આપણા શરીરમાં રહેલા બધા જ અંગો અગત્યના છે. બધા અંગો સારી રીતે કામ કરે તો આપણે સારી રીતે જીવી શકીએ છીએ. શરીરમાં એક પણ અંગ બગડે તો તેની સીધી અસર તમારા શરીરમાં દેખાઈ આવે છે. આપણી આંખ આપણા માટે ખુબ જ મહત્વનું અંગ છે. આંખ વગર તમે દુનિયાની કલ્પનાપણ ન કરી શકો.

આંખ વગર દુનિયા અંધકારમય છે. એટલા માટે જો આંખને કોઈ સમસ્યા થાય તો તેનાથી ખુબ મોટું નુકશાન થઇ શકે છે. તમને જણાવીએ કે આંખ ખુબજ નાજુક અંગ છે. જયારે પણ કોઈ નાની વસ્તુ આંખ પર વાગી જાય છે ત્યારે તે જગ્યા પર ખુબજ બળતરા થાય છે.

જ્યારે આંખને લગતી કોઈ ગંભીર સમસ્યા થાય ત્યારે સારવાર પણ કરાવવી પડે છે નહિતર તેનાથી આંખને નુકશાન થવાની સંભાવના રહેલી હોય છે. આજના સમયમાં આંખની ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે જેવી કે નંબર આવવા, મોતિયો આવવો, આંખમાં ફૂલુ પડવું, આંજણી થવી જેવી ઘણી બધી જ સમસ્યાઓ થવા પામે છે.

આજના સમયની મોટાભાગની સમસ્યાઓ થવા પાછળ આપણા આહારનો આધાર રહેલો છે. એટલા માટે જો તમે ચશ્માના નંબરથી બચવા માગો છો તો અહીંયા જણાવેલી કેટલીક બાબતો અનુસરીને તમે આંખના નંબર આવવાની સમસ્યાથી બચી શકો છો.

આંખોમાં તેજ વધારવા અને આખોંના નંબરની સમસ્યાથી બચવા માટે વરીયાળી, બદામ જેવા ડ્રાઈફ્રુડ ખુબ જ ઉપયોગી છે. આ માટે તમે એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને તેને વાટી નાખો. આ રીતે બનાવેલા મિશ્રણને દરરોજ રાત્રે દૂધની સાથે લો. આ રીતે તેનો ઉપયોગ કરવાથી તમારી આંખોનું તેજ પણ વધે છે.

આમળા આંખના નંબર સામે રક્ષણ આપવા માટે ખુબ જ ઉપયોગી છે. આમળા સ્વાદે ખાટા અને ખટાશ પડતા તુરા પણ હોય છે. પરંતુ ઘણા લોકો આમળા વિષે જાણતા ન હોવાથી તેનું સેવન કરતા નથી. પરંતુ તમારે આંખની સમસ્યા છે અથવા તો આંખે ચશ્માં ન પહેરવા હોય તો તમારે આમળાનું પૂરતી માત્રામાં સેવન કરવું જોઈએ. આંખની સમસ્યાથી દૂર રહેવા માટે આમળાનું સેવન ખુબ જ ઉપયોગી છે.

આંખોમાં રક્ષણ માટે ત્રિફળાનો પાવડર પણ ઉપયોગી છે. જેમાં આમલા, બહેડા અને હરડેનો ઉપયોગ થાય છે. આંખની સમસ્યાના રક્ષણ માટે સો ગ્રામ ત્રિફળા પાવડર અને સો ગ્રામ ખાંડ મિક્સ કરીને તેને મિક્સ કરી લેવી. આ રીતે તમે ત્રિફલા પાવડરને દૂધ કે મધની સાથે પણ લઇ શકો છો. જેનું યોગ્ય માત્રામાં આ રીતે સેવન કરવાથી આંખોની સમસ્યા અને આંખોના નંબર થી બચી શકાય છે.

આ સિવાય તાંબાના વાસણમાં રાખેલું પાણી આંખના નંબરની સમસ્યા ઠીક કરવા માટે ખુબ જ ઉપયોગી છે.  આ માટે તમે દરરોજ રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખી મુકો અને સવારે વહેલા જાગીને આ પાણીનું સેવન કરો. તમને થોડાજ દિવસોમાં ખુબ જ ફાયદો જણાશે અને તમને આંખોમાં નંબર નહી આવે.

રસોડામાં રહેલું જીરૂ અને ખાંડમાં પણ આંખને રક્ષણ અપાવનાર ગુનો અને કેટલાક તત્વો રહેલા છે. આ માટે તેનું યોગ્ય માત્રામાં સેવન કરવું ખુબ જ સાબિત થાય છે. આ માટે તમારે જીરું અને ખાંડને વાટી લેવી. વાટી લીધા પછી તેનું ઘીની સાથે સેવન કરવું .

જો તમે અહીંયા જણાવેલ પદાર્થો લઈને તેનું સેવન કરશો તો આંખોમાં આવતા નંબર અને બીજા રોગો સામે તમે રક્ષણ મેળવી શકો છો. આ ઉપાયોથી આંખો સુરક્ષિત રહે છે અને આંખોને લાંબા સમય સુધી કોઈ સમસ્યા થતી નથી અને આપણે બરાબર જોઈ શકીએ છીએ.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *