ડાયાબિટીસ એ ખુબ જ ખતરનાક રોગ છે. લોહીમાં ખાંડનું પ્રમાણ વધવા લાગે છે, અને ધીમે ધીમે તેની પીડા વધારે થવા લાગે છે. આ રોગ એ લોન્ગ ટાઈમે ખુબ જ મોટું સ્વરૂપ લઇ શકે છે. જે વ્યક્તિના મૃત્યુ થવાનું કારણ બની શકે છે.
નાના-મોટા દરેક લોકોને આજકાલ ડાયાબિટીસ થઇ રહી છે. આપણી આ અસ્ત વ્યસ્ત જીવન શૈલી અને બહારના ફાટફૂડ ને ખાવાના કારણે વધી શકે છે. દરેક લોકો એ ડાયાબિટીસ થી બચવા માટે પોતાના ખોરાક પર ખુબ જ ધ્યાન આપવું પડે. જેના કારણે આપણે આ મોટી બીમારી માંથી બચી શકીયે.
જ્યાં સુધી તમે ડાયાબીટીસ ક્યાં કારણથી થાય છે તે તમે નહિ સમજો ત્યાં સુધી તેનો ઈલાજ કરવો ખુબ જ મુશ્કેલ બને છે. જયારે લોહીની અંદર ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે થઇ જાય છે ત્યારે લોહી મા રહેલું આ કોલેસ્ટ્રોલ કોશિકાઓ ની આસપાસ તે જમા થવાનું શરુ થઇ જાય છે. જેના કારણે લોહીમાં રહેલા ઇન્સુલીન કોશિકાઓ સુધી નથી પહોંચતું.
જેના કારણે ઈન્સુલિન કામ નથી કરતુ, એટલે જયારે તે વ્યક્તિ બ્લડ સુગર ચેક કરાવે છે, ત્યારે સુગર લેવલ ખુબ જ વધારે આવે છે. કારણકે ખરાબ કોલેસ્ટ્રોલ કોશિકાઓની આસપાસ જમા થયેલો હોય છે જેના કારણે ગ્લુકોઝ શોષણ નથી કરી શકતી, અને બહારથી જ ઇન્સ્યુલિન આપવામાં આવે છે.
ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા માટે આપણે આપણા ખાવા પીવામાં ખુબ જ ધ્યાન આપવું પડે. બહારનું અને ઠંડુ ખાવાનું ટાળવું જોઈએ. અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે જુના માં જૂની ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કેટલાક ધરેલું ઉપાય જણાવીશું.
ઘરેલુ ઉપાય : 1) તુલસી : તુલસી આયુર્વેદ ની રાણી તરીકે ઓળખાય છે. આના પાન દરરોજ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તુલસીના અંદર ઘણા બધા પોષક તત્વો આવેલા છે. દરરોજ સવારે ખાલી પેટ માત્ર 3-4 તુલસીના પાન ખાવા. આ સિવાય તમે તુલસીના પાનનો રસ બનાવીને પણ પી શકો છો. જે બ્લડ સુગર લેવલ ને ઘટાડવામાં મદદ કરે છે.
2) જાંબુ ના ઠળિયા : પાકા જાંબુ માંથી ઠળિયા ને નીકળી લો. ત્યારબાદ તમે તે પાકા જાંબુના ઠળીયાને સુકવી લો, પછી તમે તેને મિક્સરમાં પીસી દો. ત્યારબાદ તે ચૂર્ણને દરરોજ સવારે અને સાંજે 1 ગ્લાસ પાણીમાં, 1 ચમચી આ ચૂર્ણને પાણી સાથે મિક્સ કરીને પિવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં આવે છે.
3) લીમડાના પાન : મીઠા લીમડાના 10 જેટલા પાન લો. આ પાનને દરરોજ સવાર અને સાંજ ચાવીને ખાવા. ત્યારબાદ થોડું પાણી પી લેવું. આવું તમે થોડા જ દિવસ કરશો તો તમને ચોક્કસ ફાયદો જોવા મળશે.
4) મેથી : સૌ પ્રથમ એક ગ્લાસ પાણી લો, 2 ચમચી મેથી લો. ત્યારબાદ એ મેથીને પાણીમાં પલાળી રાખો. દરરોજ રાત્રે મેથીને આ રીતે પલાળીને રાખો અને સવારે ઉઠીને તે પાણીને ગાળીને તે પાણી પી જાઓ. આ રીતે કરવાથી તમને ડાયાબિટીસમાં અવશ્ય ફાયદો થશે.
5) કારેલું : માર્કેટ માંથી તમારે 1 કુણું કારેલું લાવવાનું છે. તે કારેલાને નાના નાના ટુકડા કરી લો. તે ટુકડાને તમે ઘરમાં જ શુકવી દો. તડકામાં સૂકવવા નહિ. સુકાઈ ગયા બાદ તેને મિક્સરમાં વાટી દો. ત્યારપછી તેને સવાર અને સાંજ 10 ગ્રામ લેવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં કરી દેશે.
6) બીલીના પાન : દરેક લોકો એ બીલીના પાન જોયા હશે પણ તેનો ઉપયોગ કોઈ એ નહિ કરીયો હોય આ પાન ડાયાબિટીસમાં ખુબ જ ફાયદા કારક છે. માત્ર 50 ગ્રામ બીલીના પાનનો રસ નિયમિત રીતે પીવાથી શુગરનું લેવલ ધટી જાય છે.