મિત્રો કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓ એવી સમસ્યાઓ છે જેનાથી આજકાલ દરેક લોકો ચિંતિત છે. દરરોજ એક મુઠ્ઠીભર ડ્રાય ફ્રુટ્સ ખાવાથી હૃદયરોગ અને કેન્સર જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટી શકે છે. એક વાત લગભગ આપણે દરેક લોકો જાણીએ છીએ કે ડ્રાયફ્રુટ્સમાં મળતા પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
આજના સમયમાં કેન્સર અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે જેના કારણે લોકો હેરાન થવાની સાથે સાથે મૃત્યુ પણ પામે છે. પરંતુ તમને જણાવી દઈએ કે રોજે એક મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સનું સેવન હૃદય રોગ, કેન્સર જેવી સમસ્યાઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
તમને જણાવીએ કે અખરોટ, કાજુ, મગફળી, બદામ વગેરે જેવા ડ્રાય ફ્રૂટ્સમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન, ફાઈબર અને કોપર જેવા પોષક તત્વો હોય છે જે વજનને નિયંત્રણમાં રાખે છે, આ સાથે જ તે હૃદય રોગ, કેન્સર અને ફેફસાના રોગોમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
અભ્યાસો પરથી જાણવા મળે છે કે દરરોજ 15 થી 20 ગ્રામ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી હૃદય રોગમાં 30 %, કેન્સરમાં 15 % અને અકાળ મૃત્યુમાં 22% નો ઘટાડો થાય છે. તે ડાયાબિટીસનું જોખમ પણ 40 % સુધી ઘટાડે છે. તો આવો જાણીએ કયા ડ્રાય ફ્રુટ્સ માંથી કયા કયા પોષકતત્વો કેટલા પ્રમાણમાં મળે છે.
1) બદામ: આપણામાંથી ઘણા બધા લોકોએ બાળપણમાં યાદશક્તિ વધારવા માટે રોજ બદામ ખાધી હશે. આ વાત સાચી પણ છે કારણ કે તેમાં રહેલું રાઈબોફ્લેવિન નામનું તત્વ યાદશક્તિને સુધારવામાં અને મગજને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે. વધુમાં, તેમાં 160 કેલરી, 6 ગ્રામ પ્રોટીન, 14 ગ્રામ ચરબી હોય છે. આ ઉપરાંત, બદામ ખાવાથી તમે શાંત રહો છો એટલે કે તમે ક્રોધ કરતા નથી, તણાવ દૂર રહે છે અને તમને સારી ઊંઘ આવે છે.
આ સિવાય બદામમાં રહેલું ફાઈબર લોહીમાં સુગર અને ઈન્સ્યુલિનની માત્રાને નિયંત્રિત કરે છે. તેમાં રહેલા વિટામિન E અને B-9 કેન્સર અને હૃદય રોગથી બચવામાં મદદ કરે છે. આ ઉપરાંત બદામ ખાવાથી વધી ગયેલું વજન પણ ઘટાડવામાં મદદ મળે છે.
2) અખરોટ: અખરોટમાં 18.5 કેલરી, 4.3 ગ્રામ પ્રોટીન, 18.5 ગ્રામ ચરબી હોય છે. અખરોટ વિટામિન B અને C થી ભરપૂર છે. આ ઉપરાંત, અખરોટ એકમાત્ર ડ્રાય ફ્રુટ છે જે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે. જો તમે પણ અખરોટને ધ્યાનથી જોયું હશે, તો તમે પણ નોંધ કરી હશે જે તે મગજ જેવું લાગે છે.
જે મગજની કાર્યક્ષમતા વધારે છે તેમજ ડિપ્રેશન અને અલ્ઝાઈમર રોગથી પણ બચાવે છે. આ સાથે અખરોટ ખાવાથી અનિંદ્રાની સમસ્યા પણ દૂર થાય છે કારણકે તેમાંથી મેલાટોનિન નામનો હોર્મોન બહાર આવે છે. આ સાથે અખરોટમાં વિટામિન B7 હોય છે જ વાળની મજબૂતી વધારે છે, વાળ ખરતા અટકાવે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.
3) મગફળી: મગફળીમાં 160 કેલરી, 7 ગ્રામ પ્રોટીન અને 14 ગ્રામ ચરબી હોય છે. આ સિવાય તેમાં વિટામિન E ઉપરાંત B-3 પણ હોય છે. મગફળીમાં ફોલેટની માત્રા વધુ હોય છે, જે વિચારવાની ક્ષમતામાં વધારો કરે છે. આ ઉપરાંત મગફળીમાં ઓલિક એસિડ પણ હોય છે જે ત્વચા માટે સારા અને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે.
આ સિવાય મગફળીમાં અમીનો એસિડની હાજરી હૃદયને સ્વસ્થ રાખે છે. મગફળીના નિયમિત સેવનથી લોહીની ઉણપ એટલે એનેમિયાની સમસ્યા દૂર કરી શકાય છે.
4) પિસ્તા: પિસ્તામાં 160 કેલરી, 6 ગ્રામ પ્રોટીન, 14 ગ્રામ ચરબી હોય છે. તે પોટેશિયમ અને વિટામિન B6 નો સારો સ્ત્રોત છે. તમને જણાવીએ કે વિટામીન B6 શરીરમાંથી નીકળતા તમામ દરેક હોર્મોન્સ માટે સારું માનવામાં આવે છે.
આ સાથે જ તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ આંખો માટે ફાયદાકારક છે. પિસ્તામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આમ રોજ પિસ્તા ખાવાથી જરૂર થી ફાયદો થાય છે,
જો તમે હૃદય અને કેન્સર જેવી બીમારીઓથી બચવા માંગતા હોવ તો આજથી જ તમારા ડાયટમાં એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને જણાવો.