ઉનાળાની ઋતુમાં એવા ઘણા ફ્રૂટ મળી આવે છે જે ખાવાથી આપણા શરીરને થડક મળે છે. ઉનાળાની સીઝનમાં ભરપૂર માત્રામાં દ્રાક્ષ મળી આવે છે. દ્રાક્ષ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દ્રાક્ષ મુખ્યત્વે બે પ્રકારની મળી આવે છે.
કાળા રંગની અને હળવા લીલા રંગની મળી આવે છે. બંને દ્રાક્ષ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ, ટેસ્ટી અને મીઠી લાગે છે. દ્રાક્ષ માં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે.
દ્રાક્ષમાં મુખ્યત્વે વિટામિન-સી, વિટામિન-ઈ, ફાયબર, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝીંક, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. આજે અમે તમને કાળી દ્રાક્ષનો જ્યુસ પીવાના ફાયદા વિશે જણાવીશું.
દ્રાક્ષ માં ભરપૂર માત્રામાં ખનીજ તત્વો અને વિટામિન મળી આવે છે. જો દ્રાક્ષના રસનું સેવન નિયમિત કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર, હૃદયની બીમારી, અસ્થમા, ત્વચા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કાળી દ્રાક્ષનું સેવન કરવાના ફાયદા વિશે.
જો ઉનાળાની ગરમીમાં કાળી દ્રાક્ષ નું સેવન કરવામાં આવે તો આપણા શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યા દૂર થાય છે. તેના સેવનથી આપણા શરીરમાં ગરમીનો અહેસાસ થતો નથી.
આ રસમાં ભરપૂર માત્રા માં વિટામિન-સી અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વો મળી આવે છે. જે આપણા શરીરમાં ઈમ્યુનિટીને વઘારવામાં મદદ કરે છે. આપણા શરીરને અનેક રોગ સામે લડવાની શકતી આપે છે. આ જ્યૂસના સેવનથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળી આવે છે. જેથી શરીરમાં થાક અને નબળાઈનો અહેસાસ થતો નથી.
આપણા શરીરને ડીટોક્સ રાખવામાં આ જ્યુસ ખુબ જ ઉપયોગી છે જેની અસર આપણા ચહેરા પર જોવા મળે છે. આ જ્યૂસનું નિયમિત સેવન કરવાથી ત્વચા સંબંધિત અનેક સમસ્યા દૂર થાય છે અને ચહેરાને સુંદર અને મુલાયમ બનાવી રાખવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી વધતી ઉંમરે ચહેરા પર કરચલી દેખાતી નથી.
આ જ્યુસમાં ફાયબરનો ખજાનો મળી આવે છે. જે આપણા પેટના રોગને આસાનીથી દૂર કરવામાં મદદ કરે છે. અને પેટને સાફ રાખવામાં ખુબ જ ઉપયોગી છે. આ ઉપરાંત વજન ને નિયંત્રણમાં રાખવા માટે પણ એક ઉપયોગી પીણું માનવામાં આવે છે.
આ જ્યુસનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ પણ મળીએ આવે છે જે આપણા હૃદયને લગતી બીમારીને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. તેના સેવનથી આપણા લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને હદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આ જ્યૂસનું સેવન કરવું જોઈએ. કારણકે તેમાં રહેલ પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં હોવાથી આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
ઘણી વખત ચાલતા શ્વાસ ચડવાની સમસ્યા થઈ જતી હોય છે અથવા થોડું કામ કરીને થાકી જતા હોઈએ છીએ તેવામાં જો એક ગ્લાસ આ જ્યૂસનું સેવન કરવામાં આવે તો શ્વાસની તકલીફમાં રાહત મળે છે. આ ઉપરાંત આ જ્યુસ આપણા ફેફસામાં અને આંતરડામાં જામેલ કચરાને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. આ જ્યુસ અસ્થમા ના દર્દી માટે પણ ખુબ જ લાભદાયક છે.
