આપણા શરીરમાં રક્ત કોશિકાઓ બે રંગની હોય છે. એક સફેદ અને એક લાલ. તેવામાં જયારે લાલ રક્ત કોશિકાઓ ઓછી થવા લાગે છે ત્યારે આપણા શરીરમાં લોહીની કમી થવા લાગે છે. જેને એનિમિયા પણ કહેવામાં આવે છે. આપણા શરીરમાં આયર્નને વઘારીને લોહીની કમીને પૂર્ણ કરી શકાય છે.
જયારે આપણા શરીરમાં લોહીની ઉણપ થઈ જાય છે ત્યારે અનેક રોગ સામે લડવાની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. જેના કારણે અનેક રોગ થવાનું જોખમ વઘી જાય છે. જયારે નાના બાળકોમાં લોહીની કમી હોય છે ત્યારે બાળકોનો શારીરિક વિકાસ અને માનસિક વિકાસ પણ ખુબ જ ઓછો થાય છે.
જયારે મહિલાઓમાં લોહીની ઉણપ થાય છે ત્યારે મહિલાઓમાં પીરીયડનો સમય અનિયમિત થઈ જાય છે. લોહીની કમી મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે. શરીરમાં લોહીની ઉણપ થવાથી આયર્ન, વિટામિન-સી અને ફોલિક એસિડ ની ઉણપ થવા લાગે છે.
આપણા શરીરમાં રહેલ કમીને દૂર કરવા માટે હેલ્ધી ફળો, હેલ્ધી જીવન શૈલી ને જીવનમાં અપનાવીને લોહીની કમીને દૂર કરીને અનેક રોગથી બચી શકાય છે. આજે અમે તમને એવી કેટલીક વસ્તુ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી તમે લોહીની ઉણપ દૂર થઈ જશે. આ સાથે લોહીને પણ શુદ્ધ કરવામાં મદદ કરે છે.
પાલક: પાલક લોહીની ઉણપને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. પાલકમાં સારી માત્રામાં આયર્ન, વિટામિન-સી, કેલ્શિયમ, વિટામિન-એ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે. પાલકનું સેવન તમે શાક બનાવીને પણ કરી શકો છો આ ઉપરાંત તેનું સૂપ બનાવીને પણ સેવન કરી શકાય છે. જોતમે પાલકનું નિયમિત સેવન કરશો તો થોડા જ દિવસમાં લોહીની ઉણપ પૂર્ણ થઈ જશે. આ સાથે આંખોનું તેજ વઘારવામાં પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
ટામેટા: ટામેટા લોહીને વઘારવામાં ખુબ જ ફાયદાકારક છે. આ માટે રોજે તમે ટામેટાને આહાર સાથે સલાડમાં ખાઈ શકો છો. આ ઉપરાંત તમે ટામેટાનું જ્યુસ પણ પી શકો છો. ટામેટાનું જ્યુસ પીવાથી શરીરમાં ખુબ જ ઝડપથી લોહીમાં વઘારો કરી શકાય છે. માટે શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરી હિમોગ્લોબી વઘારવા માટે ટામેટાને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
દેશી ગોળ: ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે. માટે તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પૂર્ણ કરી શકાય છે. માટે ગોળને બપોરે અને રાત્રીના સમયે આહારમાં ગોળનો સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત તમે ગોળ અને સીંગ નું પણ સેવન કરી શકો છો. બંને નું જોડે સેવન કરવાથી ખુબ જ ઝડપથી શરીરમાં લોહીની માત્રામાં વઘારો થાય છે. આ ઉપરાંત શરીરને મજબૂત બનાવી રખવાંમાં મદદવ કરે છે. ગોળનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલ લોહીને શુદ્ધ કરી લોહીની માત્રામાં વઘારો કરે છે.
દૂધ અને ખજૂર: શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે દૂઘ અને ખજૂર ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી જેવા પોષક તત્વો મળી આવે છે. શરીરમાં લોહીને વધારવા માટે રાત્રે સુવાના 30 મિનિટ પહેલા એક ગ્લાસ હૂંફાળું દૂઘ ગરમ કરીને રાખવું ત્યાર પછી તેમાં ખજૂર નાખીને 15-20 મિનિટ ઢાંકીને રાખવું. ત્યાર પછી તેને સુતા પહેલા પી જવાનું છે.
લીંબુ પાણી અને મઘ: રોજ સવારે ખાલી પેટ લીંબુ પાણી બનાવીને તેમાં મઘ મિક્સ કરીને પીવાનું છે. આ પીણું એક હેલ્ધી પીણું છે જેમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે આ સાથે તેમાં તેમાં વિટામિન-સી અને આયર્ન પણ મળી આવે છે. તેનું શેકવાં નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલ લોહીને શુદ્ધ કરીને નવા લાલ રક્ત કણોને બનાવામાં મદદ કરે છે જેથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ જાય છે.
આ પીણાંનું સેવન કરવાથી આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે. જેથી આપણું શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. આ રીતે શરીરમાં લોહીની ઉણપને દૂર કરી શકાય છે. માટે જો તમારા શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય છે ઉપર જણાવેલ હેલ્ધી વસ્તુનું સેવન કરીને શરીરમાં લાલ રક્ત કણોની સંખ્યામાં વઘારો કરી શકો છો.
