આપણા શરીરને સ્વસ્થને હેલ્ધી રાખવા માટે યોગાસન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો વજન ઘટાડવા, પીઠના દુખાવા દૂર કરવાં, કમરના દુખાવા દૂર કરવા, સ્નાયુ મજબૂત કરવા, પાચનક્રિયા સુઘારવા માટે પણ યોગાસન કરતા હોય છે.
અત્યારની વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણી હોવાના કારણે આપણા સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન પણ થઈ શકે છે. તેવામાં આપણે ઘણી બીમારીના શિકાર પણ બની શકીએ છીએ. હાલના સમયમાં ચાલી રહેલ પેટને લગતી સમસ્યા દરેક બીમારી નું મૂળ કારણ છે.
માટે પેટને લગતી સમસ્યા ને કાયમી દૂર કરવા માટે આજે શલભાસન યોગા વિષે જણાવીશું. આ યોગાસન કરવાથી પીઠના નીચેના ભાગમાં થતા દુખાવામાં રાહત આપે છે અને શરીરને શેપમાં લાવવામાં મદદ કરે છે. સાથે પાચનને લગતી સમસ્યા પણ દૂર કરે છે. તો ચાલો જાણીએ શલભાસન યોગાસન કરવાના ફાયદા અને યોગાસન કરવાની રીત વિષે જણાવીશું.
શલભાસન યોગાસન કરવાની રીત: સૌથી પહેલા એક ચટાઈ પાથરી લો, ત્યાર પછી પેટના બળે ઊંઘા સુઈ જવાનું છે, પગને એક બીજાથી થોડા દૂર રાખવા, ત્યાર પછી બંને હાથને શરીરની નજીક એવી રીતે રાખો કે બંને હથેળી આકાશ તરફ રહે, મોં ઊંચું કરી અને દાઢી ને જમીન તરફ રાખો, હવે શ્વાસ ઊંડો લેતી વખતે હિપ્સની મદદથી પગને જમીનથી ઉપર કરો, ઘુંટણને વાળ્યા વગર તમે પગને શક્ય હોય તેટલા સીઘા અને ઊંચા કરવા.
હવે શ્વાસ અંદર લો અને થોડી વાર રોકીને બહારની તરફ નીકાળો, 20 સેકન્ડ આ સ્થતિમાં રહ્યા પછી પાછા હતા તે પોઝીશનમાં રિક્લેશ થઈ જાઓ, ત્યાર પછી ફરીથી આ રીતે યોગ કરવાનો છે. આ યોગ આ રીતે 5 મિનિટ કરવાનો છે. આ યોગ તમારે ખાલી પેટ કરવાનો રહેશે. જેથી તમને ઘણા ફાયદા મળશે.
શલભાસન યોગના ફાયદા: આ યોગાસન સાયટીકા અને પીઠના નીચેના ભાગમાં થઈ રહેલ દુખાવામાં રાહત આપશે. સાથે કરોડરજ્જુને પણ મજબૂત કરશે. આ યોગાસન કરવાથી હિપ્સ અને હિપ્સની આજુબાજુમાં રહેલ સ્નાયુઓને શેપમાં લાવે છે.
આ યોગાસન રોજ કરવાથી આપણી મંદ પડી ગયેલ પાચનક્રિયાને સુઘારે છે. જેના કારણે આંતરડા જામેલ બઘો કચરો પણ દૂર થશે સાથે પેટને પણ સાફ કરશે અને પાચનતંત્રને મજબૂત બનાવશે. આ યોગ કરવાથી પેટની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે.
જેના કારણે મેદસ્વીપણું ઓછું થાય છે અને વજન પણ ઘટે છે. જેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. આ યોગ કરવાથી શરીરના દરેક માંશપેશીઓ મજબૂત થાય છે. આ ઉપરાંત માનસિક તણાવ, ડિપ્રેશન પણ દૂર રહે છે. સાથે થાક ને ઓછો કરવામાં મદદ કરે છે.
પેટની ચરબીને દૂર કર વજન ઘટાડવા અને પાચનને લગતી સમસ્યાને દૂર કરવા માટે આ યોગાસન ખુબ જ ફાયદાકારક સાબિત થશે. ઘ્યાનમાં રાખવું કે ગર્ભવતી મહિલાએ આ યોગાસન ના કરવું, આ ઉપરાંત હાઈ બીપીની સમસ્યા, હૃદયને લગતી કોઈ પણ સમસ્યા હોય તેવા વ્યક્તિએ આ યોગાસન ના કરવું જોઈએ.