ગોળમાં ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે. જે આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. દરેક રસોઈ ઘરમાં ગોળ મળી આવે છે. જેનો ઉપયોગ અન્ય રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમનો સ્ત્રોત મળી આવે છે.
જે આપણા હાડકાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. ગોળ એક દવા નું કામ કરે છે માટે આયુર્વેદમાં ગોળને ઉત્તમ માનવામાં આવે છે. ગોળ ખાવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે.
ગોળ 365 દિવસ મળી આવે છે માટે ગોળનું સેવન દરેક ઋતુમાં કરી શકાય છે. ગોળમાં ખુબ જ મીઠાસ હોય છે એટલા જ તેના સ્વાસ્થ્ય ગુણો મળી આવે છે. આ માટે આજે અમે તમને ગોળ ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ જણાવીશું.
ગોળ ખાવાના સ્વાસ્થ્ય ફાયદા: ગોળમાં ઘણા બધા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે જેને ખાવાથી સાંધા ના દુખાવા માં રાહત મેળવી શકાય છે. આ માટે જો તમને સાંધા ના દુખાવાની સમસ્યા હોય તો રોજે એક ટુકડો ગોળનો ખાવો જોઈએ.
શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય તો ગોળ અને તલનું સેવન કરવું જોઈએ જે શ્વાસ લેવામાં પડતી તકલીફને દૂર કરે છે. જેમને વારે વારે હાલત ચાલતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમના માટે ગોળ અને તલનું સેવન ઉત્તમ માનવામાં આવે છે.
પેટને લગતી કોઈ સમસ્યા હોય અને ખાધા પછી ખાટા ઓટકાર આવવાની સમસ્યા હોય તો રોજે ભોજન પછી એક દેશી ગોળનો ટુકડો ખાઈ લેવો જોઈએ જે ખાતા ઓટકાર ને દૂર કરી પેટની બીમારીમાં આરામ આપશે.
આખા દિવસ દરમિયાન વધારે કામ કરીને આવ્યા હોય અને થાક કે કમજોરીનો અહેસાસ થાય તો એક ગ્લાસ દૂધ માં એક ટુકડો દેશી ગોળનો મિક્સ કરીને પીવાથી થાક અને કમજોરી દૂર થાય છે. આ ઉપરાંત શરીરની શારીરિક કમજોરી દૂર કરી શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ આપશે.
જો તમને પેટમાં વારે વારે ગેસની સમસ્યા થાય છે તો એક ટુકડો દેશી ગોળનો ખાઈ ને ઉપર થી હૂંફાળું પાણી પીવાથી ગેસની સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપરાંત દેશી ગોળનો ટુકડો ખાઈ ને ઉપરથી નવશેકું દૂધ પણ પી શકાય છે જે ગેસને દૂર કરી ગેસને બનતા અટકાવશે.
દેશી ઘી સાથે દેશી ગોળ ખાવાથી શરીરમાં ભરપૂર તાકાત આપે છે અને શરીરને શક્તિશાળી બનાવે છે. શરીરને ઉર્જાવાન બનાવી રાખવા માટે સૌથી ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. રોજે દેશી ગોળનો ટુકડો ખાવાથી શરદી અને ફલૂ માં આરામ મળે છે.
ગોળમાં મળી આવતું કેલ્શિયમ નબળા પડી ગયેલ હાડકાને મજબૂત બનાવે છે જેથી તેને રોજે ખાવાથી વૃદ્ધાવસ્થા માં પણ હાડકાની કોઈ સમસ્યા નહીં રહે. ગોળ શરીરમાં લોહીને વધારે છે જે ચહેરા પર પ્રાકૃતિક નિખાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જે જવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ કરશે.
જો પેટ અને છાતીમાં બળતરા થાય ત્યારે દેશી ગોળનો માત્ર એક ટુકડો ચૂસવાનો છે જેથી તેનો રસ શરીરમાં જવાથી બળતરામાં રાહત મળે છે. રોજે દેશી ગોળનો એક ટુકડો ખાવો જોઈએ. દેશી ગોળનો એક ટુકડો ખાવાના આ ફાયદા જાણીને તમે પણ ખાવાનું ચાલુ કરવું જોઈએ.