અત્યારના સમયમાં ઘણા લોકો કબજીયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. કબજીયાત એ પેટને લગતી સમસ્યા છે. એવું કહેવામાં આવે છે જો કબજિયાત હોય તો તમને અનેક બીમારીનો સામનો કરવો પડી શકે. જી હા તે વાત એકદમ સાચી છે.

કબજીયાતની સમસ્યા આપણી ખાવા પીવાની ખરાબ ટેવના કારણે પણ થઈ શકે છે. આપણે કેવા ખોરાક ખાઈએ છીએ તેના પર નિર્ભર છે. માટે આપણે દરરોજ યોગ્ય અને હેલ્ધી આહારનું સેવન કરવા પર પૂરતું ઘ્યાન એવું જોઈએ. જેથી આપણે કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકાય.

મોટાભાગના ઘણા લોકો કબજીયાતની સમસ્યાથી પીડાતા હોય છે. માટે કબજિયાતની સમસ્યા ને દૂર કરવા માટે આજે અમે તમને કેટલાક સચોટ ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી તમે એકદમ સરળતાથી કબજીયાતની સમસ્યાથી રાહત મેળવી શકશો.

ઘરેલુ સચોટ ઉપાય કરવાથી આપણા શરીરમાં થયેલ મોટામાં મોટી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે. ઘરેલુ ઉપાય કરવાથી આપણા શરીરને આડઅસર થતી નથી. પરંતુ તેનો ઉપયોગ કરીને બીમારીને ભગાવી શકાય છે. તો ચાલો જાણીએ ઘરેલુ સચોટ ઉપાય વિશે.

પહેલો ઉપાય: આમ જોવા જઈએ તો આપણા શરીરમાં કબજિયાત હોય તો તેને દૂર કરવા સૌથી મહત્વની ભૂમિકા પાણી ભજવે છે. આ માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડઘી ચમચી હરડેનું ચૂર્ણ મિક્સ કરીને પી જવાનું છે. આ પીણાંનું સેવન રાત્રે જમ્યાના એક કલાક પછી કરી શકાય.

આ પીણાંનું સેવન કરવાથી જુના માં જૂની કબજીયાત હશે તો તેને પણ દૂર કરી દેશે. આ પાણીનું સેવન કરવાથી આપણું પેટ એકદમ સરળતાથી સાફ થઈ જાય છે. આ ઉપરાંત આપણી પાચનક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. જેથી આપણા પેટની દરેક સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે.

બીજો ઉપાય: કબજીયાતની સમસ્યાને જડમૂળમાંથી દૂર કરવા માટે ખાટા ફળ ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે રાત્રે જમ્યાના એક કલાક પછી મોસંબીની ચાર પેશીનું સેવન કરવાનું છે. તેનું સેવન કરવાથી પેટ સરળતાથી સાફ થાય છે. જેથી કબજીયાત દૂર થઈ થાય છે.

પેટને લગતી દરેક સમસ્યા દૂર કરવા માટે મોસંબી ખુબ જ અસરકારક છે. તેનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું માનવામાં આવે છે. એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન આપણું મૂડ સુઘારવામાં મદદ કરે છે.

ત્રીજો ઉપાય: કબજિયાની સમસ્યા ખુબ જ પરેશાન કરતી હોય તો સવારે ઉઠીને તરત બે ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં એક લીંબુંનો રસ અને સિંધાલુ નમક મિક્સ કરીને પી જવું. આ રીતે પાણી પીવાથી આપણું પેટ સાફ થશે. આ ઉપરાંત કબજીયાતની સમસ્યા હોય તો તેને પણ દૂર કરી દેશે. લીંબુ પાણી સાથે સીંઘાલું નમક મિક્સ કરીને પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વઘે છે.

ઉપર જણાવ્યા અનુસાર કબજીયાતની સમસ્યામાં થી છુટકાળો મેળવી શકાય છે. આ ઉપરાંત આપણા શરીરમાં રહેલ હાનિકારક તત્વોનો પણ નાશ કરશે. જેથી આપણા શરીરમાં આવતી અનેક બીમારીથી બચી શકાશે. આ સચોટ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવાથી 100% કબજીયાત દૂર થઈ જશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *