પલાળેલા દેશી ચણા ખાવા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે પલાળેલા ચણા માં પ્રોટીન, ફાઇબર અને વિટામિન જેવા તત્વો ખૂબ જ વધારે પ્રમાણ માં રહેલાં છે. પલાળેલા ચણા ખાવાની સાચી રીત અને પલાળેલા ચણા ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
ફાયદા :- પલાળેલા દેશી ચણા શરીરને તાકાત અને એનર્જી આપે છે. જેથી વર્ષો જૂની કમજોરીની સમસ્યા દૂર થઈ જાય છે. પલાળેલા ચણાની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જેથી પેટને લગતી ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે. પેટ એકદમ સાફ થઈ જાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
રોજ પલાળેલા દેશી ચણા ખાવાથી પુરુષના સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે. આ ચણામાં થોડો ગોળ ઉમેરીને ખાવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.
રાત્રે સુતા પહેલા આ ચણાને પાણીમાં પલાળી લો. તે પલાળેલા દેશી ચણા ખાવાથી આપણી સ્કિન એકદમ હેલ્ધી રહે છે અને ચહેરા પર ચમક આવી જાય છે. ચહેરા પરની કરચલી દૂર થાય છે.
પલાળેલા દેશી ચણા ખાવવાથી વર્ષો જુના મસા એટલે કે પાઈલ્સ માં પણ ઉપયોગી છે. આયુર્વેદ મુજબ પલાળેલા ચણા વજન વધારવામાં પણ ઉપયોગી છે. પલાળેલા ચણા ખાવવાથી શરદી અને તાવ જેવી બીમારીઓ પણ આપણાથી દૂર રહે છે.
પલાળેલા દેશી ચણા ની અંદર પર ફોસ્ફરસ જેવું તત્વ રહેલું છે. જે શરીરમાં હિમોગ્લોબીન વધારે છે અને કિડનીને સુરક્ષીત રાખે છે. પલાળેલા દેશી ચણા ખાવવાથી હાર્ટ એકદમ હેલ્ધી બને છે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી જાય છે.
ડાયાબિટીસના દર્દીએ પલાળેલા દેશી ચણા ખાવામાં આવે તો ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીને દૂર થઇ શકે છે, અને શરીરમાં વધેલા સુગર લેવલ ને કંટ્રોલ કરે છે.
પલાળેલા દેશી ચણા ખાવા ની સાચી રીત અને ક્યારે ખાવા જોઈએ :- રોજ તાજાં એકદમ સાફ કરેલાં દેશી ચણા મુઠ્ઠી ભરી કોઈ વાસણમાં નાંખી દેવા પછી તેમાં થોડું ચોખ્ખું પાણી નાખવું અને પછી તે વાસણને ઉપરથી ઢાંકી દેવું.
આખી રાત ચણાને પલાળી રાખવા અને સવારે તેમાંથી ચણા કાઢીને સારી રીતે ચાવીને ચણા ખાવા. આ રીતે પલાળેલા ચણા ખાવાથી આપણા શરીરમાં ખૂબ જ વધારે ફાયદાઓ થાય છે.
પલાળેલા દેશી ચણા નું સેવન સવાર સવારમાં ખાવાથી અને તેનું પાણી પીવાથી તેના ફાયદાઓ બે ગણા વધી જાય છે.