણી આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
નાની ઉંમરથી જ બાળકોને લીલા શાકભાજીનું સેવન કરાવવું જોઈએ જેથી બાળકોની આંખો સ્વસ્થ રહે અને બાળકોના આંખોને જરૂરી વિટામિન પણ મળી રહે છે જેથી બાળકોની આંખો તેજસ્વી બને છે. આ ઉપરાંત લીલા શાકભાજી ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
ખાટા ફળોનું સેવન કરવું: ખાટા ફળોમાં સાઈટ્રિક એસિડ મળી આવે છે. આ ઉપરાંત ખાટા ફળોમાં વિટામિન-સી અને વિટામિન-એ પણ સારી માત્રા માં મળી આવે છે જે આપણી આંખો માટે પણ સારું માનવામા આવે છે. માટે રોજે એક ખાટા ફળનું સેવન કરવું જોઈએ.
ગાજર: ગાજર આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજરમાં બીટા કેરોટીન અને વિટામિન-એ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે આંખોની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે. માટે દરરોજ ગાજરને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
આ ઉપરાંત ગાજરના જ્યૂસનું સેવન પણ કરી શકાય છે. તેમાં પણ ભરપૂર માત્રામાં વિટામિન-એ મળી આવે છે. જે આંખો લગતી દરેક સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે. માટે જો તમે ગાજરના જ્યુસનું સેવન નિયમિત પાને કરશો તો વૃદ્ધાવસ્થા દરમિયાન પણ આંખોના મોતિયા પણ નહિ આવે અને આંખોને તેજસ્વી બનાવી રાખશે.
આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ એટલે આંખો. જેને સ્વસ્થ રાખવી હોય તો રોજિંદા જીવનમાં ઉપર જણાવેલ વસ્તુનું નિયમિત પણે સેવન કરવાથી આંખોને સ્વસ્થ રાખી શકો છો. નાના બાળકોને નાની ઉંમરથી જ આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો બાળકોને ક્યારેય આંખોના નંબર નહીં આવે. અને જો આંખોના નંબર હશે તો પણ ઉતરી જશે. રોજ જો તમે રોજે લીલા શાકભાજીનું સેવન કરશો તો 80 વર્ષની ઉંમરે પણ આંખો કમજોર નહીં થાય.
