આજે તમને એવી સાત વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓને તમારે અઠવાડિયાના સાત દિવસ, રોજ રાત્રે અલગ અલગ વસ્તુઓ પલાળીને સવારે ખાવાની છે. આ વસ્તુઓ ખાવાથી તમારા શરીરમાં કોઈપણ પ્રકારના વિટામીન્સ, પ્રોટીન કે કોઈ અન્ય તત્વોની ઉણપ હશે તો તે દૂર થશે.
આ ઉપરાંત તમારા શરીરમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હૃદયના રોગ, ગોઠણ ના દુખાવા, કમરના દુખાવા, કેલ્શિયમ કે કોઈપણ પ્રકારના તત્વોની ઉણપ હોય અથવા કોઈ પણ રોગ હોય તો એ તમામ રોગ મટે છે. તો ચાલો જાણીએ આ 7 વસ્તુઓ વિષે અને તેના ફાયદાઓ વિષે.
1) બદામ: બદામમાં ઓમેગા-૩ ફેટી એસિડ, વિટામિન ઈ અને બીજા ઘણા બધા કેલ્શિયમ જેવા તત્વો રહેલા છે, પ્રોટીન અને ઘણા વિટામિન રહેલા છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે . બદામ ખાવાથી તમારા વાળ વધે છે, યાદ શક્તિ વધે છે, આંખોમાં રોશની ઓછી થઈ ગઈ હોય કે નંબર આવી ગયા છે તો આંખોની નબળાઈ પણ દૂર થાય અને રોશની વધે છે, શરીરમાં અશક્તિ અને કમજોરી દૂર થાય છે.
2) મગફળી: મગફળી ની અંદર પણ વિટામિન ઈ, બીજા ઘણા બધા વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ , મેગ્નેશિયમ,પોટેશિયમ જેવાં તત્વો રહેલા છે જે આપણા પેટના રોગોને પણ મટાડે છે અને પાચનશક્તિ મજબૂત કરે છે, કોલેસ્ટ્રોલને ઘટાડે છે, વજન વધારે છે અને શારીરિક નબળાઈ હોય, શારીરિક દુર્બળતા હોય તો તેને પણ દૂર કરે છે અને તમારા શરીરને મજબૂત બળવાન બનાવે છે.
3) દેશી ચણા: દેશી ચણા ખાવાથી કેલ્શિયમ ભરપૂર મળે છે. જેથી આપણાં હાડકાંને લગતી સાધન ને લગતી કોઈપણ તકલીફ, ગોઠણનો કે કમરનો દુખાવો હોય, કમર ને મજબૂત કરો તો તમારે ચણાનું સેવન છે રોજ સવારે કરવું જોઈએ. રોજ 10 થી 15 ચણા રાત્રે પલાળીને સવારે તેનું સેવન કરવાનું છે.
4) મગ: 25 થી 30 દાણા મગના લેવાના અને તેને રાત્રે પલાળીને સવારે ખાવાના છે. આનાથી બાળકોની કમજોરી દૂર થાય છે. જે લોકોને પ્રોટીનની ઉણપ હોય એના કારણે શરીરમાં ક્યાંય પણ ખાલી ચડતી હોય, વધારે પડતી હાથ પગમાં ખાલી ચડે, શરીરમાં નબળાઈ લાગે, અશક્તિ જણાય તો તે દૂર કરે છે. મગ લાવે પગ એવી પણ એક કહેવત છે એટલે કે મગને બીમાર માણસોનું ભોજન પણ કહેવામાં આવે છે. અઠવાડીયામાં એકવાર મગનું સેવન જરૂર કરવું જોઈએ..
5) અંજીર: અંજીર આપણા શરીરમાં લોહીની ઉણપને દુર કરે. અંજીર ફાઇબર ધરાવે છે એટલે તમારા શરીરમાં જો કબજિયાતની તકલીફ થઈ જતી હોય, તમને કબજીયાતના કારણે હરસ મસા થઈ ગયા હોય તો અંજીર તમને એ તકલીફમાંથી છુટકારો આપે છે. અંજીર લોહી વધારવા માટે, વજન ઓછું કરવા અને શરીરમાં અશક્તિને દૂર કરવામાં મદદ કરે છે.
6) કિસમિસ : પલાળેલી કિસમિસ તમારા આંખના નંબર દુર કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત તે લોહી વધારવા માટે ફાયદાકારક છે. આ સાથે સાથે જે પણ સ્ત્રીઓમાં આયર્નની ઉણપ હોય તો આયર્નની ઉણપ દૂર કરે, હૃદય મજબૂત કરે, કબજીયાતની તકલીફમાંથી છુટકારો આપે અને આંતરડાને ચોખા રાખે છે.
7) મેથી: મેથી ને કેલ્શિયમનો ભંડાર ગણવામાં આવે છે. જેથી કોઈપણને ગોઠણ ને લગતી કોઈપણ પ્રકારની તકલીફ હોય, કમરનો દુખાવો હોય કે સાંધાનો દુખાવા હોય તો તેમાંથી તમને છુટકારો આપે છે.
મેથીના 10 થી 15 દાણા રાત્રે પલાળીને સવારે ખાવાથી આંતરડાનો મળ સહેલાઈથી છુટો પડી જાય છે, કબજિયાથી તમને છુટકારો મળે છે અને કોઈપણ પ્રકારના દુખાવા થી પણ તમને રાહત થાય છે.
અહીંયા જણાવેલી વસ્તુઓને પલાળીને ખાવાથી તેના આપણને ડબલ ફાયદાઓ થાય છે. જો આ પ્રયોગ બે મહિના સુધી કરવામાં આવે તો તમારા શરીરમાંથી બધી જ બીમારીઓ દૂર થઇ શકે છે.