આજના સમયમાં નાની ઉંમરમાં દાંતના દુખાવા થવા જેવી સમસ્યા ખુબ જ સામાન્ય બની ગઈ છે. દાંતના દુખાવા દાંતમાં સડો થવાના કારણે પણ થઈ શકે છે. જો દાંતમાં સડાની સમસ્યા હોય તો દાંતને પોલા કરી દે છે અને દાંતને કમજોર કરી નાખે છે.
દાંતમાં સડા થવાની સમસ્યા આપણી કેટલીક બેદરકારીના કારણે પણ થઈ શકે માટે આપણે આપણી કેટલીક ખોટી ટેવને સુધારવી જોઈએ જેથી આપણે દાંતમાં થતા સડાથી બચી શકીએ છીએ જેથી આપણે દાંતમાં થતા અસહ્ય દુખાવાથી રાહત મળેવી શકીશું.
જ્યારે પણ આપણે વધારે ઠંડી વસ્તુ ખાઈએ છીએ ત્યારે પણ દાંતમાં દુખાવા થતા હોય છે, દાંતમાં સડો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે ઉતાવરમાં બરાબર આપણે પણ દાંતને સાફ ના કરી શકવાના કારણે દાંત ધીરે સડવા લાગે છે અને પીળાશ પડતા થઈ જાય છે.
જયારે પણ કોઈ પણ ખોરાક ખાઈએ છીએ ત્યારે તે ખોરાક દાંતમાં ભરાઈ રહે છે જેના કારણે પણ દાંતમાં સડો થઈ શકે છે. માટે દાંતમાં થતા સડાથી છૂટકળો મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું.
દાંતમાં થતા સડાને રોકવા માટે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ જે દાંતમાં ઘણી વખત ભરાઈ જતો હોય છે જેને દૂર કરવા માટે આપણે કોઈ પણ ખોરાક ખાઈ લઈએ ત્યાર પછી ગરમ પાણીની કોગળા કરવાના છે, રાત્રીના ભોજન પછી તો ખાસ કોગળા કરવાની ટેવ પાડવી જોઈએ, જો તમે કોગળા કરવાની ટેવ ના પાડો તો તમે જે કઈ પણ ખોરાક ખાધો હશે તે દાંતમાં ભરાઈ ગયો હશે.
તે આખી રાત દાંતમાં ભરાઈ રહેવાથી તેમાંથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જેના કારણે ઘીરે ઘીરે દાંતમાં સડા થવા લાગે છે. જેથી આપણા દાંત પોલા પડી જાય છે માટે દાંતના પોલાણ ને દૂર કરવા ને સડાથી બચવા માટે રોજે ભોજન પછી કોગળા કરવાની આદત અપનાવવી જોઈએ.
જો તમને દાંતમાં સડો થઈ ગયો હોય તો સડાના કારણે ઘણી વખત દાંતમાં દુખાવો થતો હોય છે જે દુખાવાને દૂર કરવા માટે આપણે એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરવાનું છે ત્યાર પછી તેમાં એક ચમચી સિંધાલુ મીઠું મિક્સ કરીને બરાબર મીઠું ઓગળી જાય પછી તે પાણીથી કોગળા કરવાના છે.
જો તમે આ મીઠાવાળા પાણીના કોગળા કરશો તો દાંતમાં અસહ્ય દુખાવો થતો હશે તો તે માત્ર 5 મિનિટમાં જ ગાયબ થઈ જશે. આ ઉપાયને રોજે કરવામાં આવે તો દાંતમાં જે સડો થયો છે તે ઘીરે દૂર થઈ જશે, આ ઉપરાંત મોં માં રહેલ બઘા જ બેક્ટેરિયાનો નાશ કરશે.
આ ઉપરાંત સડાને કાયમી માટે દૂર કરવા માટે કાળાંમરીના પાવડરમાં સિંઘાલુ મીઠું મિક્સ કરીને સડો થયો હોય તે જગ્યાએ ભરાવી રાખવાનું છે, 20 મિનિટ પછી ગરમ પાણીના કોગળા કરી લેવાના, જેથી સડાના કારણે થતા દુખાવામાં રાહત મેળવી શકાશે.
દાંતને લગતી સમસ્યાથી બચવા માટે દિવસમાં બે વખત બ્રશ કરવો જોઈએ, આ ઉપરાંત અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત તમે લીમડાના દાંતનો ઉપયોગ કરીને બ્રશ કરી શકો છો. જો તમને ખુબ જ વધારે દુખાવા થતા હોય તો એક વખત નિષ્ણાતની સલાહ અવશ્ય લઈ શકો છો.