આપણા રોજિંદા કાર્ય પૂર્ણ કરવા માટે અને આપણા લક્ષય સુધી પહોંચવા માટે આપણું શરીર સ્વસ્થ રહે તે ખુબ જ જરૂરી છે. આપણું શરીર સ્વસ્થ રહે તે માટે આપણે ખોરાક લેતા હોઈએ છીએ. વિવિધ ખોરાક ખાવાથી આપણા શરીરમાં કોષો નું નિર્માણ થાય છે.
જે આપણી શારીરિક ક્રિયાઓનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. જેથી આપણા શરીરને પૂરતી ઉર્જા મળી રહે છે. પરંતુ કોઈ પણ આહાર ખાઈ લેવાથી શરીરને પૂરતું પોષણ મળી રહેતું નથી. માટે આપણું શરીર યોગ્ય રીતે કાર્ય કરે એ માટે યોગ્ય પોષણ યુક્ત આહાર લેવો ખુબ જ જરૂરી છે.
જયારે આપણા આહારમાં પોષક તત્વો હોય ત્યારે આપણે સંપૂર્ણ આહાર લીઘો હોય તેવું માનવામાં આવે છે. આપણા આહારમાં જરૂરી પોષક તત્વો જેવા કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ચરબી, ખનીજ તત્વો અને પાણીનો હોય તેવો આહાર લઈએ તો આપણે સંપૂર્ણ આહાર લીઘો હોય તેવું કહેવાય છે.
આપણા શરીરને અનેક પ્રકારના વિટામિનની જરૂર પડતી હોય છે. તેવામાં એવા કેટલાક વિટામિનની ઉણપ આપણા શરીરમાં સર્જાય છે જેના કારણે આપણે બીમાર પણ પડી જતા હોઈએ છે. માટે આપણા શરીરને જરૂરી હોય તેટલા વિટામિન ની ઉણપ દૂર કરવી જોઈએ.
આજે અમે તમને વિટામિન-એ ની ઉણપ વિશે જણાવીશું. જો આપણા શરીરમાં વિટામિન-એ ની ઉણપ હોય તો તેની અસર આપણી આખો પર પડે છે. જેના કારણે આપણી આખો નબળી પડી જતી હોય છે. માટે આજે અમે તમને વિટામિન-એ ની ઉણપ ના લક્ષણો અને તેની ઉણપ દૂર કરવા માટે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું.
વિટામિન-એ ની ઉણપના કારણે આપણું માથું વારંવાર દુખાવાનું શરુ થઈ જાય છે. જો શરીરમાં આ વિટામિનની ઉણપ હોય તો થાક પણ લાગ્યા કરે છે. આ ઉપરાંત કોઈ પણ કારણ વગર તમારા હોઠ પણ ફાટવા લાગે છે. આંખો માંથી પાણી નીકળવાનું પણ બંધ થશે જેથી તમારી આંખો ની નસો સુકાવા લાગશે. આ ઉપરાંત આખોમાં વારે વારે સોજા પણ આવી જતા હોય છે.
વિટામિન-એ ની ઉણપનું સૌથી મોટું કારણ કુપોષણનો શિકાર છે. જો તમે દૂઘ, લીલા શાકભાજી, માછલી, ઈંડા વગેરેનું સેવન ના કરવાને કારણે આ વિટામિનની ઉણપ થઈ શકે છે. જો તમે શુદ્ધ શાકાહારી હોવ તો વધુ માં વધુ દૂધ પીવું જોઈએ, વિટામિન એ થી ભરપૂર ફળો જેવા કે ગાજર, પાલક, બ્રોકોલી, કીવી, પપૈયા જેવા ફળોનું સેવન કરવાનું શરુ કરવું જોઈએ.
વિટામિન-એ ની ઉણપના કારણે વઘારે પેશાબ જવું પડતું હોય છે. જો તમે વારે વારે પેશાબ કરવા જતા હોવ તો તે વિટામિન-એ ની ઉણપ સર્જાઈ શકે છે. જો તમને આ પેશાબ જવાની સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લઈને તેનું નિદાન કરાવવું જોઈએ.
વિટામિન-એ ની ઉણપ નાના બાળકોને, વૃદ્ધ લોકોને, મોટી બીમારીના કારણે કુપોષણ નો શિકાર હોય તેમને, આ ઉપરાંત જે વ્યકતિ સૌથી વધુ ચોખાનું સેવન કરતી હોય તેમને વિટામિન-એ ની ખામી થઈ શકે છે.
માટે જો તમારે વિટામિન-એ ની ઉણપ પૂર્ણ કરવી હોય અને આંખોને કમજોર પડવાથી બચાવવી હોય તો તમારે આહારમાં ભરપૂર માત્રામાં લીલા શાકભાજીનું સેવન કરવાનું શરુ કરી દેવું જોઈએ. જેથી વિટામિન-એ ની ઉણપ દૂર થઈ જાય.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.