આજનું જીવન ભાગદોડ વાળું બની ગયું છે, કોઈ માણસ પાસે પોતાના શરીરની કાળજી રાખવાનો સમય રહ્યો નથી એટલા માટે આજના સમયમાં દરેક લોકોમાં શરીરને લગતી કોઈ ના કોઈના બીમારી કે સમસ્યા રહે છે. આજના માણસમાં શારીરિક દુખાવો અથવા માંસ પેશીયોનો દુખાવો મોટી સંખ્યામાં જોવા મળે છે.
શરીરમાં કોઈ પણ દુઃખાવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે વધારે પડતો વ્યાયામ, એક જગ્યા પર બેસી રહેવાથી, એકી સાથે વધુ વજન ઉંચકવાથી શરીરના કોઈ ભાગ પર દુખાવો થઇ શકે છે. પરંતુ ઘણી વાર આ દુખાવો સામન્ય હોય તો આપોઆપ મટી જાય છે પરંતુ વધારે દુખાવો હોય તો તેની સારવાર કરવી પણ ખુબજ જરૂરી છે.
જો સારવાર ન કરવામાં આવે આગળ જતા ગંભીર સમસ્યા પણ ઉભી થઇ શકે છે. ઘણી વાર ઘૂંટણમાં દુખાવો હલન-ચલનની પ્રક્રિયામાં અવરોધ ઉભો થવાને કારણે પણ થઇ શકે છે.આપણા શરીરમાં ઘુટણનો દુખાવો, સાંધાનો દુખાવો જેવી સમસ્યા થવાને કારણે ઘણી બધી અગવડતા પેદા થઇ શકે છે.
આજની માહિતીમાં તમને ઘુટણના દુખાવાને દુર કરવા માટે એક એવા લાડુ બનાવાવની રીત વિષે જણાવીશું જેમાં ઘીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર આ લાડુ બનાવી શકાય છે. જો દરરોજ આ હેલ્ધી અને પ્રોટીન યુક્ત લાડુના ખાવામાં આવે તો ઘૂંટણમાં થતા દુખાવાને દુર કરી શકાય છે.
સૌ પ્રથમ જાણીએ કે ઘૂંટણના દુખાવાના કારણો કયા છે: શરીરમાં વજન વધુ હોવું, વધુ કસરત કરવી, લાંબો સમય ખુરશીમાં બેસી રહેવું વગેરે કારણો ધૂંટણમાં કે સાંધાના દુખાવાના કારણો હોઈ શકે છે. કોઈ પણ કારણોસર અસહ્ય દુખાવો થતો હોય તો તેની સારવાર કરાવવી ખુબજ જરૂરી છે.
ઘૂંટણના દુખાવાની સમસ્યાથી પીડિત લોકોએ મેથીનું સેવન કરવાથી ઘૂંટણ દુખાવો મટાડી શકાય છે. શરીરમાં કોઈ સમસ્યા ન થવા દેવી હોય તો હેલ્ધી ખોરાક લેવો ખુબજ જરૂરી છે. તો અહીંયા તમને આવી જ એક હેલ્ધી લાડુ બનાવાવની રીત જણાવીશું, જે ખાવાથી ઘૂંટણની સમસ્યા દુર થઇ શકે છે. તો ચાલો જાણીએ આ લાડુ બનાવાવની રીત વિષે.
લાડુ બનાવવા માટેની સામગ્રી: 450 ગ્રામ તલ, 700 ગ્રામ ગોળ, 90 ગ્રામ શિંગ દાણા, 180 ગ્રામ અખરોટ, 90 ગ્રામ ટોપરું, 25 ગ્રામ સુંઠ, 45 ગ્રામ કાજુ, 45 ગ્રામ બદામ.
લાડુ બનાવવાની રીત: સૌ પ્રથમ બધી વસ્તુને સારી રીતે સાફ કરી લેવી. પછી તલ, શિંગદાણા અને ટોપરાને અલગ કરી લેવું અને બાકીની વસ્તુ અખરોટ, કાજુ, બદામને અલગ કરી આ બધી વસ્તુને બે ભાગમાં વહેચી દેવી. ત્યારબાદ એક મોટી કઢાઈ લેવી અને ગેસ ચાલુ કરી ગરમ કરવા મૂકી દેવી.
થોડી વાર પછી સહેજ ગરમ થાય એટલે તેમાં શિંગદાણા, તલ અને ટોપરાને કઢાઈમાં નાખી થોડી વાર ગરમ થવા દેવું. ટોપરું થોડું બ્રાઉન કલરનું થાય એટલે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેવી અને કઢાઈ માંથી શેકેલી વસ્તુને અલગ વાસણમાં લઇ લેવી અને ઠંડુ થવા દો.
જ્યાં સુધી આ ઠંડુ થાય ત્યાં સુધીમાં બીજી બાકીની સામગ્રીને કઢાઈમાં ગરમ કરો, થોડી વાર રોસ્ટેડ થઇ જાય પછી આ સામગ્રીને પણ એક અલગ વાસણમાં કાઢી લઇ ઠંડુ થવા દેવું. ત્યારબાદ જયારે બધી સામગ્રી ઠંડી થયા પછી ભેગી કરીને મિક્સરમાં થોડી કરકરી પીસી લેવી.
આ બધી સામગ્રીને મિક્સરમાં ધ્યાનથી પીસવી અને એ વાતનું ધ્યાન રાખવું કે વધારે ઝીણું ન પીસાઈ જાય નહિતર લાડુનો અસલી ટેસ્ટ ઓછો આવશે. આ બધી સામગ્રી પીસાઈ ગયા બાદ તેને એક અલગ વાસણમાં લઇ લેવી.
આ બધું તૈયાર થયા પછી કઢાઈમાં ગોળને ગરમ કરો અને ગરમ થયા પછી તરત જ આ બધી પીસેલી સામગ્રીને ગોળમાં નાખી બધું સરખી રીતે મિક્સ થઇ જાય તેમ બરાબર હલાવો. આ બધું મિક્સ થઇ ગયા પછી કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી અને તેમાં સુંઠ ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. આટલું કર્યા પછી લાડુ બનાવાવની તમામ સામગ્રી તૈયાર થઇ ગઈ છે.
આ સામગ્રી માંથી તમારી સાઈઝના લાડુ બનાવો. આ લાડુ બનાવીને નિયમિત 1 મહિના સુધી ખાલી પેટ ખાવાથી તમારા ઘૂંટણના દુખાવામાં ઘણી રાહત થઇ જશે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.