વજન વધુ હોવું એ શરીરમાં નાની મોટી સમસ્યાઓને આમંત્રણ આપવા જેવું છે. કારણકે વધુ વજન હોવાને કારણે શરીરમાં ઘણી બધી નાની મોટી સમસ્યાઓ થવા લાગે છે. વજન ઓછું કરવા માટે બધા લોકો જુદા જુદા પ્રયોગો કરતા હોય છે પરંતુ તેમાંથી ઘણા લોકોનું વજન ઓછું થાય છે અને ઘણા લોકોને કોઈ ફાયદો થતો નથી.
જો તમે પણ બધા પ્રયન્તો કરીને થાકી ગયા છો અને વજન ઓછું થયું નથી તો અહીંયા તમને કેટલાક ઉપાયો વિષે જણાવીશું જે ઉપાયો કરીને તમે તમારું વજન ઓછું કરી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરેલુ ઉપાયો વિષે.
1) લસણ : જો તમે કોઈ પણ દવા કે ગોળીઓ ખાધા વગર તમારું વજન આયુર્વેદિક પદ્ધતિથી ઘટાડવા માંગો છો તો તમારે એક સરળ ઉપાય કરવાનો છે. આ ઉપાય માટે રોજ સવારે માત્ર બે થી ત્રણ લસણની કળીને ચાવી ચાવીને ખાવાની છે. રસોડામાં રહેલા લસણમાં એન્ટિસેપ્ટિક ગુણ રહેલા હોય છે.
જે વજન ઘટાડવાની સાથે સાથે પેટની ચરબીને પણ ઘટાડે છે. દરરોજ એક થી બે કળી લસણ ખાવાથી હૃદય સ્વસ્થ અને મજબૂત કરે છે આ ઉપરાંત લસણ હૃદયની બ્લોક નસો ખોલવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
2) લીંબુ અને મધ: લીંબુ નો ઉપયોગ ઉનાળામાં ખાસ કરીને શરબત બનાવવામાં કરીએ છીએ પરંતુ જો લીંબુમાં મધ મિક્સ કરીને પીવામાં આવે તો પેટની ચરબી ઘટાડી શકાય છે. આ માટે એક લીંબુનો રસ અને એક થી બે ચમચી મધ એક ગ્લાસ પાણીમાં નાખી મિક્સ કરી લો.
લીંબુ અને મધ મિક્સ કર્યા બાદ તેને જમ્યાના એક કલાક પહેલા રોજ બપોરે કે સાંજે પીવું. લીંબુ અને મધ વધી ગયેલા વજન અને શરીરના કોઈ અન્ય ભાગ પર જમા થયેલી ચરબીને ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે.
3) હૂંફાળું પાણી: રોજ સવારે નરણા કાંઠે એક ગ્લાસ ગરમ હૂંફાળું પાણી ધીરે ધીરે પી જવું. આ પાણી તમે જયારે ઉઠો ત્યારે જ પીવાનું છે અને આ પાણી પીધા પછી એક કલાક સુધી તમારે કઈ પણ ખાવાનું નથી. રોજ સવારે ગરમ પાણીનો પ્રયોગ કરવાથી થોડાજ દિવસોમાં તમારું વજન કાબૂમાં આવવા લાગશે અને પેટની ચરબી પણ ઘટવા લાગશે.ધ્યાન રાખો કે પાણી વધુ ગરમ ન હોય.
4) ગળોનો ઉકાળો: ગળો વિષે મોટા ભાગના લોકો જાણતા હશે અને જોઈ પણ હશે. પરંતુ જે લોકો નથી જાણતા તેમણે જણાવી દઈએ કે ગળોની વેલ આવે છે જે સામાન્ય રીતે લીમડાના ઝાડ ઉપર વીંટળાયેલી જોવા મળે છે. તેના પાન દિલ આકારના હોય છે. આ પાનને રોજ સવારે ઉકાળો કરી પીવાથી સો ટકા વજન કાબુમાં આવે છે અને તાવ, કમરનો દુખાવો કે અન્ય કોઈ પણ ગંભીર બીમારી પણ મટાડી શકાય છે.
5) વરિયાળી નો ઉકાળો: વરિયાળી જેનો આ[આપણે ખાસ કરીને મુખવાસમાં ઉપયોગ કરીએ છે. દર બે દિવસે એક વખત 12 થી 14 જેટલા વરિયાળીના દાણા લઈ તેને એક કપ પાણી અંદર નાખી પાંચ મિનિટ ઉકાળી લેવું. આ ઉકાળો થોડું ઠંડું પડે એટલે ખાલી પેટે તેને પી જવું.
આ પ્રયોગ તમારા વધી ગયેલા વજનને કંટ્રોલ કરશે. આ ઉપરાંત વરીયાળી ચાવી ચાવીને ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં છે અને પાચનશક્તિ મજબૂત બને છે.
6) ઈલાયચી: રોજ રાત્રે જમ્યા બાદ એક ઈલાયચી લઈ તેને સારી રીતે ચાવી ચાવીને ખાવી. ત્યારબાદ બાદ એક ગ્લાસ થોડું ગરમ પાણી પી જવું. આ ઉપાય માત્ર એક મહિનો કરવાથી ગમે તેવી જમા થયેલી ચરબી ઓગળવા લાગશે અને શરીર અંદરથી એકદમ મજબૂત બની જશે.