હેલો મિત્રો, આજે આપને કેલ્શિયમ કઈ વસ્તુ માથી મળે છે, તેના વિશે જણાવીશું. જે લોકોને કેલ્શિયમ ની ઉણપ રહે છે, જે લોકોને શરીરમાં અનેક જ્ગ્યાએ દુખાવાની સમસ્યા રહેતી હોય. આ બધી સમસ્યા કેલ્શિયમ ની ઉણપ ના કારણે થાય છે. કેલ્શિયમ ની ઉણપ કઈ રીતે દૂર કરવી તેના વિશે જણાવીશું.

તમે મોટી ઉંમરે દવાખાને જાવ તો મોટા ભાગના ડોક્ટરો કેલ્શિયમની ગોળી લેવાનું કહેતા હોય છે. કારણકે ઉંમરની સાથે સાથે અનેક લોકોમાં કેલ્શિયમ ઘટતુ જાય છે. કેલ્શિયમનો ઉપયોગ હાડકા મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે.

જો નાના બાળકોને જરૂરી માત્રામાં કેલ્શિયમ ન મળે તો બાળકોનો ગ્રોથ ઘટવા લાગે છે. હાડકાઓ પણ કમજોર પડવા લાગે છે. સ્વાસ્થ્યને સારું રાખવું હોય તો નાના બાળકોના સ્વાસ્થ્યનો સારો વિકાસ કરવો હોય તો બાળકોને કેલ્શિયમ ની આવશ્યકતા રહે છે.

આપણા ભોજનમાં અનેક વસ્તુ માંથી કેલ્શિયમ મળી રહે છે. એ કેલ્શિયમ કઈ વસ્તુમાંથી સહેલાઇથી મળે તે આપણે જણાવીશું.

(૧) દહીં : દહીંમાં પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. કેલ્શિયમ ની સાથે સાથે ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન બી-૨ અને વિટામીન બી૧૨ હોય છે. એટલા માટે દહીં નું સેવન કરવું સારું છે. (૨) દૂધ : દૂધ દરેક ઘરમાં સહેલાઇથી મળી રહે છે. દૂધમાં પણ સહેલાઇથી અને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું આવે છે.

(૩) તલ : તલ માં પુરતા પ્રમાણમાં માં કેલ્શિયમ મળી રહે છે. તલમાં સફેદ તલ અને કાળા તલ ખાવામાં ખૂબ જ ફાયદાકારક છે. કાળા તલ થી પેટ સાફ થાય છે. જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેવા લોકોએ કાળા તલનું સેવન કરવું જોઇએ. (૪) પનીર : પનીરમાં પણ સારી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે, અને શરીરમાં કેલ્શિયમની સાથે સાથે પ્રોટીન પણ મળી રહે છે.

(૫) પાલક :પાલકમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે. શરીરને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર પાલકની ભાજી અથવા પાલકના સૂપનું સેવન કરવું જોઈએ. પાલક બીજી અનેક રીતે ઉપયોગી છે. (૬) ભીંડા : એક કટોરી ભીંડામાં ૪૦ ગ્રામ કેલ્શિયમ હોય છે. ભીંડાને અઠવાડિયામાં બે વાર ખાવાથી દાંત ખરાબ થતા નથી, સાથે-સાથે હાડકાને પણ મજબુત રાખે છે.

(૭) આદુ : આદુ વાળી ચા પીવાનું રાખો અથવા આદુનું સેવન વધારે પ્રમાણ કરવું જોઈએ. આદુની ચટણી ખાવ, આદુ લીંબુ સરબત પીવો તેમા પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે. આદુ હોજરીમા રહેલો અગ્નિને સતેજ કરે છે. પરિણામે પાચનશક્તિ પણ મજબૂત થાય છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય એવા લોકોએ પણ આદુનું સેવન કરવું ખૂબ હિતાવહ છે.

(૮) વિવિધ ફળોનુ સેવન : ફળોમાં નારિયળ, કેરી, જામફળ, સીતાફળ, કેળા,સંતરા, ખજૂર વગેરેનું સેવન કરવાથી પણ પુરતું કેલ્શિયમ સહેલાઈથી મળી રહી છે. (૯) ડ્રાયફ્રૂટ્સ : અંજીર અને બદામ રાતે પાણીમાં પલાળીને સવારે ઊઠીને ચાવીને ખાવાની રાખો પુરતા માત્રામાં કેલ્શિયમ મળશે અને હાડકાંને પણ મજબૂત રાખશે.

(૧૦) સોયાબીન ; અઠવાડિયામાં એકવાર સોયાબીન નું શાક ખાવાનું રાખો સોયાબીનમાંથી પણ કેલ્શિયમ મળી રહી છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. (૧૧) લીંબુ પાણી : રોજ સવારે અથવા સાંજે એક ગ્લાસ લીંબુ પાણી પીવું. દિવસમાં એકવાર ખાટુ ફ્ળ ખાવુ જોઈએ તે ખૂબ પણ ફાયદાકારક છે.

સવારે તડકામાં થોડીવાર રહેવું જોઈએ. સવારે કોમળ તડકામાં રહો અને ચામડી અને હાડકાં બંને માટે ખૂબ જરૂરી છે. પરંતુ કોમળ તડકામાં રહેવાનું છે, એકદમ ભારે તડકા માં રહેવાનું નથી. કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.

 

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *