માનવનું શરીર 72 હજાર નસો થી બનેલું છે, માથાથી લઈને પગના તળિયા સુધી અસંખ્ય નસો ,જેમાંથી કોઈ પણ એક નસમાં સોજો આવે, લોહી જામી જાય,નસો બ્લોક થઈ જાય, દુખાવો રહે, નસોમાં લોહીનું સર્ક્યુલેશન ઓછું થવાથી માનવ શરીરને ઘણું નુકસાન થઈ છે.
આ માટે આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી શરીરમાં થયેલ કોઈ પણ બ્લોક નસો કે દબાણમાં આવેલ નસો પણ ખુલી જશે. લોહી જાડું થવાના કારણે લોહીનું સર્ક્યુલેશન બરાબર થતું નથી. જયારે હૃદયની કોઈ પણ એક નસમાં લોહીની પહોંચી ના શકે તો
હૃદયને લગતી હાર્ટ અટેક આવવાની શક્યતા ખુબ જ વધી જાય છે. આ માટે હૃદયને લગતી સમસ્યા થી બચવા માટે લોહીનું યોગ્ય માત્રામાં સર્કયૂલેશન થાય તે ખુબ જ જરૂરી છે. લોહીને પાતળું કરવા માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ મળી આવે છે.
પરંતુ દવા વગર જ લોહીને પાતળું બનાવવા માટેનો એક માત્ર આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જે શરીરની કોઈ પણ નસોને ખોલવામાં મદદ કરે છે. તો ચાલો નસોને ખોલવા માટેનું ડ્રિન્ક કેવી રીતે બનાવવું અને તેનું સેવન ક્યારે અને કેટલી માત્રામાં કરવું તેના વિષે જણાવીશું,
ડ્રિન્ક બનાવવા માટેની સામગ્રી: એક ટુકડો આદું, એક ટુકડો તજ, એક તમાલપત્ર, એક ચમચી અળસીના બીજ આ બધી વસ્તુ ની જરૂર પડશે.
ડ્રિન્ક બનાવવાની રીત: હવે એક પેનમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મુકો, પાણી થોડું ગરમ થાય ત્યાર પછી આ બધી વસ્તુને પાણીમાં મિક્સ કરો,
હવે પાણીને ઉકળવા દો, પાણી જ્યાં સુધી 1/4 ભાગનુ રહે ત્યાં સુધી ઉકાળો, ત્યાર પછી તે પાણીને નીચે ઉતારી લેવાનું છે હવે તેને થોડું ઠંડુ થવા દો, થોડું ઠંડુ થઈ જાય પછી એક વાટકીમાં ગળણીની મદદથી ગાળી લેવાનું છે.
ગાળી લીધા પાણી તેને પીવાનું છે. ડ્રિન્કને સવારે નાસ્તો કર્યાના એક કલાક પહેલા ધીરે ધીરે ઘૂટડે ધુંટડે પી જવાનું છે. આ ડ્રિન્ક પીધા પછી 40-50 મિનિટ સુધી કઈ પણ વસ્તુ ખાવાની નથી. ત્યાર પછી તમે નાસ્તો કરી શકો છો.
જો તમે આ ડ્રિન્કનું સેવન એક દિવસ છોડીને એક દિવસે આવી રીતે 11 દિવસ આ ડ્રિન્ક પી લેશો તો નસોમાં જે સોજો હોય, દુખાવો હોય કે લોહી જાડું કે ગંઠાઈ ગયું હોય તો તે સમસ્યાને દૂર કરશે.
આ ઉપરાંત ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર થશે. જેથી હૃદયને લગતી અનેક પ્રકારની સમસ્યાથી બચી શકો છો. આ ડ્રિન્ક પીવાથી માથા થી લઈ પગ સુધીની બધી જ નસો ને ખોલી નાખશે. શરીરમાં લોહી જડું રહેતું હોય તો તેને પાતળું કરવાની દવા છોડીને હળવી કસરત અને ખાવામાં સિંધાલુણ મીઠાનો સમાવેશ કરો.