ઘણા લોકોને અંધારા કામ કરતી વખતે કે ખેતરમાં કામ કરતી વખતે અથવા તો કોઈ પહાડીવાળા વિસ્તારમાં કામ કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવાની સમસ્યા રહે છે. ખાસ કરીને ખેતી કરે છે તેમને ખેતરમાં ઝેરીલા જીવજંતુઓનો ભય વધારે રહે છે.
કામ કરતી વખતે ઝેરીલા જીવમાં સૌથી વધારે ભય સાપ, વીંછી અને ઝેરી કરોળિયા કરડવાનો હોય છે કારણે તેનાથી ખુબ જ પીડા થાય છે અને વધારે ઝેરી હોય તો મૃત્યુ થવાનો પણ ભય રહે છે. તેથી આવા સમયે કરડવાની સાથે જ તેની દવા અને સારવાર લેવી જરૂરી છે.
એવામાં તાત્કાલિક ઉપાય તરીકે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાથી ખુબ રાહત રહે છે અને મૃત્યુનું જોખમ ઘટી જાય છે. આવા સમયમાં જો વીંછી કરડે તો તે સમયે તેનો આયુર્વેદિક ઉપચાર કરવાથી ઝેર ઉતરી જાય છે. જે માટે અમે અહીંયા બતાવેલા આ ઉપાયો કરવા જોઈએ જેનાથી વિન્ચી તરત જ ઉતરી જાય છે.
ખાસ તરીને ચોમાસાની ઋતુમાં દરેક જગ્યાએ વીંછીનો ભય રહે છે. વીંછી કરડે ત્યારે અસહ્ય દુખાવો, સોજો ચડે છે અને દર્દી બેભાન પણ થઇ જાય છે. તમને જણાવીએ કે વીંછીની પુછડીમાં ઝેર હોય છે, વીંછી પોતાની પૂંછ વડે તેના પર હુમલો થાય ત્યારે ડંખ મારે છે. વીંછી જેર પણ ખતરનાક હોય છે.
તેથી વીંછીકરડયા બાદ તરત જ તેના ઉપચાર ચાલુ કરી દેવા જોઈએ. નહિતર તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. વીંછીના ઝેર ઉતારવાના અનેક ઉપાયો છે જેમાંથી બધાં ઉપાયો પુરતું પરિણામ આપતા નથી જયારે અમે અહીં બતાવેલા ઉપાયો કરવાથી વીંછીનું ઝેર ચોક્કસ ઉતરે છે.
પાટો બાંધવો: જે જગ્યા પર તમને વીંછી કરડે તે જગ્યા પર તરત જ પાટા વડે બાંધી દો જેથી ઝેર શરીરના અન્ય ભાગમાં ના ફેલાઈ શકે. આ ભાગમાં યોગ્ય સારવાર આપ્યા બાદ જ તે પાટો ધીરે ધીરે હળવો કરતા કરતા ઉખાડવો. જો યોગ્ય સારવાર બાદ પાટો ઉખેડવામાં ના આવે તો તે વિસ્તારમાં ઝેર ભરાય રહે છે અને ત્યાં રોગ થાય છે.
ખાસ ધ્યાન રાખો કે મગજ સુધી અને હ્રદય સુધી ઝેર ના પહોંચે તે રીતે પાટો બાંધવો. તમને જણાવીએ કે જયારે વીંછી કરડે ત્યારે તે જગ્યાએ સોજો પણ આવી શકે છે અને સોજો ન દેખાય તો ખુબ જ બળતરા ઉત્પન્ન કરે છે.
સ્પીરીટ: વીંછી કરડે અને જો તે વીંછી મળી આવે તો તેને પકડીને તરત જ બોટલમાં પૂરી દો. ત્યારબાદ આ બોટલમાં વીંછી ડૂબી જાય એટલું સ્પીરીટ ભરો. થોડા સમય પછી તે વીંછી મૃત્યુ પામે છે. આ સ્પીરીટમાંથી વીંછીને કાઢીને જે વ્યક્તિને વીંછી કરડે તે જગ્યા પર કપાસના રૂ વડે આ સ્પીરીટ લગાવવાથી ઝેર તરત ઉતરે છે. આ કોઇપણ વ્યક્તિને વીંછી કરડે ત્યારે આ સ્પીરીટ લગાવી શકાય છે.
હળદર: વીંછીના ડંખના વિસ્તારમાં કાચી હળદર પીસીને લગાવાથી ઝેર ઉતરે છે. વીંછી કરડયા બાદ ભોગગ્રસ્ત વ્યક્તિને પાણીમાં ઘસીને હળદર સુંઘવાથી ઝેર ઉતરે છે. કારણકે હળદરમાં ઝેર નાશ કરતા વિષનાશક તત્વો હોય છે.
ફટકડી: વીંછીના ડંખ પર કેરોસીનમાં ફટકડીનો ભુક્કો નાખી ચોપડવાથી થતી પીડામાં રાહત થાય છે આ સાથે જ ફટકડીનો લેપ ઈજાગ્રસ્ત ભાગમાં લગાડવાથી ઝેર દુર થાય છે.
ડુંગળી: વીંછીના ડંખ પર ડુંગળી કાપી બાંધવાથી વિછીનું ઝેર ઉતરી જાય છે. ડુંગળીનો રસ કાઢીને તેમાં એમોનિયમ ક્લોરાઈડ નાખીને વિછીના ડંખ પર લગાવવું જેનાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરવામાં પણ રાહત મળે છે.
ફુદીનો: ડુંગળી સિવાય વીંછી ડંખ મારે ત્યારે ફુદીનો ચાવવાથી અને તેનો રસ કાઢીને પીવાથી પણ ઝેર ઉતરે છે.
મધ અને લસણ : વીંછી કરડે ત્યારે તરત ડંખ ઉપર મધ ચોપડવાથી ઝેર ઉતરે છે અને થતી બળતરા ઓછી થાય છે. ડંખ વાળા ભાગમાં લસણની કળી વાટીને ચોપડવાથી અને લસણનો રસ મધમાં ભેળવીને ખાવાથી પણ ઝેર ઉતરે છે.
રતાળુ: વીંછી કરડે ત્યારે રતાળુના પાન ડંખવાળી જગ્યા પર લગાવવાથી ઝેર ઉતરે છે કારણે કે રતાળુમાં ઝેરનાશક તત્વો હોય છે.