આપણી ખાવાની ખરાબ ટેવ અને જીવન શૈલીમાં ફેરફાર થવાના કારણે ઘણી એવી બઘી બીમારીઓ થતી હોય છે જે બીમારી આપણે જીવીએ ત્યાં સુધી રહેતી હોય છે. તેવી જ એક બીમારી બીપી છે. જે ઘણા લોકોને વધી જતી હોય છે કે કોઈને ઘટી જતી હોય છે.
બીપીની બીમારી એક એવી બીમારી છે જે હાલત ચાલતા થઈ જતી હોય છે. આ માટે આપણે એવી કેટલી વસ્તુનું ઘ્યાન રાખવું જોઈએ જેની મદદથી આપણે દવા ખાઘા વગર જ બીપીને કંટ્રોલમાં રાખી શકીશું. બીપીની સમસ્યામાં લોકો જીવે ત્યાં સુઘી ગોળીઓ ખાવી પડતી હોય છે,
જે આપણા શરીર માટે ખુબ જ નુકસાનકારક છે. આપણે આખી જીદગી દવા ખાઘા વગર જ નીકાળવી હોય તો આપણે રોજિંદા જીવનમાં કેટલાક ફેરફાર પણ લાવવા જોઈએ. જેથી આપણે બીપી જેવી અનેક બીમારી માંથી બચી શકાશે. આજે અમે તમને બીપી ને કંટ્રોલ માં રાખવા માટે ફૂડ જણાવીશું.
રોજે કસરત અને યોગા કરો: આજના સમયમાં આપણે દરેક વ્યક્તિ પોતાના કામ માં ખુબ જ વ્યસ્ત હોઈએ છીએ છે જેના પરિણામે આપણે કસરત અને યોગા કરવાનો સમય મળતો નથી, પરંતુ સવારે ઉઠીને 30-40 મિનિટ શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે રોજે કસરત અને યોગા કરવા જોઈએ.
રોજે કસરત અને યોગાને જીવનમાં સમાવેશ કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત આપણા શરીરને અનેક ફાયદા પણ થાય છે. જે લાંબું જીવન જીવવામાં અને નિરોગી રાખવામાં મદદ કરશે. માનસિક અને શારીરિક બીમારીમાં ખુબ જ ફાયદાકારક છે.
પાલક : પાલકમાં વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ, એન્ટી ઓક્સીડેન્ટ તત્વો મળી આવે છે જે બીપીને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જે શરીરને ઘણા બઘા રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે. માટે બીપીની સમસ્યા ઘરાવતા દર્દી માટે પાલક જેવા લીલા પાન વાળા શાકભાજી રામબાણ સાબિત થશે.
લસણ: બીપી વધી જવાની સમસ્યામાં લસણ લાભદાયક છે, જેમ મળી આવતું સલ્ફર બીપીને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. માટે લસણ નું સેવન કરતા લોકોમાં આમ વ્યક્તિ કરતા બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. માટે લસણને આહારમાં સમાવેશ કરી શકાય.
મોસંબી : મોસંબીમાં પોટેશિયમ અને ન્યૂટ્રિશિયન જેવા તત્વોનો સ્ત્રોત મળી આવે છે માટે નિયમિત પણે મોસંબી અથવા મોસંબીનો જ્યુસ પીવામાં આવે તો બીપી કંટ્રોલમાં રહે છે.
આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહેવું: દરેક વ્યક્તિ જાણે જ છે કે દારૂ અને ધૂમપાન સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે, જે બીપીને વધારવામાં મદદ કરે છે. માટે બીપી ની સમસ્યા હોય તેવા દર્દીએ આ બંને વસ્તુનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ જે બીપીને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.