વાળનો ગ્રોથ વધારવું દરેક વ્યક્તિને ગમે છે. ખાસ કરીને દરેક મહિલાઓ એવું ઈચ્છતી હોય છે કે તેમના વાળ લાંબા અને ભરાવદાર રહે. પરંતુ ઘણા લોકો ટૂંકા વાળ હોવાના કારણે તે ખુબ જ પરેશાન થઈ જતા હોય છે.
અત્યારની છોકરીઓ અને મહિલાઓને વાળને લાંબા કરવા માટે ખુબ જ પ્રયત્નો કરતી હોય છે. વાળને લાંબા કરવા માટે ઘણા બઘા તેલનો બદલાવ પણ કરતા હોય છે. તેમ છતાં તે લોકો વાળને લાંબા નથી કરી શકતા.
વાળને લાંબા કરવા અને વાળને સ્વસ્થ રાખવા માટે દરેક વ્યક્તિએ એક જ તેલનો ઉપયોગ કરવો જોઈએ. અલગ અલગ તેલ બદલવાથી વાળ ખરતા પણ થઈ જાય છે. માટે આજે અમે તમને વાળને લાંબા કરવા માટે શું કરવું જોઈએ તેના વિશે જણાવીશું.
વાળની લંબાઈ ના વધવાનું મુખ્ય કારણ આપણી રોજિંદી દિનચર્યા છે. જો તમે વાળની સારી રીતે સંભાળ નથી રાખતા તો વાળમાં ગંદકી વઘી જાય છે. જો તમે વાળને સારી રીતે ઘોતા નથી કે સારી રીતે વાળમાં મસાજ ના કરવાના કારણે વાળ કમજોર થવા લાગે છે આ ઉપરાંત વાળનો ગ્રોથ અને લંબાઈ વઘતી નથી. માટે જો તમે વાળ નો ગ્રોથ અને વાળને લાંબા કરવા હોય તો આ બાબતોનું ઘ્યાન રાખીને સુઘારવી.
વાળને વધારવા માટે આજે અમે તમને જે ઉપાય જણાવીશું તેનો ઉપયોગ વાળમાં શેમ્પુ લગાવ્યા પછી જ કરવાનો રહેશે. માટે સૌથી પહેલા વાળને શેમ્પુથી ઘોઈ લેવા. વાળને ઘોવા માટે હર્બલ અથવા આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે.
ઘ્યાનમાં રાખવું કે કોઈ પણ શેમ્પુનો ઉપયોગ વાળ ધોવા માટે કરો તો અઠવાડિયામાં એક કે બે વખત જ શેમ્પુનો ઉપયોગ કરવો. વારંવાર શેમ્પુની મદદથી વાળ ને ઘોવાથી માથાની સ્કિન ડ્રાય થઈ જાય છે. જેના કારણે વાળ ખરવા લાગે છે.
આ ઉપરાંત માથામાં ડેન્ડ્રફ પણ વધુ જોવા મળશે. માટે કોઈ પણ હર્બલ શેમ્પુ હોય કે પછી કેમિકલ વાળું અઠવાડિયા માં એક કે બે વખત જ ઉપયોગ કરવો વાળ માટે સૌથી સારું છે. હવે વાળને ઘોઈ લોઘાના 30 થી 40 મિનિટ પછી વાળમાં નારિયેળ તેલ લગાવવું.
નારિયેળ તેલથી વાળમાં અને વાળના મૂળમાં 5 મિનિટ માટે માલિશ કરો. વાળના મૂળમાં નારિયેળ તેલ લગાવાથી એ ભાગમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. જેથી લોહીનું પરિભ્રમણ વાળમાં ફ્લો કરશે અને સ્કિન ને મજબૂત કરશે.જેથી વાળનો ગ્રોથ પણ વઘશે.
આ ઉપરાંત વાળ મૂળમાંથી મજબૂત થશે અને વાળ લાંબા થશે. આ ઉપરાંત તમે નારિયેળ તેલની સાથે એલોવેરા જેલ નો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલમાં મોઈસચરાઝેશન કરવાના ગુણ મળી આવે છે. માટે વાળમાં તેનો ઉપયોગ કરવો ખુબ જ સારું માનવામાં આવે છે.
માટે જો તમે વાળમાં દરરોજ તેલ નાખતા હોય તો તેલની સાથે એલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં અને વાળના મૂળમાં લગાવીને માલિશ કરવી. આમ કરવાથી વાળનો ગ્રોથ વઘશે અને વાળ એક મહિનામાં લાંબા અને ભરાવદાર બની જશે.
વાળને લાંબા, મજબૂત અને ભરાવદાર બનાવી રાખવા માટે આ ઉપાય ખુબ જ સરળ છે. જે દરેક વ્યક્તિ સરળતાથી કરી શકશે. છોકરીઓ અને મહિલાઓ માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.