હેલો મિત્રો, આજે આપણે એક એવા ડ્રાયફ્રુટ ની વાત કરવાના છીએ, જે ખાવાથી ઘણા બધા ફાયદાઓ થશે. શરીરને તંદુરસ્ત અને શારીરિક કમજોરી દૂર કરવા માટે વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ. તમે બધાએ બદામ, કાજુ, અંજીર, અખરોટ, કિસ્મિસ જેવા ડ્રાયફ્રુટ ના નામ સાંભળ્યા હશે.
તો આ ચીલગોઝા પણ એક ડ્રાયફૂટ છે. તેની અંદર વિટામિન, મેગ્નેશિયમ, કોપર, ફોલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. ચીલગોઝા ને અંગ્રેજી માં પાઈન નટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો મળી રહે છે અને તે ખાવામાં ખુબજ ટેસ્ટી હોય છે.
ચીલગોઝા ખાવાના ફાયદા :-
1 ભૂખ વધારે લાગવી : ચીલગોઝા ડ્રાયફ્રુટ ખાવાથી ભૂખ વધારે લાગે છે. આ ડ્રાયફૂટની અંદર એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તેને કાચા કે શેકીને ખાઈ શકો છો. ચીલગોઝા ડ્રાયફૂટનું સેવન કરવાથી ભૂખ વધારે લાગે છે અને લોહીનું પ્રમાણ વધે છે.
2 ડાયાબિટીસ માટે ફાયદાકારક : ડાયાબિટીસ જેવા રોગોમાં જમવામાં ખુબજ ધ્યાન રાખવું પડે છે. પરંતુ જો તમે ચીલગોઝાનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તેમાં રહેલા પૌષ્ટિક તત્વો વધારે હોવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું કરે છે. માટે આ ડ્રાયફૂટ નું સેવન કરવું જોઈએ.
3 ગર્ભાવસ્થામાં ફાયદાકારક :ગર્ભાવસ્થા વખતે આ ડ્રાયફૂટનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે. ઘણી બધી સ્ત્રીઓ ને એનિમિયાની સમસ્યા હોય છે જેના કારણે ગર્ભ વિકસિત નથી થતો. આ ડ્રાયફૂટના સેવન થી ગર્ભાવસ્થાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી છે.
4 પ્રજનન ક્ષમતા વધારવા : ચીલગોઝા નું સેવન પ્રજનન ક્ષમતા વધારવામાં ખુબજ ઉપયોગી ડ્રાયફૂટ છે. જેમાં ફેટી એસિડ્સ અને આયર્નની માત્રા ભરપૂર પ્રમાણ માં હોય છે, જેથી પુરુષોમાં નપુંસકતાની સમસ્યાને દૂર કરે છે. જે કોઈને વીર્યના ઉત્પાદનમાં અભાવ અનુભવે છે, તેને આ ડ્રાયફૂટ નું સેવન કરવું જોઈએ. એ આરોગ્ય સુધારવાનું કામ કરે છે અને ટેરટોસ્ટેરોન પણ ખુબ જ વધારે છે.
5 મગજ તેજ કરવા : ચીલગોઝા માં ઓમેગા-3 ફેટી એસિડ્સ આવેલું છે. જે મગજના કોષોની સારી કામગીરી કરવામાં ઉપયોગી છે અને મગજ ની યાદશક્તિ ખુબજ મજબૂત બનાવે માટે આ ડ્રાયફૂટનું સેવન નિયમિત પણે કરવું જોઈએ. 6 રોગપ્રતિકારક શક્તિમાં વધારો :ચીલગોઝા ડ્રાયફ્રુટ ના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વાયરલ ઇન્ફેક્શન ને મટાડે છે.
તે એન્ટીવાયરલ ગુણધર્મો ધરાવે છે. 7 વાળ ખરતા અટકાવે : આ ડ્રાયફૂટમાં વિટામિન ઈ જોવા મળે છે. આમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ જોવા મળે છે. જે આપણા વાળ ને ખરતા અટકાવે છે અને વાળને લાંબા અને જાડા બનાવે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.