આપણે નાનપણથી જ સાંભળતા આવીએ છીએ કે ચાલવું એ દરેક ઉંમરની વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આખા દિવસમાં ગમે સમયે ચાલો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ અમુક સમય એવો હોય છે જે સમયે ચાલવાથી આપણને ચાલવાના બે ગણા એટલે ડબલ ફાયદા થાય છે.

આ સમય કયો હોય છે તે જાણવો પણ ખુબજ જરૂરી છે. ડીનર બાદ ચાલવાથી તમારા શરીરમાંથી ઘણા બધી બીમારીઓ દૂર કરી શકાય છે ઘણા રોગોથી પણ બચી શકાય છે. ડીનર બાદ ચાલવાથી ખોરાક સારી રીતે પચી જાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

જમીને તરત જ સુઈ જવાથી જમવાનું સારી રીતે પચતું નથી અને પાચનની ઘણીં બધી સમસ્યાઓ થાય છે પરંતુ જમીને માત્ર 10 થી 15 મિનિટ ચાલવાથી ખોરાક સારી રીતે પચે છે અને પાચનશક્તિ મજબૂત થાય છે. આથી આજથી જમ્યા બાદ રોજ ઓછામાં ઓછી 10 મિનિટ સુધી ચાલવાની ટેવ પાડો.

બ્લડ શુગર કંટ્રોલમાં રહે: જમીને ચાલવાથી તમે ડાયાબિટીસથી બચી શકો છો આ સાથે તમે તમારા બ્લડ શુગર લેવલ મેન્ટેન પણ રાખી શકો છો. જમ્યા બાદ ચાલવાથી પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, કબજિયાત દૂર થાય છે. જે લોકોને અનિંદ્રાની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ જમીને 10 મિનિટ ઓછામાં ઓછું ચાલવું, રાત્રે ઊંઘ સારી આવશે.

માનસિક સ્વાસ્થ્ય સારું રહે: આપણા શારીરિક સ્વાસ્થ્ય સાથે આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે તે ખુબજ જરૂરી છે. એક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે ચાલવાથી કોર્ટિસોલ, ઍડ્રેનલાઇન સહિતના તણાવવાળા હોર્મોન્સ ઓછા થાય છે. જયારે તમે ચાલો છો ત્યારે શરીરમાં એંડોર્ફિન રિલીઝ થાય છે, જે તમારા શરીરમાં કુદરતી પેઈન કિલરનું કામ કરે છે.આ સાથે ચાલવાથી તમારો મૂડ સારો રહે છે અને તમે ટેંશન ફ્રી થઇ જાઓ છો.

વજન કંટ્રોલમાં રહે: ઘણા લોકો જમીને તરત જ સુઈ જતા હોય છે અથવા તો બેઠા હોય ત્યાં આડા પડી જતા હોય છે જેથી ઘણીવાર જેમનું વજન વધી જતું હોય છે પરંતુ જમ્યા પછી ચાલવાથી વજન કંટ્રોલ માં રહે છે. ચાલવાથી મેટાબોલિઝ્મ સુધારે છે, અને તમારી કેલરી બર્ન થાય છે. જેથી તમારું વજન કંટ્રોલમાં રાખવા માટે જરૂર ચાલવું.

હાડકા મજબુત બને: દરરોજ જમ્યા પછી ચાલવાથી તમારા હલનચલન વગર નબળા પડી ગયેલા હાડકા મજબુત બને છે. હાડકા મજબૂત કરવા માટે તમારે કોઈ ટ્રેનર ની જરૂર પડે કે નાં તો તમારે કોઈ વ્યાયામ ના સાધનો વસાવવાની જરૂર પડે. ફક્ત જમ્યા પછી 10 મિનિટ ચાલવાથી તમને આ ફાયદો થઇ શકે છે.

હૃદયની બીમારીઓ દૂર રહે: આજના સમયમાં હૃદયની બીમારીઓ ખુબજ વધી ગઈ છે. હૃદયની બીમારી એક ખુબજ ગંભીર બીમારી કહી શકાય છે. આ એક એવી બીમારી છે જે આપણને ખબર હોતી નથી અને જયારે ખબર પડે ત્યારે ઘણી મોડું થઇ ગયું હોય છે. પરંતુ દરરોજ ચાલવાથી આવી હૃદયની ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

મગજ તેજ બને : ચાલવાથી શરીરના બધા અંગો કામ કરવા લાગે છે. ચાલવાથી નસો તેજ થાય છે. ચાલવાથી આપણા મગજને જેટલી ઓક્સીજન અને ગ્લુકોઝની આવશ્યકતા હોય તે પહોંચે છે જેથી મગજ તેજ થાય છે અને મગજ સારી રીતે કામ કરે છે. ચાલવાથી કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવા માટે મદદ કરે છે.

ફેફસા અને હૃદય મજબુત બને : દરરોજ જમ્યા પછી ચાલવાથી તમારૂ હૃદય અને ફેફસાં ખુબ જ મજબુત બની જાય છે અને તેની પ્રતિરોધક શક્તિ વધી જાય છે. આ સાથે ચાલવાથી તમને એકસરસાઈઝ કે વ્યાયામ કરો છો ત્યારે થાક પણ લાગતો નથી. માટે દરરોજ જમ્યા પછી જરૂર ચાલવું જોઈએ.

આંખોની રોશની સારી રહે: આંખ એ આપણા શરીરનું સૌથું મહત્વનું અંગ કહી શકાય છે. ચાલવાથી આંખોની રોશની વધારી શકાય છે. જો સવારે 20 થી 25 મિનિટ લીલા ઘાસ પર ચાલવામાં આવે તો તમારી રોશનીમાં વધારો કરી શકાય છે. આ સાથે જો ચશ્મા આવી ગયા હોય તો તે પણ દૂર કરી શકાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *