સારી ઊંઘ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. આ માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછી 6-7 કલાક ની ધસધસાટ ઊંઘ લેવી જોઈએ. પરંતુ જો તમને ઊંઘ આવતી નથી અને ઊંઘ ની ગોળીઓ લેવી પડે છે આજે અમે તમને સારી ઊંઘ લાવવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું.
જયારે પણ શરીરને પૂરતી ઊંઘ મળતી નથી ત્યારે શરીરમાં કમજોરી અને નબળાઈ આવી જતી હોય છે. આ સિવાય શરીરમાં ઘણી બધી પરેશાની નો સામનો કરવો પડતો હોય છે. આજે દરેક વ્યક્તિ મોબાઈલ અને લેપટોપમાં લાંબા અને મોડા સુધી બેસીને કામ કરતા હોય છે,
જેના કારણે વ્યક્તિ જયારે પથારીમાં સુવા જ્યાં છે તે સમયે એમને અમુક મિનિટો અથવા તો અમુક કલાક સુધી ઊંઘ આવતી નથી. આ સિવાય ઊંઘ આવે તો રાતે ઊંઘ માંથી ઉઠી જતા હોય છે, ત્યાર પછી ઊંઘ આવતી નથી જેના કારણે જરૂરી માત્રામાં ઊંઘ પુરી થતી નથી.
આ સિવાય ઘણા લોકો ઓફિસના કામના કે પછી સામાજિક કે પછી ઘરના કામ ના ટેન્શન ના કારણે ખુબ જ તણાવ માં રહેતા હોય છે તેવા લોકોને રાતે ખુબ જ વિચારો આવતા હોય છે અને રાતે સારી રીતે સુઈ પણ શકતા નથી અને ઘણી વખત તેમને ઊંઘ લાવવા માટેની ગોળીઓ પણ ખાવી પડતી હોય છે.
સારી અને ઘસઘધસાટ ઊંઘ લાવવા માટે રોજિંદા જીવનમાં શું ફેરફાર લાવવા જોઈએ તેના વિષે આજે અમે તમને જણાવીશું. જો તમે તમારી આદતો ને સુધારી લેશો તો તમારે એક પણ રૂપિયાની ગોળીઓ ખાવી નહીં પડે અને સારી ઊંઘ આવશે.
આરોગ્ય નિષ્ણાત અનુસાર જો તમારે સારી અને ધસધસાટ ઊંઘ લાવવી હોય તો રાત્રીના ભોજન અને તેના પછી શુ ઘ્યાનમાં રાખવું જોઈએ તે જાણવું ખુબ જ જરૂરી છે, આ માટે જયારે પણ તમે ભોજન કરવા બેસો રાત્રિનું ત્યારે તે ભોજન હળવું અને સરળતાથી પચે તેવું હોવું જોઈએ.
આ ઉપરાંત તમારે રાતે ભોજન કરવાનો સમય પણ એક ફિક્સ કરી લેવો જોઈએ, રાત્રિનું ભોજન કર્યા પછી તમારે એક ચમચી વરિયાળી અને જીરું મિક્સ કરીને ખાઈ લેવાનું છે. આ બંને મિશ્રણને મિક્સ કરીને ખાવાથી ખોરાક ઝડપથી અને સરળતાથી પચી જાય છે.
ત્યાબાદ તમારે 30 મિનિટ સુધી સતત ચાલવાનું છે, જો તમે સતત 30 મિનિટ ચાલશો ઓ પાચનતંત્ર ને યોગ્ય રીતે ખોરાક પચાવામાં મદદ મળે છે, જેથી પેટ હલકું લાગે છે, અને જયારે તમે સુવા જાઓ છો ત્યારે તમને સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.
ચાલવાથી મેટાબોલિઝમ વધે છે અને ચયાપચય ની ક્રિયાને તેજ બનાવે છે, જેના કારણે વજન પણ નિયત્રંણમાં રહે છે. જો તમે રાતે મોબાઈલ કે લેપટોપ જોવાની આદત હોય તો તમારે સુવાના એક કલાક પહેલા થી મોબાઈલ અને લેપટોપ થી દૂર રહેવું જોઈએ, આ ઉપરાંત સૂતી સમયે મોબાઈલ બાજુમાં લઈને ના સૂવું જોઈએ.
સારી ઊંઘ મેળવવા માટે બહારથી ચાલીને આવ્યા પછી સાવર લઈ ને પછી સુવાથી પણ ખુબ જ સારી અને ધસધસાટ ઊંઘ આવે છે, જો તમે રાત્રીના ભોજન અને ભોજન પછી આટલું ઘ્યાન રાખશો તો તમને ખુબ જ સારી અને ઝડપથી ઊંઘ આવી જશે.
