આજના સમયમાં ઘણા એવા લોકો છે જેમના હાડકાઓ ખુબ જ નબળા પડી જતા હોય છે. આમ તો હાડકા નબળા પડવાની સમસ્યા મોટી ઉંમરે જ જોવા મળતી હતી પરંતુ અત્યારના સમયમાં નાની ઉંમરે જ હાડકા નબળા પડવાની સમસ્યાના શિકાર થઈ રહ્યા છે.
હાડકાઓ નબળા પડવાના કારણે ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થઈ શકે છે. હાડકા નબળા પડવાના ઘણા બધા કારણો હોઈએ શકે છે. જેમકે કેલ્શિયમ યુક્ત આહારનો અભાવ અને વિટામિન-ડી ની કમી ના કારણે હાડકા નબળા રહેતા હોય છે.
હાડકા કમજોર પડવાથી કમરના દુખાવા થાય, ઢીંચણના દુખાવા, સ્નાયુઓ અને માંસપેશીઓમાં તણાવ, શરીરમાં અનેક પ્રકારના નાના મોટા દુખાવા થાય, હાડકામાં કડકડ અવાજ આવવો જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
હાડકા નબળા થઈ જવાથી આપણે કોઈ જગ્યાએ પડી જઈએ તો ફેક્ચર થઈ જતું હોય છે, જેના કારણે સારું થતા અને તિરાડ પૂરતા ખુબ જ સમય લાગતો હોય છે. આ માટે આપણે હાડકાને મજબૂત બનાવવા ખુબ જ જરૂરી છે, આ માટે આપણે હાડકાને મજબૂત બનાવવા માટે યોગ્ય ખોરાક લેવો જોઈએ જેના વિષે તમને જણાવીશું.
દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુ: દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓમાં ખુબ જ સારી માત્રામાં કેલ્શિયમ નો સ્ત્રોત મળી આવે છે જેને રોજે આહારમાં સમાવેશ કરી શકાય છે. જે હાડકાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે.
કેળાં: કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને જરૂરી પોષક તત્વ આપે છે, આ માટે હાડકાને મજબૂત બનાવવા રોજે એક કેળું ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. જેથી વધતી ઉંમરે પણ હાડકા મજબૂત અને સ્ટ્રોંગ રહે.
કાળા તલ : કાળા તલ માં કેલ્શિયમ મળી આવે છે. માટે ભોજન પછી મુખવાસ માં અવશ્ય એક ચમચી કાળા તલ ખાવા જોઈએ. જે હાડકાને મજબૂત બનાવી હાડકાને લગતી અનેક બીમારીમાંથી બચાવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પાચન ક્રિયાને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
દહીં: દહીં ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, જેમ ભરપૂર કેલ્શિયમ મળી આવે છે, માટે હાડકાને લગતી કોઈ પણ સમસ્યા હોઈય કે કેલ્શિયમ ઓછું હોય તો રોજે બપોરના ભોજન સાથે એક વાટકી દહીંનો સમાવેશ કરવો જોઈએ.
શરીરનેનો બાંધો મજબૂત કરવા માટે લીલા પાંદડા વાળા શાકભાજી ખાવા જોઈએ, જેમાં કેલ્શિયમ ઉપરાંત અન્ય પોષક તત્વો અને મિનરલ્સ મળી આવે છે, માટે રોજિંદા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.
હાડકાને મજબૂત બનાવવા માટે વિટામિન-ડી યુક્ત આહાર પણ લેવો જોઈએ, આ ઉપરાંત રોજે સવારે મિનિટ સૂર્ય પ્રકાશના કિરણો લેવાથી પણ વિટામિન-ડી મેળવી શકાય છે.