આ માહિતીમાં આપણે કેલ્શીયમ, વિટામિન બી 12, પ્રોટીન અને પાચનશક્તિ વિશે વાત કરવાની છે. જો શરીરમાંથી વિટામિન બી 12 ક્યારે ઘટવા દેવું ન હોય, કેલ્શિયમની ઉણપ ન થવા દેવી હોય અને પાચનશક્તિ મજબૂત રાખવી હોય તો બપોરના ભોજનમાં આપણે એવું શું ખાવું જોઈએ કે જેનાથી એક વસ્તુ ખાવાથી આ બધી જ વસ્તુ તમારા શરીરમાં સરળતાથી જળવાઈ રહે.
આપણા દાદા, વડીલો અને પૂર્વજોમાં ક્યારેય વિટામિન્સ, પ્રોટીન કે કેલ્શિયમની ઉણપ જોવા મળતી ન હતી. આ ઉપરાંત એ લોકોની ક્યારેય પાચનશક્તિ નબળી પડતી ન હતી. આની પાછળ ઘણા બધા કારણો હતા જેમ કે પહેલાનું દેશી ભોજન, સંપૂર્ણ આરોગ્ય જીવન અને ખુબજ સાદી જીવન શૈલી.
આ ઉપરાંત તેઓ બપોરના ભોજનમાં એક વસ્તુ લેતા હતા જેથી તેઓ 100 વર્ષ સુધી નિરોગી રહી શકતા હતા. આજના સમયમાં મોટાભાગના લોકોને ભોજન ન પચવાની સમસ્યા, વિટામીન બીટવેલ ઘટવાની સમસ્યા અને કેલ્શિયમ ઘટવાની સમસ્યા ઓ અવારનવાર થયા કરતી હોય છે.
જો બીટવેલ શરીરમાં ઘટે તો શરીરમાં અનેક મુદ્દાઓ ઉભા થાય જેમ કે થાક લાગવો, હાથ પગમાં ખાલી ચડવી, માસપેશીઓમાં નબળાઈ આવે, માથું દુખે વગેરે સમ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકોને શરીરમાં કેલ્શિયમ ઘટે એ લોકોને વધતી ઉંમરે હાથ પગ ના દુખાવા, ગોઠણ ના દુખાવા, માંસપેશીઓના દુઃખાવા, હાડકા નબળા પડવા આ બધા મુદ્દાઓ ઉભા થાય છે.
પરંતુ આપણે આ બધી સમસ્યામાં ના પડવું હોય તો આપણે ભોજનમાં એવી એક વસ્તુ ખાવાની રાખીએ કે જેથી તમને બીટવેલ અને કેલ્શિયમની આજીવન ઉણપ ન થાય અને તમારી પાચનશક્તિ પથ્થર જેવી મજબુત બને.
બપોરે જમવામાં સમાવેશ કરવાની આ વસ્તુ છે દહીં. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ દહીંનો આપણે બપોરના સમયમાં સમાવેશ કરતા નથી. આપણામાંથી મોટાભાગના લોકો બપોરે છાશ પીતા હોય છે.
દહીંમાં સારી માત્રામાં વિટામીન બીટવેલ , કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે. આ ઉપરાંત દહીં એક ઉત્તમ પાચક ગુણ ધરાવે છે જેનાથી તમારું ભોજન છે તે બરાબર પચી જાય છે અને અપચાની સમસ્યા બિલકુલ નથી થતી.
જો દહીંમાં મીઠું નાખીને તમે ખાવ તો તમારી પાચક શક્તિ વધારે મજબૂત થઈ જાય છે. સવારે શિરામણમાં અથવા બપોરે ભોજન દરમિયાન દહીંનું સેવન અવશ્ય કરવું જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં નું સેવન સાંજે બિલકુલ ન કરવું જોઈએ. દહીં ખાવાનો યોગ્ય સમય સવારનો શિરામણ અને બપોરના ભોજન સાથે છે.
તમે સવારે શિરામણ માં દહીં ભાખરી, દહી ખાખરો આ પ્રકારના હેલ્ધી નાસ્તો કરી શકો છો અને બપોરે તમે ભોજન દરમિયાન દહીં ખાઈ શકો છો. અહીંયા તમને એક અગત્યની વાત જણાવીએ કે અમુક લોકોને ગરમ-ગરમ શાક માં દહીં નાખવાની ટેવ હોય છે.
પરંતુ આ ભૂલ બિલકુલ ન કરવી. કોઈ પણ ગરમ વસ્તુ હોય કે ગરમ શાક માં નાખીને ન ખાવી. દહીંને હંમેશા અલગથી ખાવું જોઈએ જેથી તેના બધા પોષકતત્વો શરીરને મળી રહે.