શરીરમાં લોહી જાડું થઈ જવાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે, લોહી જાડું થવાના કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા વધુ જોવા મળતી હોય છે, આ ઉપરાંત હાર્ટ અટેક આવવાની સંભાવના પણ વધુ રહેતી હોય છે.
શરીરમાં લોહી જાડું થવાના કારણે હાથ પગ કે શરીરની અન્ય નસોમાં લોહીનું પરિવહન ખુબ જ ધીમું થઈ જાય છે જેના કારણે ઘણી વખત લોહી ગંઠાઈ જવાની સમસ્યા થતી હોય છે જેના કારણે નસોમાં બ્લોકે જ થતી હોય છે.
જેના કારણે બ્લોક નસોને ખોલવા માટે લાખો રૂપિયા દવાખાનમાં ખર્ચ કરવા પડતા હોય છે, આ માટે વધારે પૈસાના ખર્ચ વગર જ બ્લોક નસોને ખોલવા માટે લોહીને પાતળું કરવું ખુબ જ જરૂરી છે જે નસોને બ્લોક થતા અટકાવે છે.
લોહીને પાતળું કરવા માટે રસોડામાં એવી ઘણી બધી વસ્સ્તઉઓ મળી આવે છે જેનો ઉપયોગ કરીને લોહીને પાતળું કરી શકાય છે આ માટે આજે અમે તમને લોહીને પાતળું કરવા માટે કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવર્ન કરવાથી લોહીને પાતળું કરી બ્લોક થયેલ નસોને ખોલી શકાય છે.
લસણ ખાવું: લસણ લોહીને પાતળું કરવા મેઈ રામબાણ ઔષધિ માનવામાં આવે છે જે દરેકના રસોઈ ઘરમાં મળી આવે છે જે ખુબ જ શક્તિ શાળી માનવામાં આવે છે આ માટે રોજે સવારે એક કળી લસણ ની શેકીને ખાઈ લેવાની છે.
રોજે એક લસણ ની કળી ખાવાથી હૃદયની બ્લોક થયેલ નસો પણ ખુલી જશે અને લોહીનું પરિવહન પણ ખુબ જ સારું થશે. આ ઉપરાંત હાથ કે પગની નસો માં લોહી જામી જવાના કારણે નસ બ્લોક થઈ હોય તો તે પણ દૂર લસણ ખાવાથી ખુલી જશે. લસણ ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરીને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખશે, લસણ હાર્ટ એટેકને આવતા અટકાવે છે.
આદું: આદું દરેકના ધરે મળી આવે છે જે લોકો ચા માં નાખીને ચા પિતા હોય છે. આ ઉપરાંત આદુંનો એક ચમચી રસ નીકાળીને રોજે સવારે પીવાથી લોહીને પાતળું બનાવે છે જેના કારણે હૃદયની કે શરીરના અન્ય ભાગની કોઈ પણ નસોમાં લોહી જાડું થવાના કારણે બ્લોક થઈ હોય તો તે ખુલી જાય છે.
આદુંનું નિયમિત સેવન કરવાથી નાની મોટી અનેક પ્રકારની વાયરલ બીમારીથી બચાવશે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી અનેક રોગો સામે લક્ષણ આપશે. લોહીને પાતળું બનાવવા માટે આદું ખુબ જ અસરકારક માનવામાં આવે છે.
હળદરનું સેવન : લોહીને પાતળું કરવા માટે હળદરનો ઉપયોગ ખુબ જ અસરકારક છે, રોજી સવારે અથવા રાતે સુતા પહેલા એક ચમચી હળદર લઈ હૂંફાળા પાણી સાથે લેવાની છે જેના કારણે શરીરમાં જાડું થઈ ગયેલ લોહીને પાતળું બનાવે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.