Coriander Leaves :કોથમીરના પાંદડાનો ભારતીય ખોરાકમાં ભરપૂર ઉપયોગ થાય છે. ઘણીવાર લોકો કોથમીર ની ચટણી ખાવાનું પસંદ કરે છે અથવા તેના પાનનો ઉપયોગ ગાર્નિશિંગ માટે પણ કરવામાં આવે છે. કોથમીરના બીજને સૂકવીને તેનો ઉપયોગ મસાલા તરીકે પણ કરવામાં આવે છે, જે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે.
કોથમીરના પાનનો ઉપયોગ ખાવામાં ઘણી રીતે થાય છે. લીલા ધાણા સ્વાસ્થ્યનો ખજાનો છે. તેમાં રહેલા ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે. તો આજના આ લેખમાં તમને કોથમીરના પાંદડાંના ફાયદા વિષે જણાવીશું. તો આવો જાણીએ તેના ફાયદા.
1. પાચનતંત્રને સ્વસ્થ રાખે છે: કોથમીર પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા ગુણો પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, ફૂલવું વગેરેથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે. જો તમે પેટની સમસ્યાઓથી પરેશાન થઇ ગયા છો તો અવશ્ય કોથમીરનું સેવન કરો.
2. વજન ઘટાડવા માટે: જો તમારે વજન ઓછું કરવું હોય તો તમે કોથમીરનો ઉપયોગ કરી શકો છો. નિષ્ણાતોના મતે, ધાણાને પાણીમાં ઉકાળો, જ્યારે તે સારી રીતે ઉકળે છે, ત્યા સુધી તેને ગરમ કરો. ફિલ્ટર કર્યા પછી પી શકો છો, આ પીણું વજન ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
3. હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક: કોથમીરના પાનમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ અને ઘણા પોષક તત્વો મળી આવે છે, જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.
~
4. થાઈરોઈડની સમસ્યા : કોથમીરના પાનમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે થાઈરોઈડના દર્દીઓ માટે ફાયદાકારક છે. થાઈરોઈડની સમસ્યામાં કોથમીર સ્મૂધી અથવા પાણીનું સેવન કરી શકાય છે.
5. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક : ડાયાબિટીસની સમસ્યા આજકાલ ખુબજ વધી રહી છે. કોથમીરના પાંદડા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો તમે કોથમીરના પાણીનું સેવન કરી શકો છો.
6. શરદી અને કફમાં લાભદાયક: ધાણાના બીજમાં રહેલા એંટીબૅક્ટેરિયલ ગુણો તથા વિટામિન C તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે. કોથમીરના સેવનથી ઋતુ બદલાય, ત્યારે થતા ઇન્ફેકશનથી બચી શકાય છે.