આપણા રસોડામાં એવી કેટલીક વસ્તુ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્યનેડ ઘણા ફાયદા પહોંચાડે છે. તેવી જ એક વસ્તુ છે સૂકા ધાણા જે રસોડામાં ખુબ જ સરળતાથી મળી આવે છે. જે આપણા આરોગ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે.
આ માટે સૂકા ઘણાનું પાણી પીવું જોઈએ, જે પાણી પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકાય છે. આ ઉપરાંત તેના અનેક ફાયદા થાય છે. આ માટે આજે અમે તમને ધાણાનું પાણી પીવાના ફાયદા વિષે જણાવીશું.
ધાણાનું પાણી બનાવવાની રીત: આ માટે સૌથી પહેલા એક ચમચી સૂકા ધાણા લઈ ને ધોઈ દો, ત્યાર પછી એક ગ્લાસ પાણીમાં એક ચમચી સૂકા ધાણા નાખીને આખી રાત પલાળી રાખો, ત્યાર પછી સવારે તે પાણીને એક બીજા ગ્લાસ માં ગાળીને પછી તે પાણીને પી જવાનું છે. ત્યાર પછી તે ધાણાને સૂકવીને તેનો પાવડર બનાવી ને તેનો ઉપયોગ કરી શકો છો.
સૂકા ધાણાનું પાણી પીવાના ફાયદા:
રોગપ્રતિકારક શક્તિ વધારે: આ પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સ ને ધટાડવામાં મદદ કરે છે. જેથી આપણા શરીરની મોટાભાગની બીમારી સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તે પાણી પીવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે.
પાચનક્રિયા મજબૂત બનાવે: આપણે જે કઈ ખોરાક ખાઈએ છીએ તે ખોરાક ના પચવાના કારણે આપણી પાચન ક્રિયા ધીમી થઈ જાય છે, જેથી પેટને લગતી અનેક બીમારી થઈ શકે છે, માટે સવારે ખાલી પેટ ધાણા નું પાણી પીવાથી પાચનક્રિયા મજબૂત બનાવી શકે છે, જેથી ખોરાક ખુબ જ આસાનીથી પચી જશે.
શરીરને ડીટોક્સ કરે: ધાણા નું પાણી પીવાથી આપણા શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. આ ઉપરાંત તે પાણી પીવાથી આપણું શરીર ડીટોક્સિફાય કરે છે જેથી ઝહેરી બધો જ કચરો બહાર નીકળી જાય છે જેથી આપણા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન થવાનું જોખમ ખુબ જ ઓછું રહે છે.
વાળને મજબૂત બનાવે: આજના સમયમાં મોટાભાગના લોકો વાળને લગતી સમસ્યાથી ખુબ જ પરેશાન હોય છે, તેવામાં રોજે ધાણાનું પાણી પીવાથી વાળને લગતી સમસ્યાને દૂર કરી શકાય છે. જેથી વાળને ખરતા અટકાવી વાળને મજબૂત બનાવે છે.
ચહેરાને સુંદર બનાવે: ધાણામાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ મળી આવે છે. જે ચહેરા પરના ફોલ્લી અને ખીલને ખુબ જ આસાનીથી દૂર કરી શકે છે. જેથી ચહેરો સુંદર અને ચમકદાર બની જશે. આ માટે રોજે એક ગ્લાસ ધાણાનું પાણી પીવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે.