આજના સમયની દોડભાગ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે આપણે આપણા શરીરની પૂરતી કાળજી લઇ શકતા નથી. આજના સમયમાં ભોટાભાગના લોકોમાં કસરત કે વ્યાયામ કરવાનો સમય હોતો નથી.

જો તમે સમયના અભાવે એવી કસરત વિશે વિચારી રહ્યા છો, જે ઓછા સમયમાં વધુ લાભ આપે તો દોરડા કૂદવાની કસરત તમારા માટે સૌથી બેસ્ટ છે. નિયમિત દોરડા કૂદવાના ઘણા ફાયદા છે. તમારા દરરોજના વ્યસ્ત ટાઇમટેબલમાંથી આ કસરતને થોડો સમય આપીને, તમે ઘણા ફાયદા મેળવી શકો છો.

આ કસરત બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈપણ કરી શકે છે. આ કસરત કરવા માટે પણ કોઈ નિશ્ચિત સમયની જરૂર નથી. જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે તમે આ કસરત કરી શકો છો. દરરોજ 10 મિનિટ દોરડા કૂદવાથી તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર રહે છે, જે તમને હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રાખે છે.

આ સિવાય જો તમે સ્થૂળતાથી પરેશાન છો તો દોરડા કૂદવાથી તમારું વજન ઓછું થઈ શકે છે. નિયમિત દોરડા કૂદવાથી તમારા હાથ- હાડકાં મજબૂત બને છે, ચહેરા પર ચમક આવે છે, ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે અને યાદશક્તિ પણ વધે છે.

દરરોજ 10-15 મિનિટ દોરડા કૂદવાથી શરીરમાંથી ઓછામાં ઓછી 200-250 કેલરી બર્ન થાય છે. દોરડા કૂદવા એ બાળકોની ઊંચાઈ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. હાર્ટ એટેક અને ડિપ્રેશન જેવા રોગોને દૂર કરવા માટે આ કસરત એક સારું માધ્યમ છે.

દોરડા કૂદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિએ ક્યારેય ખાલી પેટ દોરડું કૂદવું જોઈએ નહીં. ખાલી પેટ દોરડું કુદવાથી પેટમાં દુખાવો થઇ શકે છે.

જો તમે જમ્યાના બે કલાક પહેલાં અથવા જમ્યાના બે કલાક પછી દોરડા કૂદી જાઓ તો સારું. આ સિવાય દોરડા કૂદતા પહેલા 5 મિનિટ થોડી હળવી કસરત કરવી ફાયદાકારક છે. 5 મિનિટ થોડી હળવી કસરત કરવાથી શરીરને દોરડા કૂદવા માટે તૈયાર થઈ જાય છે.

જો તમે એવી કસરત વિષે વિચારી રહ્યા છો જે ઓછા સમયમાં વધુ ફાયદા કરાવે તો તમે 10 થી 15 મિનિટ દોરડા કૂદીને વધુમાં વધુ ફાયદા મેળવી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *