ઉનાળામાં ચાલી રહેલ હાલની કાળઝાળ ત્વચા ગરમીમાં સૂર્ય પ્રકાશના તેજથી ચહેરો બ્લેક થવા લાગે છે. જેના કારણે ચહેરાનો દેખાવ અને સુંદરતા પણ ખુબ જ ઓછી થવા લાગે છે. જેથી ચહેરાને સફેદ બનાવવા માટે ઘણા બ્યુટી પાર્લરનો સહારો લેતા હોય છે,
અને ઘણા લોકો અનેક બજારમાં મળતી ક્રીમ અને ફેશવોશનો ઉપયોગ કરતા હોય છે. કારણકે નાના હોય કે મોટા દરેક વ્યકતિને ચહેરો સફેદ રહે અને સુંદર દેખાવ હોય તેવું ઈચ્છે છે. જેને ઘ્યાનમાં લઈને લોકો બજારુ પ્રોડક્ટનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે.
પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ક્રીમ અને ફેશવોશ પણ ઘણી વખત ચહેરા પર નુકસાન પ પહોંચાડી શકે છે, કારણકે તેમાં મળી આવતા કેમિકલ યુક્ત રસાયણો ચહેરાને સુંદર બનાવવાની સાથે ચહેરા પર ખીલ અને પીમપલ્સ ની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.
બજારમાં મળતી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લરના સૌથી વધુ પૈસા ચહેરાને સુંદર બનાવવા માટે ખર્ચી ના ખાતા હોય છે, પરંતુ ચહેરાને સુંદર બનાવી રાખવા માટે આપણે વધારે પૈસા ખર્ચ ના કરવા પડે અને ચહેરાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે માટે ના ઘરેલુ ઉપાય જણાવીશું.
જેની મદદથી તમે ચહેરાને સુંદર અને મુલાયમ બનાવી શકો છો. આ માટે ઘરે જ રહીને આપણે ઘરેલુ એવી વસ્તુની મદદથી આપણે ફેસિયલ બનાવીને ચહેરા પર લાગવાનો છે જેની મદદથી કાળો પડેલ ચહેરો સફેદ થઈને સુંદર પણ થઈ જશે અને ચમકવા પણ લાગશે.
આ માટે ચહેરા પર એક મહિનામાં એક વખત ફેસિયલ જરૂર કરવું જોઈએ, ફેશિયલ કરવું ઘણા લોકોને ખુબ જ અગરુ લાગતું હોય છે પરંતુ અમે તમને સ્ટેપ પ્રમાણે કઈ રીતે કરું તે પણ જણાવીશું તો ચાલો જાણીએ ફેસિયલ કઈ રીતે બનાવવું અને કઈ રીતે તેનો ચહેરા પર ઉપયોગ કરવો. આ માટે આપણે શરૂઆત ક્લિનજિંગ થી કરીશું.
ક્લિનજિંગ કરવું: સૌથી પહેલા એક બાઉલમાં ત્રણ થી ચાર ચમચી કાચું દૂઘ લેવાનું છેઅને એક કોર્ટન બોલ લેવાનું છે, ત્યાર પછી તે કોર્ટન બોલને દૂઘમાં પલાળીને આખા ચહેરા પર લગાવીને માલિશ કરવાની છે અને 15 મિનિટ ઘોઈ લેવાનો છે. ક્લિનજિંગ કરવાથી ચહેરા પર ની ગંદકી દૂર થઈ જાય છે અને સ્કિનમાં નિખાર લાવવામાં મદદ કરશે.
સ્ક્રબ કરવું: આ માટે બાઉલમાં બે ચમચી બેસન લેવાનું છે, ત્યાર પછી તેમાં ત્રણ ચમચી કાચું દૂઘ નાખી બરાબર હલાવીને સ્ક્રબ તૈયાર કરો, આગળીથી ચહેરા પર લગાવીને 2 મિનિટ માલિશ કરીને 15 મિનીટ પછી ચહેરાને ઘોઈ લેવો અને એક કપડાંની મદદથી સાફ કરી લો. જેટલી વધારે આ સ્ક્રબથી માલિશ કરવામાં આવે તેટલી જ ડેડસ્કિન ખુબ જ ઝડપથી દૂર થઈ શકે છે.
સ્પેશિયલ ફેશિયલ મસાજ: આ માટે તમારે એક કપડામાં બે ચમચી જેટલું દહીં લેવાનું છે ત્યાર પછી તેમાંથી પાણી નીકળી ને ઘીનો ઉપયોગ કરવાનો છે, તે દહીંમાં એક ચમચી બીટનો રસ ઉમેરવાનો છે, પછી બરાબર હલાવીને પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાર પછીં તેને આંગળીની મદદથી ચહેરા પર લગાવી લો, અને 10 મિનિટ સુધી મસાજ કરો અને 10 મિનિટ પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ લેવો.
આ રીતે સ્પેશિયલ ફેશિયલ મસાજ ચહેરા પર લગાવાથી ચહેરો એટલી બઘો સફેદ થઈ જશે કે તમે બ્યુટી પાર્લરમાં જવાનું પણ નહીં વિચારી શકો. હવે ફેશપેક કઈ રીતે બનાવવો તે જણાવીશું.
ફેશપેક: આ માટે સૌથી પહેલા એક ચમચી ચંદન પાવડર, અડધી ચમચી બીટનો રસ, 1/4 ચમચી હળદર, અને એક ચમચી કાચું દૂઘ લેવાનું છે, આ બધી વસ્તુને મિક્સ કરી બરાબર હલાવીને ફ્રેશપેક તૈયાર કરો, હવે આગળીઓની મદદથી ફેશપેકને ચહેરા પર લગાવી દો અને 5 મિનિટ સુઘી ચહેરાની માલિશ કરો અને સુકાઈ જાય પછી ચહેરાને ઘોઈ લેવો.
આ રીતે ફેશપેક લગાવાથી ચહેરો નેચરલી સફેદ થઈ જશે, આ ફેશપેક લગાવાથી ચહેરાને મોશ્ચોરાઈઝ કરે છે અને ચહેરા પરના ખીલ અને ડાઘ ને પણ દૂર કરે છે. આ રીતે સ્ટેપવાઈઝ ચહેરા પર ફેશિયલ કરવાથી ચહેરો સુંદર અને ચમકદાર બનશે.
