શરીરમાં વધી ગયેલ કોલેસ્ટ્રોલ ને કારણે ઘણી ગંભીર બીમારીનું જોખમ વધી શકે છે. આ માટે શરીરમાં વધી ગયેલ કોલેસ્ટ્રોલ ની માત્રાને ઓછી કરવી ખુબ જ જરૂરી છે, આ માટે વિટામિન-સી અને ફાયબરથી ભરપૂર એવા ફળોનું સેવન કરવું જોઈએ.
જે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખશે અને હૃદયને સ્વસ્થ રાખશે. વ્યક્તિની અનહેલ્ધી ખોરાક ખાવાની કેટલીક ખરાબ કુટેવ અને બદલાયેલ જીવન શૈલી હોવાના કારણે કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીના શિકાર બનતા હોય છે.
આ ઉપરાંત વધુ પડતું આલ્કોહોલનું સેવન, તળેલું વધુ ખાવું, હળવી કસરત ના કરવી, ફાયબર યુક્ત ખોરાક ના ખાવો જેવી આદતો ના કારણે પણ કોલેસ્ટ્રોલ ની માત્રામાં વધારો થતો હોય છે. કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં કરવામાં ના આવે તો હાર્ટ અટેક જેવો ગંભીર હુમલો પણ આવી શકે છે.
આ માટે આજે અમે તમને એવા કેટલાક ફળો વિષે જણાવીશું જેની મદદથી વધી ગયેલ ખરાબ કોલેસ્ટ્રોલ ની માત્રાને ઘટાડશે. આ ફળોમાં ખુબ જ સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે આ સાથે વિટામિન-સી અને ફાયબર નો ખુબ જ સારો સ્ત્રોત હોય છે. માટે આ ફળોને આહારમાં સમાવેશ કરી શકો છો.
વિટામિન-સી થી ભરપૂર ફળો: ખાટા ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે આ સાથે ફાયબર પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. ખાટા ફળોમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ LDL કોલેસ્ટ્રોલની માત્રાને ધટાડવાનું કામ કરે છે. આ માટે આહારમાં ખાટા ફળોનો સમાવેશ કરી શકાય છે.
એવોકાડો: એવોકાડોમાં પોલીસનસેચ્યુરેટે અને મોનીઅનસેચુરેટેડ ફેટ હોય છે. જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે, એવોકાડો ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
જાંબુ ખાઓ: જાંબુ ખાવા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, જાંબુ હૃદય માટે સૌથી હેલ્ધી ફળ છે. જાંબુ ખાવાથી વધી ગયેલ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી શકાય છે, આ માટે જાંબુને ડાયટમાં સમાવેશ કરવા જોઈએ. જાંબુના ખાઈને તેના ઠીલીયા ને ફેંક્યા વગર તેને સૂકવીને પાવડર બનાવી લો, અને એ પાવડરને ડાયબિટીસ હોય એવા દર્દીને ખવડાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
કેળા: કેળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી, ફાયબર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મિનરલ્સ મળી આવે છે, જે વધી ગયેલ કોલેસ્ટ્રોલ અને બ્લ્ડપ્રેશર ને ઘટાડવામાં મદદ કરે છે. આ એક હેલ્ધી ફળ છે જેને ખાવાથી શરીરના મોટાભાગના રોગો દૂર કરી શકાય છે અને શરીરને મજબૂત અને શક્તિ શાળી બનાવી શકાય છે. આ માટે તેનું નિયમિત પાને કરી શકાય છે. કેળા હૃદયને લગતી હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીથી બચાવી હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખે છે.
