આપણા શરીરમાં લોહીની ઉણપ થવાના કારણે થાક, કમજોરી જેવી સમસ્યા થતી હોય તેવું જોવા મળતું હોય છે. લોહી આપણા શરીરના દરેક અંગ માટે ખુબ જ જરૂરી છે. માટે લોહીની ઉણપ આપણા શરીરમાં ક્યારેય ના થવી જોઈએ.
આજના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિની અનિમિત ખાણી પીણી હોવાના કારણે શરીરને પૂરતું પોષણ મળતું નથી, માટે જયારે આપણા શરીરને પૂરતું પોષણ ના મળવાના કારણે આપણા શરીરમાં ઘણી બઘી સમસ્યાઓ થવાનું શરુ થઈ જતું હોય છે.
લોહીની ઉણપ દૂર કરવા માટે આપણે વેઇ કેટલીક વસ્તુઓ ખાવી જોઈએ જેના વિષે આજે અમે તમને જણાવીશું. શરીરમાં આયર્નની ઉણપ મોટાભાગે મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતી હોય છે, માટે મહિલાઓ માટે આ વસ્તુઓ ખાવાથી ઘણો ફાયદો થશે.
દેશી ગોળ ખાવો: ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે જે લોહીનો સૌથી ઉતમ સ્ત્રોત છે, જે લોહીની ઉણપને દૂર કરવમાં મહત્વની ભૂમિકા ભજવે છે, માટે રોજે એક ટુકડો ગોળનો ખાઈ લેવો જોઈએ, જેથી લોહીની માત્રામાં વઘારો થાય છે.
ગોળ સૌથી તાકાતવર છે માટે તેને ખાવાથી શરીરમાં ભરપૂર શક્તિ મળે છે અને શરીરને તાકાતવર બનાવે છે, જેથી શરીરમાં થાક અને નબળાઈ રહેતી નથી, આ ઉપરાંત ગોળ ખાવાથી શરીરમાં લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે.
ગોળમાં સારી માત્રામાં આયર્ન સિવાય કેલ્શિયમ પણ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવે છે, જેથી સાંઘાના દુખાવા, સ્નાયુના દુખાવા જેવી સમસ્યા થતી નથી, કોઈપણ કામ કરીને થાક લાગતો હોય તો એક ટુકડો દેશી ગોળનો ખાવાથી શરીરમાં સ્ફૂતિ આવશે અને શરીરની કમજોરીને દૂર કરી દેશે.
શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવા માટે તમે ગોળને પાણીમાં નાખીને પણ પી શકો છો જે શરીરને ઠંડુ પણ રાખશે અને શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ પણ કરશે. ગોળનું પાણી પીવાથી લોહી જાદુ થતી નથી જેથી લોહી ગંઠાઈ જવાની કે લોહી જાડું થવાની સમસ્યાથી બચાવશે જેથી નસો બ્લોક થવાનું જોખમ પણ ઘટી જશે. જેથી હાર્ટને લગતી ગંભીર બીમારીથી બચી શકાશે.
બીટ ખાવું: લોહીને વઘારવા બીટ ખુબ જ ફાયદાકારક છે, બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન નો સ્ત્રોત હોય છે. જે લોહતત્વ ને વધારવામાં મદદ કરે છે. બીટને સલાડમાં પણ ખાઈ શકાય છે અને બીટનો રસ બનાવીને પણ પી શકાય છે.
બીટનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે અને શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે. માટે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે બીટના જ્યુસ પીવો જોઈએ જે લોહીને શુદ્ધ કરી લોહીને વઘારવાનું કામ કરે છે.