આજના સમયમાં ઘણા એવા લોકો છે જેમને દાંતમાં સડો થવાનું શરુ થઈ ગયું છે, નાની ઉંમરથી ચોકલેટ, વધારે મીઠાઈ,કેક જેકી વસ્તુઓ નું વધારે પડતું સેવન કરવાથી ઘીરે ઘીરે દાંતમાં સડો થવાની સંભાવના ખુબ જ વધુ રહેતી હોય છે.
દાંતમાં સડો થવા લાગે તો અવાર નવાર દુખાવા થતા રહેતા હોય છે, દાંતના સડાને સમય ઈલાજ કરવામાં ના આવે તો તે નથી ઘણી વખત દાંતના કેન્સર પણ થઈ શકે છે. દાંતમાં સડો થવાથી પેઢામાં દુખાવા અને સોજા પણ આવતા હોય છે. સમય સર સડાનો ઈલાજ ના કરવાથી દાંત તૂટી જવો કે ઊંડા ખાડા પડવાની સમસ્યા જોવા મળતી હોય છે.
દાંતમાં સડો બરાબર બ્રશ ના કરવાથી મોં માં અસંખ્ય બેક્ટેરિયા ફેલાય છે પરિણામે દાંતમાં સડો, દાંત નબળા પડવા, મોં માં દુર્ગધ, શ્વાસ બહાર નીકળતી વખત ખરાબ વાસ આવવી જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
દાંતના દુખાવામાં તાત્કાલિક રાહત મેળવવા માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી દાંતમાં થતા દુખાવામાં ઝડપથી રાહત મળશે અને સડાને પણ દૂર કરવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ કેટલાક દેશી ઘરેલુ ઉપાય.
ડુંગળી આપણા શરીરના ઘણો રોગોમાં ખુબ જ ફાયદાકારક છે, તેવી જ રીતે દાંત માટે પણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, આ માટે જયારે દાંત માં દુખાવો થાય ત્યારે ડુંગળીની પેસ્ટ બનાવી દુખાવા વાળા જગ્યાએ લગાવી રાખવી જેથી દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળશે.
જામફળના પાન પણ દુખાવામાં આરામ અપાશે, આ માટે જામફળના કુણા પાન લઈને તેની પેસ્ટ બનાવી તેને દુખાવા વાળી જગ્યાએ થોડીવાર મૂકી રાખવાથી દુખાવામાં ઝડપી રાહત મળે છે. દિવસમાં આ રીતે બેઠી ત્રણ વખત કરવાથી દુખાવો સંપૂર્ણ બંધ થઈ શકે છે.
હિંગ માં એન્ટી ઈન્ફ્લામેટ્રી અને એન્ટી સેપ્ટિક ગુણ ખુબ સારી માત્રામાં મળી આવે છે. જે દાંતના થતા અસહ્ય દુખાવામાં રાહત આપે છે. આ માટે એક ચપટી હિંગને દુખાવા વાળી જગ્યાએ લગાવી દેવાથી દુખાવામાં આરામ મળે છે.
લવિંગનો ભૂકો કરીને તેનું ચૂરણ બનાવી લો, ત્યાર પછી આ ચૂરણ પાવડરને દુખાવા વાળી અસરગ્રસ્થ જગ્યામાં લગાવી દો. આ ઉપરાંત લવિંગ પાવડરને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને તેના કોગળા કરવાથી પણ આરામ મળશે.
દાંતના દુખાવામાં મીઠું પણ ખુબ જ અસરકારક છે, આ માટે મીઠાને હૂંફાળા પાણીમાં નાખી ને કોગળા કરવાના છે, જેથી તરત જ રાહત મળશે. દિવસમાં બે વખત કોગળા કરવાથી મોં માં રહેલ બેક્ટેરિયાનો નાશ કરે છે આ સડાને પણ દૂર કરવામાં મદદ કરશે. આ ઉપય કરવાથી મોં માં અને શ્વાસ બહાર નીકાળતી વખતે આવતી ખરાબ વાસ પણ બંધ થઈ જશે.
જો તમને દાંતમાં સડાની સમસ્યા હોય અને વારે વારે દુખાવા થતા હોય તો લીમડાનું દાંત અથવા તો બાવળનું દાતણ કરવું જોઈએ જેથી ધીરે ધીરે સડો પણ દૂર થશે અને દુખાવાની સમસ્યા માંથી કાયમી છુટકાળો મળશે.
