આપણામાંથી બધા લોકોએ ગાય, ભેંસ અને બકરીના દૂધના ગુણો વિશે ઘણી વાર સાંભળ્યું હશે અને તેનું દૂધ પીધું પણ હશે , પરંતુ શું તમે ક્યારેય ઊંટડીના દૂધ વિશે સાંભળ્યું છે? મોટાભાગના લોકોનો જવાબ હશે ના, તો તમને જણાવી દઈએ કે ઊંટનું દૂધ અનેક રોગોમાં ફાયદાકારક છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તે મગજને તેજ બનાવવાનું પણ કામ કરે છે. તો ચાલો આજે જાણીએ ઊંટડીના દૂધના અનેક ફાયદાઓ વિશે.
સંક્રમણથી બચાવે: ઊંટના દૂધમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત, તેમાં એન્ટિબોડીઝ પણ હોય છે, જે તમને સંક્રમણથી બચાવવાનું કામ કરે છે. આ સિવાય તે ગેસ્ટ્રિક કેન્સરના જીવલેણ કોષોને રોકવામાં પણ મદદ કરે છે.
હાડકાંને મજબૂત બનાવે: આપણે જાણીએ છીએ કે દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, તેવી જ રીતે ઊંટડીના દૂધમાં પણ વધુ માત્રામાં હોય કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. આ દૂધમાં લેક્ટોફેરિન જોવા મળે છે, જે કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે.
ઊંટનું દૂધ લોહીમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને લીવરને સાફ કરે છે. જો તમે પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો ઊંટડીનું દૂધ પણ તમને લાભ આપી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે: ડાયાબિટીસના દર્દીઓ માટે ઊંટડીનું દૂધ રામબાણ છે. એક લિટર ઊંટના દૂધમાં 52 યુનિટ ઇન્સ્યુલિન મળી આવે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
મગજને મજબૂત કરે: જે બાળકો નિયમિતપણે ઊંટડીનું દૂધ પીવે છે, તેમના મગજનો વિકાસ સામાન્ય બાળકો કરતાં ઝડપી થાય છે. તેમનું મગજ દરેક રીતે મજબૂત બને છે અને તેઓ કુપોષણથી પણ બચે છે.
પાચન માટે ફાયદાકારક: તમને જણાવીએ કે ઊંટડીનું દૂધ પચવામાં સરળ છે. કેલ્શિયમ અને પ્રોટીન ઉપરાંત, કાર્બોહાઇડ્રેટ્સ, ખાંડ, ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, વિટામિન-ઇ, વિટામિન-બી2, વિટામિન-સી, લેક્ટિક એસિડ, સોડિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, તાંબુ, મેંગેનીઝ અને ઘણા બધા પોષક તત્વો મળી આવે છે.
ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય: ઊંટડીનું દૂધ માત્ર રોગો અને શરીરને જ ફાયદો કરતું નથી, પરંતુ ત્વચાને સુધારવાનું પણ કામ કરે છે. આ દૂધમાં આલ્ફા હાઇડ્રોક્સિલ એસિડ જોવા મળે છે, જે ત્વચાને ચમક આપે છે.
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવશો. આવીજ માહિતી વાંચવા ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.