દૂધ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે જ નાના બાળકોને પણ દૂધ પીવડાવવામાં આવે છે. દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને દૂધ પીવું પસંદ નથી હોતું. ઘણા લોકોને દૂધની સ્મેલથી તો ઘણા લોકોને તેના સ્વાદથી દૂધ પીવાનું પસંદ હોતું નથી.

જો કે, તમે ઘણી રીતે ખાદ્ય પદાર્થોમાં દૂધ ઉમેરી શકો છો. તેને શેક, સ્મૂધી અને ઘણી વાનગીઓમાં ઉમેરીને તેનું સેવન કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જેનું દૂધ સાથે સેવન ન કરવું જોઈએ. હા, તેઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ આ ખોરાક વિશે.

ખાટાં ફળોનું સેવન : દૂધ સાથે ખાટાં ફળોનું સેવન ન કરવું જોઈએ. દૂધમાં લીંબુનો રસ ઉમેરવામાં આવે તો તે ફાટી જાય છે. તેવી જ રીતે તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. નિષ્ણાંતોના મતે દૂધ સાથે વિટામિન-સી વાળા ખોરાકનું સેવન ન કરવું જોઈએ, કારણ કે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

દૂધ સાથે મગની દાળનું સેવન: મગની દાળનું સેવન દૂધ સાથે ક્યારેય ન કરવું જોઈએ. આ સિવાય દૂધ સાથે ગાજર, શક્કરિયું, બટાટા, તેલ, દહીં, નારિયેળ તેમજ લસણનું સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓ અને દૂધના સેવન વચ્ચે 2 કલાકનું અંતર રાખવું જરૂરી છે.

~

મૂળાનું સેવન કરવું: શિયાળામાં ભરપૂર માત્રામાં મૂળાનું સેવન કરવામાં આવે છે. મૂળાની તાસીર ગરમ હોય છે, તેથી તેને ખાધા પછી તરત દૂધનું સેવન ન કરવું જોઈએ. તે પાચન શક્તિને અસર કરે છે.

માછલીનું સેવન : દૂધ સાથે માછલીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ, તમે તેના વિશે દરેક પ્રકારની માન્યતાઓ સાંભળી હશે. ખરેખર, દૂધની તાસીર ઠંડી હોય છે અને માછલીમાં તાસીર ગરમ હોય છે. જો માછલી અને દૂધ એક સાથે ખાવામાં આવે તો પાચનમાં સમસ્યા થઈ શકે છે.

~

સંતરા અને અનાનસનું સેવન: સંતરા અને અનાનસનું સેવન દૂધ સાથે ક્યારેય પણ ન કરવું જોઈએ. લોકો ઘણીવાર દૂધ સાથે કેળાં ખાય છે પણ આ યોગ્ય નથી. કેળું અને દૂધ બંને કફ વધારે છે અને એની અસર પાચનક્રિયા પર થાય છે.

પ્રોટીન સમૃદ્ધ ખોરાક: એવું માનવામાં આવે છે કે પ્રોટીન અને દૂધ એકસાથે ન લેવું જોઈએ કારણ કે તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે અને વજન પણ વધી શકે છે. નિષ્ણાતોના મતે, જે લોકો વૃદ્ધાવસ્થામાં સ્નાયુઓને વધારવા માંગે છે તેમના માટે પ્રોટીન અને દૂધ જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *