આજના આધુનિક યુગમાં દિવસે ને દિવસે જેટલી ટેક્નોલોજી વધે છે તેવી જ રીતે બીમારીઓ પણ વધતી જાય છે, આજે વ્યક્તિ નાની ઉંમરથી જ ઘણી મોટી મોટી બીમારીના શિકાર બનતા હોય છે, તેવામાં લાંબા સમયે તેની ખુબ જ વિપરીત અસરો પણ જોવા મળતી હોય છે.
વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ કુટેવ અને બહારના વધુ પડતા તળેલા અને મસાલા વાળા હોય છે જેનું પેટ ભરીને અને વધુ પડતું ખાવાના કારણે તે ખોરાક પચવામાં ઘણી મુશ્કેલી આવતી હોય છે. ટેવ એમાં તે ખોરાક ઘીરે ઘીરે અંદર સડવાનું શરુ થઈ જાય છે.
જેના કારણે બેક્ટેરિયાઓ ખુબ જ તીવ્ર ગતિથી ફેલાય છે, ખોરાક ના પચવાના કારણે તે ચરબીમાં રૂપાંતર થવાનું ચાલુ થઈ જાય છે જેના કારણે વદજન વધવાની સાથે પેટને લગતી અનેક સમસ્યા પણ થવા લગાવે છે. જેમકે, પેટ ફૂલવું, ઉબકા, અપચો, કબજિયાત, ગેસ, એસીડીટી ની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.
આ બધી સમસ્યા પેટ સાફ ના થવાના કારણે થતી હોય છે, આ માટે પેટને સાફ રાખવું જોઈએ, આ માટે કબજિયાતને દૂર કરવી ખુબ જ જરૂરી છે, તે માટે ખાધેલ ખોરાકને પચાવું જોઈએ. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય વિષે જણાવીશું જેનો ઉપયોગ કરવાથી કબજિયાત અને તેના કારણે થતી બધી જ સમસ્યા દૂર થાય છે.
હળદર: હળદર દરેકના ઘરે મળી આવે છે, જેમાં હળદર વિરોધી ગુણ મળી આવે છે તે વધતા જતા ચેપ ને રોકવામાં મદદ કરે છે. તેમાં કરક્યુમીન નામનું તત્વ મળી આવે છે જે કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તેમાં મળી આવતા બળતરા વિરોધી ગુણ પેટને ફુલતાં અટકાવી શક્ય છે.આ સાથે એમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
આદું: આદુંમાં ઘણા બઘા આયુર્વેદિક ગુણો મળી આવે છે. જે પેટ સંબધિત દરેક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને પાચનને લગતી સમસ્યા હોય તો આદુંનું પાણી બનાવીને પીવાથી પેટ પણ સાફ રહે છે અને આંતરડામાં જમા થયેલ બધો જ કચરો સાફ થઈ જશે. જેથી કબજિયાત દૂર થશે અને પેટ એકદમ હલકુ થઈ જશે.
લીંબુ: લીંબુ ઈમ્યુનિટી પાવરને વધારવામાં મદદ કરે છે આ માટે દરેક વ્યક્તિના ઘરે ખુબ જ આસાનીથી મળી આવે છે, તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી અને ફાયબર જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત મળી આવે છે. આ માટે નિયમિત પણે હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવી તેમાં સંચર અને કાળામરી પાવર મિક્સ કરી હલાવી ને પી જવાનું છે. આ પીણું સવારે ઉઠીને ખાલી પેટ પીવાનું છે.
તેને પીવાથી પેટ અને આંતરડાનો વર્ષો જૂનો કચરો પણ દૂર થઈ જશે અને એકદમ સાફ કરી દેશે જેથી, કબજિયાતમાં ઘણી રાહત મળશે અને સમય સર મળત્યાગ થવાનું ચાલુ થઈ જશે જેથી કાયમી પેટ સંબધિત સમસ્યા માંથી છૂટકાળો મેળવી શકશો.