જો તમે પણ ચહેરા ઉપર ઈન્સ્ટન્ટ ગ્લો લાવવા માંગતા હોવા તો આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ચહેરા ઉપર ઈન્સ્ટન્ટ ગ્લો લાવી શકો છો. જો તમારા ચહેરા ઉપર પણ નાની મોટી સમસ્યાઓ જોવા મળે છે જેવી કે ચેહરા ઉપર કાળા રંગના ડાઘ અથવા તો તમારા ચહેરા ઉપર બીજી કોઈપણ પ્રકારની સસ્યાયાઓ જોવા મળે છે
તો તમે દેશી ઉપાય કરીને તેનો ઈલાજ કરી શકો છો અને તમારા ચહેરા ઉપર ઈન્સ્ટન્ટ ગ્લો લાવી શકો છો. જો તમે તમારા ચહેરા ને ગ્લો લાવવા માટે બજારમાં મળતી મોંઘામાં મોંઘી વસ્તુનો ઉપયોગ કરતા હોવ તો તે આજે જ છોડી દો કારણકે અમે તમને આજે એક સરળ ઉપાય બતાવીશું.
આ સરળ ઉપાય કરીને તમે તમારા ચહેરા ને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરી શકો છો. જો તમે યુવાન છો તો તમે જાણતાજ હશો કે ચહેરાને લગતી સમસ્યા મોટાભાગમાં યુવા પેઢીમાં જ જોવા મળે છે. હવે જાણીએ ચહેરા ઉપર ઈન્સ્ટન્ટ ગ્લો લાવવા માટેના ફેસપેક વિષે.
કેવી રીતે ફેસપેક બનાવવો: સૌ પ્રથમ ફેસપેક બનાવવા માટે એક બ્રેડ લો. ત્યારબાદ લીધેલી બ્રેડની કિનારીઓ સાવ કાઢી નાખો. ત્યારબાદ એક વાટકી લો અને તેમાં બ્રેડના નાના ટુકડા કરી નાખો. હવે તેમાં 3 થી 4 ચમસી દૂધ મિક્સ કરી દો. અહીંયા એ વાતનું ધ્યાન રાખો કે તમે જે દૂધ ઉમેરો છો તે સાવ કાચું હોવું જોઈએ.
આ ફેસપેક બનાવવા માટે તમારે ગરમ કરેલા દૂધ નો ઉપયોગ કરવો નહિ કારણ છે કે તમે જો દૂધ ને ગરમ કરી નાખો તો તેમાં રહેલા પ્રોટીનની માત્રા સાવ ઘટી જાય છે. થોડી વાર પછી તમે જે બ્રેડ ને દુધમાં પલાળો છો તે બ્રેડ દૂધ ને શોષી લેશે અને દૂધ સાવ નરમ થઇ જશે. આ સાથે તમારી પેસ્ટ પણ તૈયાર થઈ જશે.
પેસ્ટને કેવી રીતે લગાવવી ? સૌ પ્રથમ આ પેકને તમારા ચહેરા ઉપર લગાડતા પહેલા તમારે તમાંરા ચહેરા ને સ્વચ્છ પાણીની મદદથી ધોઈ નાખવાનો છે અને પછી તમારે બ્રેડ ની પેસ્ટને તમારા ચહેરા ઉપર તથા તમારી ગરદન ઉપર અથવા જે ભાગ બ્લેક રંગ છે તે ભાગ ઉપર આ પેસ્ટ લગાડવી.
આ પેક લગાડ્યા બાદ તેને 10 થી 15 મિનીટ રહેવા દેવી અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ નાખવી. આ પેક લગાડવાથી થતા ફાયદા: આ પેક લાગવાથી તમારા ચહેરા ઉપરના ડેડ સેલ્સ ને નાશ કરે છે તથા તમારા ચહેરા ઉપર જો કાળો રંગ હોય તો તેને પણ સાવ મટાડી દે છે.
તમને જણાવીએ કે કાચા દૂધમાં સૌથી વધારે માત્રા માં લેક્ટિક એસીડ રહેલું હોય છે જે તમારા ચહેરા ઉપર પડેલા ગમે તેવા કાળા ડાઘ, કાળો રંગ, તથા ચહેરા પરના ખીલ અને ચહેરા ઉપરની કરચલીઓ મટાડે છે અને તમારો ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો લાવે છે સાથે ચહેરાને એકદમ ચમકદાર બનાવે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.