આજના સમયમાં દરેક લોકો ઇચ્છતા હોય છે કે તેઓ બીજા કરતા વધુ સુંદર દેખાય. સુંદર દેખાવા માટે લોકો ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે જેમાં તેઓ સૌથી વધુ બજારુ પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું એવી કેટલીક વસ્તુ વિષે જે વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરા ઉપર ચમક અને ગ્લો લાવી શકો છો.
તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે અને તેનો ઉપયોગ કરવાની રીત વિષે. હળદર અને દહીંના ઉપયોગથી તમે તમારીત્વચામાં ચમક લાવી શકો છો કારણકે તેમાં ઝિંક અને મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે, જે ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.
દહીં, હળદર, ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રાખો. થોડી વાર પછી સાદા પાણીથી તમારો ચહેરો ધોઈ લો. આ ઉપાય કરવાથી તમારા ચહેરા પર તરત જ ગ્લો આવશે. તમને જણાવીએ કે હળદર અને દહીં લગાવવાથી તમારી ત્વચાને ઘણી રીતે ફાયદો થઇ શકે છે.
હળદરમાં એન્ટિસેપ્ટિક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-એજિંગ ગુણધર્મો રહેલા હોય છે. આજ રીતે દહીંમાં પણ ઝિંક, કેલ્શિયમ, વિટામિન બી અને લેક્ટિક એસિડ મળી આવે છે. આથી આ બંને વસ્તુઓનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે અને તેનાથી તમારા ચહેરા પર ચમક આવે છે.
વૃદ્ધત્વની સમસ્યા દૂર થશેઃ જો તમે તમારી ઉંમર છુપાવવા માંગો છો તો હળદર અને દહીં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. દહીં અને હળદરનો ઉપયોગ ત્વચા પર વધતી ઉંમરના ચિન્હોને ઘટાડે છે સાથે સાથે ચહેરા પર કરચલીઓથી દૂર રાખે છે. તમને જણાવીએ કે હળદર અને દહીંમાં વૃદ્ધત્વ વિરોધી ગુણ રહેલા હોય છે.
હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન તમારા ચહેરા ઉપરની કરચલીઓ દૂર કરે છે. દહીંમાં વિટામીન A અને ઝિંકનું પ્રમાણ હોય છે જે ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવવામાં મદદરૂપ થાય છે. એક બાઉલમાં 1 ચમચી હળદર, 1 ચમચી દહીં, 1 ચમચી એલોવેરા જેલ અને ગુલાબજળના થોડા ટીપાં મિક્સ કરીને પેસ્ટ બનાવી તૈયાર કરી લો અને તેને ચહેરા પર લગાવો.
આ બનાવેલા પેકને ચહેરા પર 10 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરાને હૂંફાળા ગરમ પાણીથી ધોઈ લો. થોડાજ સમયમાં તમારા ચહેરા પર ગ્લો આવશે અને ચહેરો ચમકવા લાગશે.
તૈલી ત્વચાની સમસ્યાથી છુટકાળો અપાવે: ચહેરા પરની તૈલી ત્વચાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે જેમાં ચહેરા પર ખીલ અને ચહેરો શ્યામ થવો વગેરે નો સમાવેશ થાય છે. તો આ સમસ્યાથી છુટકાળો મેળવવા માટે ઈંડાનો સફેદ ભાગ દહીં અને હળદરમાં મિક્સ કરીને લગાવો. તેનાથી ખીલ અને તૈલી ત્વચાની સમસ્યા દૂર થઇ જશે.
આ પેસ્ટ તૈયાર કર્યા પછી તેને ચહેરા પર 15 મિનિટ સુધી રાખો. પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમને જણાવીએ કે ઈંડામાં પ્રોટીન જોવા મળે છે, જે તમારી ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે.
ચહેરા પરના ડાઘ માટે ફાયદાકારકઃ ચહેરા પર પડેલા ડાઘ અને ફોલ્લીઓને હળવા કરવા માટે હળદર, દહીં અને ગુલાબજળના મિશ્રણમાં ચંદન પાવડર મિક્સ કરો અને પેક બનાવો. આ પેકને ચહેરા અને ગરદનના ભાગ પર લગાવો અને થોડા સમય પછી જ્યારે ફેસપેક સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો.
તમને જણાવીએ કે હળદરમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમજ દહીંમાં લેક્ટિક એસિડ રહેલો હોય છે જે ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને ચહેરા પરના ડાઘ મટાડવામાં મદદ કરે છે.