દરેક વ્યક્તિ રોજે પોતાને સ્વસ્થ રાખવા માટે ખોરાક ખાય છે. આમ જોવા જઈએ તો આપણા શરીરને સ્વસ્થ રાખવા ફળો, લીલા શાકભાજી, જ્યુસ, ડ્રાયફ્રુટ, કઠોળ વગેરેનું સેવન કરતા હોય છે. કઠોળને ફણગાવીને ખાવામાં આવે તો તેના અદભુત ફાયદા થતા હોય છે.
માટે આજે અમે તમને ફણગાવેલ મગ ખાવાના ફાયદા વિશે જણાવીશું. ફણગાવેલ કઠોળનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. ફણગાવેલ મગમાં પ્રોટીન, વિટામિન-ઈ, વિટામિન-સી, વિટામિન-એ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે.
વિટામિન અને પ્રોટીનની ઉણપના કારણે આપણા શરીરને ઘણા રોગો થવાની શક્યતા વઘી જાય છે. આપણા શરીરમાં કોઈ પણ બીમારી ના આવે તે માટે આપણે ખુબ જ કાળજી રાખવી જરૂરી છે. હવે તમને અંકુરિત મગ ખાવાના ફાયદા વિશે જણાવીશું.
અમે તમને જણાવીએ કે આપણે જયારે બીમાર પડીએ ત્યારે પણ મગનું સેવન કરવાનું કહેતા હોય છે. મગ અને મગના પાણીનું સેવન કરવું આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. માટે રોજ સવારે એક વાટકી ફણગાવેલ મગનું સેવન કરવું જોઈએ.
બ્લડપ્રેશર ની સમસ્યા હોય તેમને ફણગાવેલ મગનું સેવન કરવું ખુબ જ લાભદાયક સાબિત થાય છે. જો રોજ એક વાટકી મગનું સેવન કરવામાં આવે તો બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
ફણગાવેલ મગનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ હોય તેને દૂર કરવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલ લેવલને વઘારીને કંટ્રોલમાં લાવવા માં મદદ કરે છે.
જયારે ફણગાવેલ મગનું સેવન કરવામાં આવે ત્યારે પેટની કોઈ પણ સમસ્યા હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે. કારણકે તેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે જેથી તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા હોય તેને પણ દૂર કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. પેટને સાફ રાખવા માટે અંકુરિત મગ નું સેવન કરવું જોઈએ.
ફણગાવેલ મગમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. માટે રોજ એક વાટકી ફણગાવેલ મગનું સેવન કરવામાં આવે તો આપણા શરીર હાડકાને મજબૂત બનાવવામાં મદદ મેળવી શકાય છે. વઘતી ઉંમરે હાડકાની મજબૂતાઈ આપવા માટે ફણગાવેલ મગ ખુબ જ ફાયદાકારક છે.
ફણગાવેલ મગનું સેવન સવારે ઉઠીને કરવાથી આપણા શરીરમાં રહેલ થાક, નબળાઈ અને કમજોરીને દૂર કરે છે અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેથી આપણા શરીરને અનેક રોગથી બચાવવામાં મદદ મળે છે.
રોજ એક વાટકી ફણગાવેલ મગ અને તેના પાણીનું સેવન કરવાથી માંગણી યાદશક્તિ માં વધારો થાય છે. માટે નાના બાળકોને ફણગાવેલ મગનું સેવન કરાવવું ખુબ જ સારું માનવામાં આવે છે જેથી તેમની યાદશક્તિમાં વઘારો થાય છે અને બાળકોનો વિકાસ પણ સારો થશે.
ફણગાવેલ મગનું સેવન કરવાથી આપણી આંખો નું તેજ વધારવા માટે પણ સારું માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી લીવર, કિડની, ફેફસા જેવા શરીરના અનેક અંગને સુરક્ષિત રાખવાનું કામ ફણગાવેલ મગ કરે છે. માટે તેનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરને ઘણા લાભ થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.