ઘણા લોકો થોડું જ કામ કરીને થાકી જતા હોય છે તો ઘણા લોકોને આખો દિવસ નબળાઈ અને થાકનો અહેસાસ રહે છે. જો તમારી સાથે પણ આવી થઇ રહ્યું છે તો સૌથી પહેલા તમારે તમારા આહાર પર ધ્યાન આપવાની જરૂર છે.

આ લેખમાં તમને કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓને તમારા આહારમાં સમાવેશ કરીને તમે વારંવાર થાક લાગવો અને નબળાઈ અનુભવવાની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે.

બદામ: બદામ પ્રોટીન અને ચરબીનો ઉત્તમ સ્ત્રોત છે. સૌ ગ્રામ બદામમાં લગભગ 21 ગ્રામ પ્રોટીન હોય છે. આથી રોજ બદામના સેવનથી શરીરની નબળાઈ દૂર થાય છે. બદામને પાણીમાં પલાળીને દૂધ સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. તેથી બદામને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેની છાલ ઉતારીને ખાઓ.

ઇંડા: ઈંડામાં પણ સારી માત્રામાં પ્રોટીન હોય છે. નિષ્ણાતો દરરોજ એક ઇંડા ખાવાની સલાહ આપે છે. ઈંડું ખાવાથી ન માત્ર નબળાઈ દૂર કરે છે પરંતુ તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. એક ઈંડામાં લગભગ 6.5 ગ્રામ પ્રોટીન હોય છે.

દૂધ: બાળકોથી લઈને મોટી વયના લોકો માટે દૂધ પીવું ફાયદાકારક છે. દરરોજ દૂધ પીવાથી શરીરમાં પ્રોટીનની સાથે સાથે કેલ્શિયમની ઉણપ પણ પૂરી થાય છે. કેલ્શિયમની ભરપૂર માત્રાને કારણે વૃદ્ધાવસ્થાથી હાડકાં સંબંધિત બીમારીઓને દૂર રાખી શકાય છે. એક લિટર દૂધમાં લગભગ 40 ગ્રામ પ્રોટીન હોય છે.

મગફળી: મગફળીમાં પ્રોટીન અને ચરબી બંને ભરપૂર માત્રામાં હોય છે. મગફળીને તમે ઈચ્છો તે રીતે ખાઈ શકો છો અને શરીરની નબળાઈ દૂર કરી શકો છો. મગફળીને તમે બટર, ચિક્કી, ચટણી અને લાડુ બનાવીને પણ સેવન કરી શકો છો.

મગની દાળ: શાકાહારીઓ માટે શરીરમાં પ્રોટીનની ઉણપ કઠોળ, સાબુદાણા અને ફળો ખાઈને ઘણી હદ સુધી પૂરી કરી શકાય છો. મગની દાળને અંકુરિત કરવાથી તેમાં પ્રોટીનનું પ્રમાણ અનેકગણું વધી જાય છે. પ્રોટીન ઉપરાંત, તે ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત પણ છે. જેના કારણે પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

જો તમે અહીંયા જણાવેલી વસ્તુઓ તમારા આહારમાં સમાવેશ કરશો તો તમે પણ થાક અને નબળાઈ અનુભવવાની સમસ્યાથી છુટકાળો મેળવી શકો છો. તો તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *