દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર રાખવા માંગતા હોય છે. પરંતુ ઘણી વખત આંખોની નીચે પડેલ કાળા કુંડાળાને કારણે ચહેરાની સુંદરતા પર તેની અસર જોવા મળતી હોય છે. જેના કારણે ચહેરો ખરાબ દેખાઈ શકે છે.
આંખોની નીચેના કાળા કુંડાળા થવા પાછળના ઘણા કારણો હોઈ શકે છે. આમ જોવા જઈએ તો જો ઊંઘ પુરી થતી ના હોય તો પણ આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ થતા હોય છે. આ ઉપરાંત અન્ય પણ કારણો હોઈ શકે છે.
જેમકે વધારે પડતા ટેન્શન લેવાથી પણ ડાર્ક સર્કલ થતા જોવા મળે છે. આ સિવાય કોઈ પણ કામ પૂરું ના થવાના કારણે ચિંતા કે માનસિક તણાવ હોય તો પણ આ સમસ્યાનો શિકાર થઈ શકાય છે.
અત્યારના સમયમાં ટેક્નોલોજીનો ખુબ જ વધારો થઈ રહ્યો છે જેના કારણે ઘરે અને ઓફિસમાં બેસી રહીને આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરતા હોય તેના કારણે પણ આંખો નીચે કાળા કુંડાળા થઈ જતા હોય છે.
આંખોની નીચે ડાર્ક કાળા કલરનું સર્કલ હોય તો તે વ્યક્તિ ઉંમર વધારે હોય તેવું લાગવા લાગે છે જેના કારણે તે વ્યક્તિ પણ ખુબ જ પરેશાન થઈ જતો હોય છે. માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ નુસખા જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી આંખો નીચે ના ડાર્ક સર્કલ ને દૂર કરી શકો છો.
આંખો નીચે પડેલ ડાર્ક સર્કલને દૂર કરવા માટે બટેકા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. રાત્રે સુવાના એક કલાક પહેલા ચહેરાને સાદા પાણીથી ઘોઈ દેવો હવે બટાકાની બે સ્લાઈસ કાપીને આંખો ઉપર મૂકી રાખવું. 30-40 મિનીટ પછી ચહેરાને ફરીથી ઘોઈ દેવો. આમ કરવાથી આપણી થાકેલી આંખોને થડક મળે છે અને આખો નીચેના કાળા ડાર્ક સર્કલ ઘીરે ઘીરે ઓછા થવા લાગે છે.
આંખો નીચેના ડાર્ક સર્કલ ને દૂર કરવા માટે ગુલાબ જળ પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે ચહેરાને સાદા પાણીથી ઘોઈને રૂની મદદથી ગુલાબ જળને આંખો નીચેના કાળા ડાર્ક પર લગાવી દેવું. અને 20-25 મિનિટ પછી ચહેરાને ઘોઈ દેવો. એવું થોડા દિવસ કરવાથી આંખો નીચેના કાળા સર્કલ ઓછા થવા લાગશે.
આંખોના ડાર્ક સર્કલને દૂર કરવા માટે અડઘી ચમચી મોસંબી નો રસ અને તેમાં એક ટીપું ગ્રિસરીન મિક્સ કરીને રૂ ની મદદથી આંખો નીચેના કાળા ડાઘ પર લગાવી દેવું. થોડી વાર પછી ચહેરાને ઘોઈ દેવો. આમ કરવાથી થોડા જ સમયમાં કાળા ડાઘ દૂર થઈ જશે.
ડાર્ક સર્કલને દૂર કરવા માટે કાકડી ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે ચહેરાને સાદા ચોખા પાણીથી ઘોઈ દેવો. ત્યાર પછી કાકડીની બે સ્લાઈસ બંને આંખો પર મૂકી રાખો. થોડા દિવસ કાકડીનો ઉપયોગ કરવાથી આંખો નીચેના ડાર્ક સર્કલ ઓછા થઈ જશે.
આંખો નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે જે ઉપાય જણાવ્યા છે તે ઉપાય પહેલા ચહેરાને ઘોઈ ને પછી ઉપાય કરવો અને રાત્રીના સમયે આ ઉપાય કરવાથી તેનો ઘણો લાભ પણ થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.