મોં માં ચાંદી પાડવી એ સામાન્ય વાત છે. પરંતુ જેને ચાદી પડે એ બહુ જ હેરાન પરેશાન  થઈ જાય છે. જેથી ખાવામાં, પીવામાં અને બોલવામા ખુબજ તકલીફ પડે છે. આ ચાંદી ગાલ ના વચેના ભાગમાં, હોઠ પર, જીભ પર ચાંદી પડે છે. જો આનો ઈલાજ સારી રીતે ના કરો તો આ સમસ્યા ફરી થઈ શકે છે.

મોં ની અંદર ચાંદી શા માટે પડે છે, મોં મા છાલા શા માટે પડે છે. મોં ની અંદર ચાંદી પડવાના બે મોટા કારણ છે. જે નીચે પ્રમાણે છે.

૧. કબજિયાત :- જે લોકોને પાચન શક્તિ એકદમ નબળી હોય છે, જે લોકોને ખાધેલો ખોરાક આસાનીથી પચતો નથી. આંતરડા ની અંદર કચરો છે જે જામીયા કરે છે, અથવા તો જે આંતરડામાં મળ જામી જવાથી પાચન થતું નથી જેના કારણે કબજિયાત ની સમસ્યા થાય છે. જેથી મોં મા ચાંદી પાડવાની સમસ્યા ખુબજ વધી જાય છે, જેને આપણે કબજિયાત કઈએ છીએ. આ મોટું કારણ છે આપણા મોં ની અંદર ચાંદા પડવાનું.

૨. એન્ટીબાયોટિક દવા :- એન્ટીબાયોટિક દવા આપણાં શરીરમાં કોઇ અન્ય બીમારી હોય તો તમે ડોક્ટર પાસે જઈને બીમારીનો ઈલાજ કરાવવા માટે દવા લો છો. હવે આ દવા છે જે ગોળીઓ એન્ટિબાયોટિક ગોળીઓમા હાઇપાવર આવે છે. આ ગોળીઓ ના કારણે આપણાં શરીરમાંથી જે ગરમી છે એ ધીરે ધીરે બહાર નીકળે છે.

જેથી તમને મોં ની અંદર ચાંદી પડે છે અથવા તો ફેસ ઉપર તમને ખીલ થાય છે. અન્ય કોઇ પણ સ્વરૂપે તમને આ ગરમી બહાર નીકળી શકે છે. તો આજ બે મોટા કારણ છે મોં ની અંદર ચાંદા પડવાના.

મોં ની અંદર ચાંદી પડવા ના બે  દેશી ઈલાજ :-

૧) તમને મોં ની અંદર ચાંદા પડે છે, તો તમારી આજુ બાજુ પાનના ગલ્લો છે ત્યાં જઈ ત્યાંથી કાથો મેળવી લેવાનો છે. આપણે જે પાન ઉપર કાથો લગાવે છે એ કાથો મેળવી લો અને કાથા ને તમે જે જગ્યા ઉપર ચાંદી પડી છે ત્યાં લગાવી દો. ત્યા લગાવ્યા બાદ થોડી લાળ ધીરે ધીરે કાઢો આવી રીતે એક થી બે દિવસ કરવાનું છે. આ રીતે સવાર, બપોર અને સાંજ કરશો એટલે એક-બે દિવસની અંદર ચાંદી છે જે મટી જશે.

૨) તમારે પાણીના કોગળા કરવાના છે. તમારે એક કપ ગરમ પાણી લેવાનું સામાન્ય પાણીમાં હવે તમારે એક ચમચી હળદર નાખવાની છે, અને તેને એક ઉકાળો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. હવે આ ગરમ પાણી ને તમારે થોડું ઠંડું થાય ત્યારબાદ આપણે એ પાણી વડે સવાર, સાંજ બે ટાઈમ કોગળા કરવાના છે. મોં માં નાખી થોડી વાર ફેરવી અને તમારે કોગળા કરવાના છે.

જો તમે આ બંને ઉપાય કરશો તો મોં ની અંદર પડેલી ચાંદી જલ્દીથી મટી જશે. તમને ક્યારેય પણ મોં ચાંદી પડે એટલે તમે આ ઉપાય કરી લેશો તો બે જ દિવસમાં ચાંદી મટી જશે.

વારવાર ચાંદી પડતી હોય તો તમારે વ્યવસ્થિત આપણાં આખા શરીરનની કાળજી લેવાની જરૂર છે. જેને કબજિયાત વધારે સમય સુધી રહેતી હોય તો તમારા શરીરમાં લોહીના બગાડને એવી ઘણી બધી ગંભીર સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *