આપણા શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે આપણા રોજિંદા જીવનમાં કસરતની સાથે શારીરિક પ્રવૃત્તિ કરવી પણ ખુબ જ જરૂરી છે. આરોગ્ય નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે અત્યારના સમયમાં નાની ઉંમરના લોકો મોટી બીમારીના શિકાર બને છે. જયારે પહેલાના સમયમાં જે બીમારી વૃદ્ધાવસ્થામાં થતી હતી તે હવે નાની ઉંમરના યુવાનો માં વધુ જોવા મળી રહી છે.

શારીરિક કસરતના અભાવના કારણે આ બધી બીમારી થવાનું મુખ્ય કારણ છે. પરંતુ જો તમે દરરોજ 5 થી 10 મિનિટનો સમય નીકાળીને પણ જો અમુક શારીરિક કસરતને રોજિંદા જીવનમાં અપનાવામાં આવે તો મોટાભાગની બીમારીઓ આપણાથી દૂર તાહે છે. દરરોજ યોગ અને કસરત કરવાથી શરીરના દરેક ભાગમાં લોહી અને ઓક્સિજનના પ્રવાહને સરળતાથી વઘારી શકાય છે.

માટે દરરોજ માત્ર પાંચ મિનિટનો ટાઈમ કાઢીને પણ આ યોગ કરવામાં આવે તો તણાવમુક્ત થાય, થાઈરોઈડની સમસ્યા, સંધિવા જેવી બીમારી માં ઘણો ફાયદો મળે છે. માટે દરરોજ સવારે પાંચ મિનિટ ભુજંગાસન યોગ કરવા જોઈએ. ભુજંગાસન યોગ કેવી રીતે કરવા અને તેનાથી થતા ફાયદા વિશે જણાવીશું.

ભુજંગાસન યોગને કોબ્રા પોઝ તરીકે ઓળખવામાં આવે છે. આ યોગ કરવાથી સ્વાસ્થ્ય ને ઘણા ફાયદા થાય છે. દરરોજ આ યોગ કરવાથી ગંભીર બીમારીનું જોખમ પણ ઓછું કરી શકાય છે. આ ઉપરાંત શરીરમાં ભરપૂર એનર્જીનો સંચાર થાય છે.

ભુજંગાસન યોગ કરવાની રીત: યોગ નિષ્ણાત અનુસાર કોઈ પણ યોગનો વઘારે ફાયદો મેળવવો હોય તો યોગ્ય રીતે કરવું ખુબ જ જરૂરી છે. આ યોગ કરવા માટે સીથી પહેલા જમીન પર ઉંધુ સુઈ જવું અને હથેળીને ખભાની થોડી દૂર કરીને જમીન પર મૂકી દો.

હવે શરીરના નીચેલા ભાગને જમીન પર રાખીને શ્વાસ લઈ અને છાતીને જમીનથી ઉઠાવીને આકાશ તરફ જુઓ. થોડો સમય આ સ્થિતિમાં રહીને શ્વાસને બહાર નીકળતી વખતે શરીરને જમીન પર પાછું રાખો. આવી રીતે આ યોગ પાંચ મિનિટ દરરોજ કરવાનો છે.

તણાવ અને ડિપ્રેશનમા રાહત: જો તમને વારંવાર તણાવ અને ચિંતાની સમસ્યા હોય તો દરરોજ ભુજંગાસન યોગ નિયમિત કરવાથી ફાયદો થાય છે. માનસિક દરેક સમસ્યાને દૂર કરવા માટે આ યોગ અસરકારક છે. ડિપ્રેશનમાં રાહત મેળવવા અને વાત દોષને દૂર કરવામાં આ યોગ મદદ કરે છે. જેથી ચિતા અને ઉદાસી દૂર થાય છે.

સંધિવામાં ફાયદાકારક: કમરના હાડકા અને કરોડરજ્જુને મજબૂત કરવા અને લચીલું બનાવા માટે આ યોગ ખુબ જ ફાયદાકારક છે. આ યોગ કરવાથી શરીરમાં દરેક પેશીઓને આરામ આપે છે અને સ્વસ્થ રાખે છે. શરીરના દરેક હાડકાને મજબૂત બનાવી રાખવા કોબ્રા પોઝ કરવો જરૂરી છે.

થાઈરોઈડમાં ફાયદાકારક: આ યોગ કરવાથી ગળા અને થાઈરોઈડ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. માટે જેમને થાઈરોઈડની સમસ્યા હોય તેમના માટે કોબ્રા પોઝ કરવા ફાયદાકારક સાબિત છે. આ યોગ કરવાથી હોર્મોન્સના સ્ત્રાવ નિયંત્રણમાં રહે છે જેના કારણે થાઈરોઈડને ઘીરે ઘીરે ઓછો કરી શકાય છે.

કોબ્રા પોઝ કરવો ખુબ જ સરળ છે. આ યોગથી શરીરને શેપ પણ મળે છે. આ ઉપરાંત કમરના દુખાવામાં પણ ઘણી રાહત મળે છે. જો તમે થાઈરોઈડ, સંધિવા જેવી સમસ્યાથી પરેશાન છો તો દરરોજ માત્ર પાંચ મિનિટ નો સમય કાઢીને આ કોબ્રા પોઝ કરવો જોઈએ જેથી જલ્દીથી આ સમસ્યા માંરાહત મેળવી શકાય.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *