સારી ઊંઘ બઘાને ગમે. ઘણા લોકો સારી ઊંઘ લાવવા માટે ઘણા વલખા મારતા હોય છે. ઘણા બઘા લોકો ઊંઘવા માટે લાઈટ બંઘ રાખે છે અંથવા તો ઊંઘતા પહેલા વાંચે છે. આવું કરવાથી પણ તેમને ઊંઘ આવતી નથી. ઘણા લોકોને અન્ય કોઈ બીમારીના કારણે ઊંઘ આવતી નથી.
જો તમારે સારી ઊંઘ જોઈતી હોય તો તમે પણ ઊંઘતા પહેલા આ હેલ્ધી ડ્રિન્ક પી લેશો તો તમને 5 મિનિટમાં જ સારી ઊંઘ આવી જશે. તે હેલ્ધી ડ્રિન્ક બનાવવા માટે તમારે દૂધ અને કાજુને મિક્સ કરીને પીવાનું છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે અને ઊંઘ પણ ખુબ સારી આવે છે.
તો ચાલો તમને જણાવીએ કે આ ડ્રિન્ક કેવી રીતે બનાવવું અને તેના શું ફાયદા છે તેના વિશે પૂરતી માહિતી જણાવીશું. આ ડ્રિન્ક પીવાથી આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
જો તમને પણ આખા દિવસ દરમિયાન કામ કરવાથી થાક અને નબળાઈ રહેતી હોય તો તમારે આ ડ્રિન્કને રાત્રે સુતા પહેલા પી જવું. જેથી તમને થાક, નબળાઈ દૂર થશે અને ખુબ જ સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થશે.
સામગ્રી : 4-5 કાજુ લો, 1 કપ દૂધ લેવું, ખાંડ સ્વાદ પ્રમાણે લેવી.
ડ્રિન્ક બનાવાની રીત : સૌથી પહેલા 1 કપ દૂઘ લો, તેમાં 4-5 કાજુ નાખો, ત્યારબાદ તેને 5 કલાક પલાળવા દો. ત્યારપછી પલાળેલા કાજુને બહાર કાઢીને પીસી લો, તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરો.
ત્યારપછી તેને દૂધમાં નાખીને મિક્સ કરીને તેને ઉકાળવા મુકો. તમારું આ ડ્રિન્ક તૈયાર થઇ ગયું છે. હવે તેને થોડું થવા દઈ તે ડ્રિન્કને રાત્રે સુતા પહેલા પી જાઓ. જેથી તમને થાક દૂર થશે અને ખુબ જ સારી ઊંઘ આવશે.
કાજુના ફાયદા : કાજુ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત આપણા શરીરની ત્વચાને પણ ચમક આપે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો કરીને પાચન તંત્ર ને મજબૂત કરે છે. તેના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે.
કાજુ ઊંઘ લાવવામાં ઉપયોગી છે. કેમ કે કાજૂમાં મેગ્નેશિયમ, ઝીંક, અને મેલેટોનિન જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ આવેલા છે. જેથી સ્વાસ્થ્ય ને અનેક ફાયદો થાય છે. આ તત્વો ખુબ જસારી ઊંઘ લાવવામાં મદદરૂપ છે. માટે તમે પણ તમારા આહારમાં કાજુનો સમાવેશ કરીને સારી ઊંઘ લઈ શકો અને સાથે હેલ્ધી પણ બની શકો છો.
દૂઘના ફાયદા : વર્ષો થી રાત્રે સુતા પહેલા ગરમ દૂધ પીવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે અને શરીરને સ્વસ્થ રહે છે. દૂધમાં ટ્રિપ્ટોફેન, મેલાટોનિન, અને સેરોટોનીન નામના તત્વો આવેલ છે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
માટે દૂધને રાતે સુતા પહેલા પીવાની સલાહ પણ આપવામાં આવે છે. તમારે સારી ઊંઘ માટે તમે આ દૂધ અને કાજુના ડ્રિન્કનું સેવન કરી શકો છો. જે તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે અને તમને હેલ્ધી બનાવશે.