આજના સમયમાં માથાનો દુખાવો અને સાંઘાના દુખાવા સામાન્ય રીતે વધુ જોવા મળી રહ્યા છે. માથાના દુખાવાને ખુબ જ ઝડપથી દૂર કરવા માટે બજારમાં મળતી દવાઓ લેતા હોય છે. પરંતુ તેનું સેવન વારે વારે કરવાથી મગજ અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ જોવા મળતી હોય છે.
વિપરીત અસર થવાના કારણે શરીરને ઘણી રીતે નુકસાન પણ થઈ શકે છે. આ માટે સ્વાસ્થ્ય ને નુકસાન ના થાય તે માટે બજારમાં મળતી દવાનો ઉપયોગ જાતે કરવા નું છોડી કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ. આજે નાની ઉંમરે જ લોકોને સાંધા ના દુખાવા રહેતા હોય છે.
જે દુખાવા થવા કારણે વ્યક્તિ ઉઠવા બેસવા અને ચાલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સાંઘા ના દુખાવા અને માથાના દુખાવા માટેનું આ તેલ ખુબ જ અસરકારક માનવામાં આવે છે. આ તેલનો ઉપયોગ નાના થી લઈ મોટા દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે.
આજે આ લેખમાં માથાના દુખાવા દૂર કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપાય જણાવીશું. માથાના દુખાવા દૂર કરવા માટે આદુંનો રસ અને લવિંગનું તેલ આ બે વસ્તુની જરૂર પડશે, જે આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે.
માથાના દુખાવા અને સાંધાના દુખાવાનો ઘરેલુ ઉપાય: સૌથી પહેલા એક બાઉલ લઈ લો, તેમાં એક ચમચી લવિંગનું તેલ લેવાનું છે, ત્યાર બાદ અડઘી ચમચી આદુંનો રસ મિક્સ કરો, હવે બંને મિશ્રણ ને બરાબર મિકસ કરી લો,
હવે તે મિશ્રણને બંને હાથની આગળી માં લઈને કપારમાં સારી રીતે માલિશ કરો, પાંચ મિનિટ આ મિશ્રણ ની માલિશ કપારના કોરનરનાં બંને ભાગમાં સારી રીતે કરવાની છે. ત્યાર પછી 15-20 મિનિટ આંખો બંધ કરીને સુઈ જવાનું છે. આ રીતે કરવાથી માથાનો દુખાવો થોડા જ સમય માં ગાયબ થઈ જશે.
આદું અને લવિંગનું આ મિશ્રણ બળતરા વિરોઘી છે. આદું અને લવિંગ ને આયુર્વેદમાં સૌથી ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે. આ માટે તેનો ઉપયોગ સાંઘા ના દુખાવા માં પણ કરી શકાય છે, જે સાંઘાના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત આપે છે.
શરીરના કોઈ પણ ભાગ એટલે કે કમરના દુખાવા, ઢીચણ ના દુખાવા માંશપેશીના દુખાવા, સ્નાયુના દુખાવા, સાંઘા જકડાઈ ગયા હોય તો તેમાં ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે જો કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ ઉપાય અપનાવે તો દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળે છે.