આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શું તમારું પણ વજન વધી ગયું છે. વજન ઓછું કરવા માંગો છો? વજન ઓછું કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છો અને વજન ઓછું થતું નથી તો વજન ઓછું કરવામાં માટેના પીણાં જણાવીશું જે વધી ગયેલ વજન ને ઓછું કરશે.

વઘારે વજન હોવાના કારણે વ્યક્તિનું પેટ બહાર આવે છે અને ફૂલવા લાગ્યું છે તો તે તમારી ચરબી વધી રહી છે, જેને ખુબ જ ઝડપથી ઓછી કરવી ખુબ જ આવશ્યક છે. ચરબી ઓછી કરવા માટે દિવસ દરમિયાન વધુમા વધુ પરિશ્રમ કરવો જોઈએ.

વ્યક્તિનું જીવન બેઠાળુ હોવાના કારણે વજન વધવાની સમસ્યા થઈ શકે છે, આ માટે વજન ને કંટ્રોલમાં રાખવા માટે રોજે હળવી કસરત, યોગા, વોકિંગ, જોગિંગ કરતુ રહેવું જોઈએ. આ સાથે આ પીણું પીવાથી વજન આસાનીથી નિયત્રંણમાં રહેશે. તો ચાલો વજન ઓછું કરવા માટે કયું પીણું પી શકાય તેના વિષે જાણીએ.

ફુદીના અને કાકડીનું પીણું: તમને જણાવી દઉં કે કાકડી અને ફુદીના આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. કાકડીમાં પાણીની માત્રા વધુ હોય છે, જે શરીરના હાઈડ્રેટ બનાવે છે, જેથી શરીરના દરેક અંગો યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

આ પીણું બનાવવા માટે સૌથી પહેલા કાકડીના ટુકડા કરી ને મિક્સમાં નાખી તેમાં થોડું પાણી ઉમેરો અને ફુદીનાના પાન નાખીને મિક્સરમાં પીસી દેવાનું છે. ત્યાર બાદ આ પાણીને ગાળી લેવાનું છે, પછી આ પાણીમાં થોડું સિંધાલુણ મીઠું મિક્સ કરીને પી જવાનું છે.

જો તમે આ પીણું દિવસમાં એક વખત થોડા દિવસ માટે પીઓ છો તો તમારા પેટની આસપાસની વધી ગયેલ બધી જ ચરબીને ઓગાળી દેશે અને વજન ને નિયત્રંણમાં રાખશે. આ પીણું પીવાથી પેટ એકદમ સાફ થશે. જેથી શરીરને અનેક રોગથી બચાવી રાખવામાં મદદ કરશે.

લીંબુ અને આદુંનો રસ: લીંબુ અને આદું આરોગ્ય માટે ખુબ જ ગુણકારી છે, જે શરીરના મોટાભાગના રોગોને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે સૌથી પહેલા એક ગ્લાસ લીંબુનો શરબત બનાવી લો ત્યારબાદ તેમાં આદુંનો રસ મિક્સ કરીને પછી રોજે સવારે ખાલી પેટ આ પીણું પીંજાઓ.

આ ઉપરાંત તમે આ પીણાંનું સેવન રાતે સુવાના અડધો કલાક પહેલા પણ પી શકો છો. જે આખા દિવસ દરમિયાન ખાધેલ ખોરાકને સરળતાથી પચાવે છે, જેના કારણે પેટમાં ચરબી પ્રમાણ બનતા અટકે છે. જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે.

જો તમે વજન ને ઓછું કરવા માંગતા હોય તો રોજિંદા જીવનમાં બેઠાળુ જીવન છોડીને પરિશ્રમ કરવાનું ચાલુ કરો અને રોજિંદા આહારમાં ખાવાની કેટલીક આદતો બદલી નાખો જેથી વજન નિયત્રંણમાં રહેશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *