શરીરમાં રહેલ ટોક્સિન એટલેકે વધારાનો કચરો કઈ રીતે બહાર નીકળવો તેના વિષે જણાવીશું. શરીરમાં રહેલ કચરાને બહાર નીકળીને શરીર સાફ રહેવાથી વજન આપમેળે ઓછું થવા લાગે છે, જેથી શરીરમાં પહેલા કરતા વધારે ઉર્જા અને એનર્જી મળી રહેશે.
શરીરમાં કચરો જમા કઈ રીતે થાય છે તે જાણવું પણ ખુબ જ જરૂરી છે. જયારે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ ત્યારે શરીરમાં શું થાય છે એ જાણીએ, જયારે આપણે ખાઈએ ત્યારે તે ખોરાક પહેલા પેટમાં જાય છે અને ખોરાકને ટુકડા કરે છે, ત્યાર પછી આંતરડામાં જઈને પેસ્ટ તૈયાર થાય છે પછી શરીરની બહાર નીકળે છે,
પરંતુ આપણે ખોરાક ખાઈએ છીએ તે દરેક ખોરાકને પચવામાં અલગ અલગ સમય લાગે છે, જેમ કે ફળને પચવામાં 3 કલાક લાગે છે એક કલાક પેટમાં એક કલાક નાના આંતરડામાં અને એક કલાક મોટા આંતરડામાં લાગે છે. તેવી જ રીતે શાકભાજીને પચવામાં 6 કલાક લાગે છે. બે કલાક પેટમાં, બે કલાક નાના આંતરડામાં અને બે કલાક મોટા આંતરડામાં લાગે છે.
તેવી જ રીતે અનાજને પચવામાં સૌથી વધુ સમય એટલેકે 18 કલાક લાગે છે, કારણકે જેમાં પાણી ની માત્રા ઓછી હોય છે તેને પચાવી શરીર માંથી બહાર નીકળવા વધારે સમય લાગે છે. આપણે પણ વિચારતા હશું કે આપણે દિવસમાં ત્રણ વખત અનાજ ખાઈએ છીએ. પહેલા ખાધેલ અનાજ પચતો નથી અને આપણે બીજી વખત અનાજ ખાઈ લઈએ છીએ,
આવી રીતે પેહલા ખાધેલ ખોરાક બરાબર ના પચવાના કારણે અંદરના અંદર સડવા લાગે છે, જેના કારણે શરીરમાં કીટાણુઓ અને કચરો સૌથી વધુ જમા થાય છે. જેના કારણે આપણા શરીરમાં ઘણા બધા રોગો થઈ શકે છે, વધારે પડતો કચરો ભેગો થવાથી કબજિયાત, અસ્થમા, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મોટાપાની સમસ્યા જેવી અનેક બીમારીઓનું આગમન થાય છે.
આ માટે શરીરમાં રહેલ બધી જ ગંદકીને દૂર કરવી ખુબ જ જરૂરી છે, કારણે લાંબુ જીવન જીવવા માટે આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહેવું ખુબ જ જરૂરી છે આ માટે શરીરનો વધારાનો ટોક્સિન બહાર નીકળવા માટેના ડ્રિન્ક વિશે જણાવીશું જેની મદદથી બધો જ વધારાનો ઝેરી કચરો દૂર થઈ જશે.
લીંબુ અને કાકડીનું ડ્રિન્ક: નેચરલી રીતે શરીરમાં રહેલ હાનિકારક ઝેરી કચરાને દૂર કરવા માટે લીંબુ અને કાકડીનું ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક છે. આ માટે સૌથી પહેલા કાકડીના ટુકડા કરી અને તેને મિક્સરમાં નાખીને ક્રશ કરી લો, ત્યાર પછી તેને એક કપડામાં લપેટીને તેનો રસ એક ગ્લાસ માં નીકાળી દો,
ત્યાર પછી તેમાં એક ચપટી સિંધાલુ મીઠું મિક્સ કરો અને એક લીંબુનો રસ નીકાળીને નાખો, હવે બધા ને બરાબર હલાવી દો ત્યાર પછી તેને પી જવાનો છે. આ ડ્રિન્કને સવારે ખાલી પેટ પીવાનું છે, ત્યાર પછી એક કલાક થાય પછી જ કોઈ પણ નાસ્તો કરવો.
આ ડ્રિન્કને સવારે લેવાથી ખુબ જ ફાયદો થશે. આ ડ્રિન્ક પીવાથી શરીરમાં રહેલ બધો જ વધારો કચરાને દૂર કરશે, આપણે કોઈ પણ ભારે ખોરાક ખાધો હોય અને તે ના પચે તો તેને ખુબ જ ઝડપથી પચાવામાં મદદ કરે છે. ડાયજેશન સિસ્ટમને સુધારવામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત શરીરને હાઈડ્રેટ બનાવી રાખવામાં મદદ કરશે. શરીરમાં રહેલ બઘા જ કચરાને દૂર કરીને અનેક રોગોથી બચાવી રાખશે.
આ સીવાય તમે હૂંફાળા પાણીમાં એક આંખુ લીંબુ નીચોવીને તેમાં સિંધાલુ મીઠું મિક્સ કરીને હલાવીને પી જાઓ છો તો પણ ડાયજેશન સિસ્ટમમાં સુધારો થશે અને શરીરમાં રહેલ વધારા ના કચરાને દુર કરશે. પાચન ક્રિયાને યોગ્ય બનાવી પાચનતંત્રને મજ્બુત બનાવે છે. જે ચરબીને ધટાડી વજનને ઓછું કરવામાં પણ મદદ કરશે.