દરેક વ્યક્તિએ દરરોજ પોતાના માટે પાંચ થી દસ મિનિટ કાઢવી જરૂરી છે. ખાસ કરીને દરેક મહિલાઓએ તો પોતાના માટે ટાઈમ કાઢવાની જરૂર છે. જો દરેક મહિલાઓ તેમના માટે પાંચ મિનિટનો પણ ટાઈમ કાઢીને આ કામ કરશે તો તેમના ચહેરા પર કરચલીઓ કયારેય પડશે નહીં.
દરેક મહિલાઓની ઉંમરમાં જેમ જેમ વઘારો થાય છે તેમ જ તેમના ચહેરા પર કરચલીઓ પડવાની શરૂ થઈ જાય છે. અને તે કરચલીઓ ને અટકાવું થોડું મુશ્કેલ બની જાય છે. જેના કારણે દરેક મહિલાઓ ચહેરા પરની કરચલીને દૂર કરવા માટે બજારમાં મળતી વિવિધ ક્રીમ, લોશન વગેરેનો ઉપયોગ આડેઘડ કરવા લાગે છે.
પરંતુ તે બજારમાંથી મળતી બઘી વસ્તુનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચાને લાંબા સમયે નુકસાન કરી શકે છે. આ બધી વસ્તુઓ ખુબ જ ખર્ચાળ હોય છે. પરંતુ આ બધી વસ્તુનો ઉપયોગ કર્યા વગર કર્ચલીને દૂર કરવી હોય તો દરરોજ પાંચ થી દસ મિનિટનો ટાઈમ કાઢીને દરેક મહિલાઓએ એક્સરસાઇઝ કરવી જોઈએ.
જેથી તમે વઘારે ખર્ચાથી બચી જશો, તમારી ત્વચા ને પણ કઈ નુકસાન થશે નહીં અને તમારા ચહેરાની કરચલીઓ પણ દૂર થશે. જેના કારણે તમારી ઉંમર વઘવા છતાં તમે જુવાન દેખાશો. દરેક વ્યક્તિ કસરતમાં કમર, પેટ, બાયસેપ્સ, પર વઘારે ઘ્યાન આપે છે પરંતુ તે ચહેરા પર ઘ્યાન આપવાનું ભૂલી જાય છે.
દરેક વ્યકતિની ભાગદોડ ભરી વ્યક્ત જીવન શૈલીમાં તે વ્યક્તિ લાફિંગ કરવાનું ભૂલી જ જાય છે. પરંતુ હસવાથી ચહેરા ના સ્નાયુઓને પૂરતી કસરત મળી રહે છે. જેના કારણે ચહેરાની કરચલીઓ દૂર થાય છે. માટે આજે અમે તમને ચહેરાની કરચલીને દૂર કરવા માટે કઈ કસરત કરવી જોઈએ તેના વિશે જણાવીશું.
દરેક મહિલાઓ માટે આ કસરત કરવી ખુબ જ સરળ છે. મહિલાઓ આ કસરતને કામ કરતા કરતા પણ કરી શકે છે. ફુગ્ગો ફુલાવવો: આ કસરત કરવા માટે એક જગ્યાએ બેસીને પદ્માસન માં બેસીને આખીને બંઘ કરીને શાંત બેસવું. ત્યાર પછી મોંમાં હવા ભરીને ગાલને ફુગ્ગાની જેમ ફુલાવી દેવું. ગાલના સ્નાયુઓને અંદરથી પ્રેસર આપો કે ત્વચા બહાર ખેંચાય.
શરૂઆતમાં આ એક્સરસાઈઝ હળવેથી કરવી. ત્યાર પછી મોંમાં ભરેલી હવાને એક બીજાની વિરુદ્ધ દિશામાં અથડામણ કરો. આ ક્રિયા 5 થી 7 વખત કરવી. આ એક્સરસાઈઝ કોઈ પણ કામ કરતા પણ કરી શકાય છે. આ કસરત દિવસમાં કોઈ પણ સમય અનુસાર દરરોજ પાંચ મિનિટ કરવી જોઈએ.
પપેટ ફેસ: જો તમારા નાક અને આંખોની નીચે કરચલી થતી હોય તો બંને હાથનો ઉપયોગ કરીને બંને ગાલને ઊંચા અને નીચા કરો. આમ કરવાથી આંખો અને નાક નીચે ની કરચલી દૂર થશે. આ કસરત ખુબ જ સરળ છે જે દરેક વ્યક્તિ સરળતાથી કરી શકે છે. આ કસરત દરરોજ દિવસમાં કોઈ પણ સમયે પાંચ મિનિટ કરવી જોઈએ. જેથી તમારો ચહેરો કરચલી મુકત થઈ જાય છે.
સિંહાકૃતિ: યોગશાસ્ત્રમાં આ મુદ્રાને કરચલી મુકત બનાવવા માટે સમાવેશ થાય છે. સિંહાકૃતિ મુદ્રા કરવા માટે કપાળ, આંખોને હડપચીને રીતે સ્ટ્રેચ કરીને મોં ખોલો અને જીભ ને બહારની તરફ નીકાળો. પાંચ સેકન્ડ સુઘી આ સ્થિતિમાં રહીને પછી ચહેરાને સામાન્ય સ્થિતિમાં લાવીને આંખો, હોઢ અને મોં બઘાને એક બીજાને જોરથી ભેગા કરતા હોય તેમ સંકોચી દેવા. આમ આ કસરત દરરોજ દિવસમાં પાંચ થી છ વખત કરવી. જેથી ચહેરાની કરચલી દૂર થવા લાગે છે.
ગાલને અંદર ખેંચવા: જે રીતે તમે સ્ટ્રો થી જ્યુસ પિતા હોય તેવી જ રીતે બંને ગાલને મોની અંદર ખેંચાણ આપો. આ સ્થિતિમાં પાંચ સેકન્ડ રહીને સામાન્ય સ્થિતિમાં આવી જવું. આ કસરત કરવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. આ કસરત દરરોજ પાંચ વખત કરવાથી ત્વચા સ્ટ્રોંગ થાય છે અને કરચલી પડતી નથી.
જો તમે ઉંમર વધાવની સાથે ચહેરા પર કરચલી જોવા માંગતા ના હોય તો દરરોજ પાંચ મિનિટ નો ટાઈમ કાઢીને આ સરળ કસરત અવશ્ય કરવી જોઈએ. આ કસરત નાના મોટા દરેક વ્યક્તિ સરળતાથી કરી શકે છે. જેથી લાંબા સમયે પણ ત્વચા કરચલી વગરની રહે અને લાંબા સમય સુઘી તે વ્યક્તિ યંગ અને જવાન દેખાવા લાગશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.